Ahmedabad: લક્ઝુરીયસ ગાડીના બહાને 95 લાખની છેતરપિંડી, 1 આરોપીની પોલીસે કરી ધરપકડ
બોડકદેવના વેપારી સાથે કરોડોની ઠગાઈ મામલે પોલીસે મુંબઈથી જ્વેલર્સની ધરપકડ કરી છે. ગાડી વેચાણ આપી લોન ભરપાઈ ન કરી અને એક ગાડી ન આપી છેતરપિંડી કરી હતી. જે મામલે પોલીસે ગુનો નોંધી મુંબઈથી આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરુ કરી છે. સાથે જ અન્ય ફરાર બે આરોપી કેનેડામાં હોવાનું સામે આવતા તેને લઈ વધુ કાર્યવાહી શરુ કરવામાં આવી છે.4 ગાડીનો સોદો કરી એક ગાડી મોકલી હતી આરોપી રિષભ પાહુજા બોડકદેવ પોલીસની કસ્ટડીમાં છે. જેની ધરપકડ છેતરપિંડીના ગુનામાં કરવામાં આવી છે. આરોપી રિષભે અમદાવાદના વેપારી ધ્રુવેશ પટેલને કાર વેચાણ આપી હતી, જેમાં લેન્ડ રોવર ડીફેન્ડર, રેન્જ રોવર વોગ અને બીએમડબ્લ્યુ વેચાણ આપી 3.97 કરોડ મેળવી લીધા હતા. જે રકમ મેળવ્યા બાદ ગાડીની લોન ભરપાઈ ન કરી તેની એનઓસી આપી ન હતી, ઉપરાંત વધુ એક ગાડી વેચાણ માટે બતાવી તેના પણ રુપિયા 95 લાખ મેળવી લીધા હતા. જે પરત ન કરતા ફરિયાદ નોંધાઈ હતી. જેથી આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ઋષભના પિતા અને ભાઈ પણ ચીટર નીકળ્યા બોડકદેવ પોલીસે છેતરપિંડીની ફરિયાદ નોંધી તપાસ કરતા રિષભની ધરપકડ કરવામાં આવી છે. સાથે જ આ ગુનામાં પ્રકાશ પાહુજા અને ચિરાગ પાહુજા ફરાર છે. જેની પોલીસે તપાસ કરતા તે બંને કેનેડા હોવાનું સામે આવ્યું છે. સાથે જ આરોપીઓ મુંબઈમાં ત્રિકમદાસ જ્વેલર્સના નામે શો રુમ ધરાવતા હતા. જોકે તે બંધ થઈ જતા આરોપીએ આ છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યુ છે. સાથે જ આરોપી વિરુદ્ધ મુંબઈમાં અન્ય 3 ગુના પણ નોંધાયા હોવાનું સામે આવ્યું છે. બોડકદેવ પોલીસે વધુ તપાસ હાથ ધરી મહત્વનું છે કે આરોપી આ પ્રકારની મોડસ ઓપરેન્ડીથી છેતરપિંડી કરવાની ટેવ ધરાવતો હોવાથી આરોપીએ આપેલી ગાડીઓ અંગે પણ પોલીસે તપાસ શરુ કરી છે. સાથે જ આરોપીએ અન્ય કોઈ સાથે છેતરપિંડી કરી છે કે કેમ તથા ફરાર બે આરોપીની ધરપકડ માટે કાયદાકીય પ્રક્રિયા શરુ કરી છે. ત્યારે પોલીસ તપાસમાં શું હકીકત સામે આવે છે, તે જોવુ મહત્વનું છે.
![Ahmedabad: લક્ઝુરીયસ ગાડીના બહાને 95 લાખની છેતરપિંડી, 1 આરોપીની પોલીસે કરી ધરપકડ](https://epapercdn.sandesh.com/images/2025/02/09/q51WY9GlAKSONxQVIAtTrV3TWOeOtwUUYxLxSP8C.jpg?#)
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
બોડકદેવના વેપારી સાથે કરોડોની ઠગાઈ મામલે પોલીસે મુંબઈથી જ્વેલર્સની ધરપકડ કરી છે. ગાડી વેચાણ આપી લોન ભરપાઈ ન કરી અને એક ગાડી ન આપી છેતરપિંડી કરી હતી. જે મામલે પોલીસે ગુનો નોંધી મુંબઈથી આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરુ કરી છે. સાથે જ અન્ય ફરાર બે આરોપી કેનેડામાં હોવાનું સામે આવતા તેને લઈ વધુ કાર્યવાહી શરુ કરવામાં આવી છે.
4 ગાડીનો સોદો કરી એક ગાડી મોકલી હતી
આરોપી રિષભ પાહુજા બોડકદેવ પોલીસની કસ્ટડીમાં છે. જેની ધરપકડ છેતરપિંડીના ગુનામાં કરવામાં આવી છે. આરોપી રિષભે અમદાવાદના વેપારી ધ્રુવેશ પટેલને કાર વેચાણ આપી હતી, જેમાં લેન્ડ રોવર ડીફેન્ડર, રેન્જ રોવર વોગ અને બીએમડબ્લ્યુ વેચાણ આપી 3.97 કરોડ મેળવી લીધા હતા. જે રકમ મેળવ્યા બાદ ગાડીની લોન ભરપાઈ ન કરી તેની એનઓસી આપી ન હતી, ઉપરાંત વધુ એક ગાડી વેચાણ માટે બતાવી તેના પણ રુપિયા 95 લાખ મેળવી લીધા હતા. જે પરત ન કરતા ફરિયાદ નોંધાઈ હતી. જેથી આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
ઋષભના પિતા અને ભાઈ પણ ચીટર નીકળ્યા
બોડકદેવ પોલીસે છેતરપિંડીની ફરિયાદ નોંધી તપાસ કરતા રિષભની ધરપકડ કરવામાં આવી છે. સાથે જ આ ગુનામાં પ્રકાશ પાહુજા અને ચિરાગ પાહુજા ફરાર છે. જેની પોલીસે તપાસ કરતા તે બંને કેનેડા હોવાનું સામે આવ્યું છે. સાથે જ આરોપીઓ મુંબઈમાં ત્રિકમદાસ જ્વેલર્સના નામે શો રુમ ધરાવતા હતા. જોકે તે બંધ થઈ જતા આરોપીએ આ છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યુ છે. સાથે જ આરોપી વિરુદ્ધ મુંબઈમાં અન્ય 3 ગુના પણ નોંધાયા હોવાનું સામે આવ્યું છે.
બોડકદેવ પોલીસે વધુ તપાસ હાથ ધરી
મહત્વનું છે કે આરોપી આ પ્રકારની મોડસ ઓપરેન્ડીથી છેતરપિંડી કરવાની ટેવ ધરાવતો હોવાથી આરોપીએ આપેલી ગાડીઓ અંગે પણ પોલીસે તપાસ શરુ કરી છે. સાથે જ આરોપીએ અન્ય કોઈ સાથે છેતરપિંડી કરી છે કે કેમ તથા ફરાર બે આરોપીની ધરપકડ માટે કાયદાકીય પ્રક્રિયા શરુ કરી છે. ત્યારે પોલીસ તપાસમાં શું હકીકત સામે આવે છે, તે જોવુ મહત્વનું છે.