Bhavnagarના આરોગ્ય કેન્દ્રની મોટી બેદરકારી, બાળકીને સારવાર દરમિયાન એક્સપાયરી તારીખની બોટલ ચઢાવી

ભાવનગરમાં આરોગ્ય વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે,જેમાં ભાવનગરના વરતેજના આરોગ્યકેન્દ્રમાં 9 વર્ષીય બાળકીને એક્સપાયરી તારીખની બોટલ ચઢાવી દેવામાં આવી છે.ડોકટરને આ બાબતની જાણ થતા તેમણે તરત જ બોટલ નિકાળી દીધી હતી,પરંતુ જો બાળકીને કઈ થયું હોત તો કોણ જવાબદાર હોત એ પણ એક પ્રશ્ન છે. વરતેજ આરોગ્ય કેન્દ્રની ઘટના ગુજરાત સરકાર દ્રારા ગામડામાં આરોગ્ય કેન્દ્રમાં સરકારી ડોકટરો સારવાર કરતા હોય છે.જેમાં નર્સે DNSની એક્સપાયરી તારીખ વાલી બોટલ ચઢાવી દીધી હોવાની વાત સામે આવી છે.બાળકીને 300 ML DNSની બોટલ ચઢાવી દીધી હતી.બાળકીને તાવ ન ઉતરતા તેને બોટલ ચઢાવવામાં આવી હતી,અને સ્ટાફ નર્સની બેદરકારીના કારણે આ ઘટના બની હોવાની વાત સામે આવી છે,બાળકીના પરિવારજનોની માંગ છે કે,નર્સ સામે શિક્ષાત્મક પગલા લેવામાં આવે. સ્ટાફ નર્સની બેદરકારીના કારણે ઘટના બની સ્ટાફ નર્સની બેદરકારીના કારણે બાળકીનો જીવ જતા રહી ગયો હોવાની વાત સામે આવી છે,બાળકીને જયારે સારવાર હેઠળ ખસેડવામાં આવી ત્યારે એકસપાયરી વાળી બોટલ ચઢાવી દીધી હતી,બાળકીને અડધી બોટલ ચઢાવી ત્યારે નર્સને ધ્યાને આવ્યુ કે આ તો એકસપાયરીવાળી બોટલ છે ત્યારે તરત સારવાર અટકાવી દીધી હતી,પરિવારજનોએ પૂછયું કે કેમ બોટલ ચઢાવવાની બંધ કરી ત્યારે ખબર પડી કે બોટલ તો એકસપાયરી વાળી હતી અને આરોગ્ય કેન્દ્રમાં હોબાળો મચ્યો હતો. શિક્ષાત્મક પગલાની માગ પરિવારજનોએ નર્સની સામે પગલા ભરાય તેવી માગ કરી છે,ત્યારે આરોગ્ય વિભાગના એચઓડી દ્રારા શું કાર્યવાહી કરવામાં આવશે તે જોવાનું રહ્યું,આવી બેદરકારીના કારણે બાળકીનું મોત થયું હોત તો કોણ જવાબદાર હોત એ પણ એક સવાલ છે,ત્યારે ડોકટરો અને નર્સો બરોબર ધ્યાન આપીને સારવાર કરે તે જરૂરી બન્યું છે.દર્દી ડોકટરના સહારે આવતા હોય છે અને ડોકટર અને નર્સ જ જો આવી બેદરકારી કરશે તો દર્દીનું શું થશે એ તો સમય જ જાણે.  

Bhavnagarના આરોગ્ય કેન્દ્રની મોટી બેદરકારી, બાળકીને સારવાર દરમિયાન એક્સપાયરી તારીખની બોટલ ચઢાવી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ભાવનગરમાં આરોગ્ય વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે,જેમાં ભાવનગરના વરતેજના આરોગ્યકેન્દ્રમાં 9 વર્ષીય બાળકીને એક્સપાયરી તારીખની બોટલ ચઢાવી દેવામાં આવી છે.ડોકટરને આ બાબતની જાણ થતા તેમણે તરત જ બોટલ નિકાળી દીધી હતી,પરંતુ જો બાળકીને કઈ થયું હોત તો કોણ જવાબદાર હોત એ પણ એક પ્રશ્ન છે.

વરતેજ આરોગ્ય કેન્દ્રની ઘટના

ગુજરાત સરકાર દ્રારા ગામડામાં આરોગ્ય કેન્દ્રમાં સરકારી ડોકટરો સારવાર કરતા હોય છે.જેમાં નર્સે DNSની એક્સપાયરી તારીખ વાલી બોટલ ચઢાવી દીધી હોવાની વાત સામે આવી છે.બાળકીને 300 ML DNSની બોટલ ચઢાવી દીધી હતી.બાળકીને તાવ ન ઉતરતા તેને બોટલ ચઢાવવામાં આવી હતી,અને સ્ટાફ નર્સની બેદરકારીના કારણે આ ઘટના બની હોવાની વાત સામે આવી છે,બાળકીના પરિવારજનોની માંગ છે કે,નર્સ સામે શિક્ષાત્મક પગલા લેવામાં આવે.


સ્ટાફ નર્સની બેદરકારીના કારણે ઘટના બની

સ્ટાફ નર્સની બેદરકારીના કારણે બાળકીનો જીવ જતા રહી ગયો હોવાની વાત સામે આવી છે,બાળકીને જયારે સારવાર હેઠળ ખસેડવામાં આવી ત્યારે એકસપાયરી વાળી બોટલ ચઢાવી દીધી હતી,બાળકીને અડધી બોટલ ચઢાવી ત્યારે નર્સને ધ્યાને આવ્યુ કે આ તો એકસપાયરીવાળી બોટલ છે ત્યારે તરત સારવાર અટકાવી દીધી હતી,પરિવારજનોએ પૂછયું કે કેમ બોટલ ચઢાવવાની બંધ કરી ત્યારે ખબર પડી કે બોટલ તો એકસપાયરી વાળી હતી અને આરોગ્ય કેન્દ્રમાં હોબાળો મચ્યો હતો.

શિક્ષાત્મક પગલાની માગ

પરિવારજનોએ નર્સની સામે પગલા ભરાય તેવી માગ કરી છે,ત્યારે આરોગ્ય વિભાગના એચઓડી દ્રારા શું કાર્યવાહી કરવામાં આવશે તે જોવાનું રહ્યું,આવી બેદરકારીના કારણે બાળકીનું મોત થયું હોત તો કોણ જવાબદાર હોત એ પણ એક સવાલ છે,ત્યારે ડોકટરો અને નર્સો બરોબર ધ્યાન આપીને સારવાર કરે તે જરૂરી બન્યું છે.દર્દી ડોકટરના સહારે આવતા હોય છે અને ડોકટર અને નર્સ જ જો આવી બેદરકારી કરશે તો દર્દીનું શું થશે એ તો સમય જ જાણે.