હાઇબ્રીડ ગાંજાના પાર્સલ બંધ હોય મકાનના સરનામા પર મગાવાતા હતા

અમદાવાદ,શનિવારશાહીબાગમાં આવેલી પોસ્ટ ઓફિસના ફોરેન પાર્સલ વિભાગમાંથી અમદાવાદ ક્રાઇમબ્રાંચના અધિકારીઓએ બાતમીને આધારે દરોડો પાડીને અમેરિકા , કેનેડા અને થાઇલેન્ડથી મોકલવામાં આવેલા ૧૪ જેટલા પાર્સલની ચકાસણી કરી હતી. જેમાં આશરે પોણા ચાર કિલો હાઇબ્રીડ ગાંજો મળી આવ્યો હતો. આ ડ્ગ્સની  આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત આશરે ૧.૧૫ કરોડ રૂપિયા અંદાજવામાં આવી છે. આ કેસની તપાસમાં પોલીસને કેટલાંક સ્થાનિક રીસીવર અંગેની મહત્વની કડી મળી છે.  આ ઉપરાંત, અગાઉના હાઇબ્રીડ ગાંજાના કેસમાં સંડોવાયેલા આરોપીઓની પણ તપાસ કરવામાં આવશે. અમદાવાદ ક્રાઇમબ્રાંચ અને કસ્ટમ વિભાગ દ્વારા શાહીબાગ પોસ્ટ ઓફિસમાં વિદેશથી મોકલવામાં આવેલા ફોરેન પાર્સલ વિભાગમાં બાતમીને આધારે કેટલાંક શંકાસ્પદ પાર્સલની ચકાસણી કરતા ૧૪ પાર્સલમાં હાઇબ્રીડ ગાંજાનો  રૂપિયા ૧.૧૫ કરોડની કિંંમતનો આશરે પોણા ચાર કિલો જેટલો જથ્થો મળી આવ્યો હતો.   ક્રાઇમબ્રાંચના જેસીપી શરદ સિંઘલે જણાવ્યું હતું કે આ પાર્સલમાં ટેડીબિયર, રમકડા, એર પ્યુરીફાયર, ચોકલેટ, લંચ બોક્સ, બાળકોના અન્ય રમકડા અને હેડફોનમાં છુપાવીને અમેરિકા, કેનેડા અને થાઇલેન્ડથી મોકલાયો હતો.આ તમામ પાર્સલમાં રીસીવર તરીકેનું નામ અને સરનામું બનાવટી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું.  થોડા મહિનાઓ પહેલા પણ અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા પણ મોટાપાયે હાઇબ્રીડ ગાંજાનો જથ્થો વિદેશી પાર્સલમાંથી જપ્ત કરાયો હતો. જે કેસમાં કેટલાંક લોકોને ઝડપી લેવામાં આવ્યા હતા. જે પૈકી કેટલાંક લોકો  જામીન પર છુટયા બાદ ફરીથી વિદેશમાંથી ડ્રગ્સ મંગાવી રહ્યા હોવાની શક્યતા છે. જેથી અગાઉના કેસના આરોપીઓ અને શકમદોની પુછપરછ કરાશે.  આ ઉપરાંત, પોલીસને આ પાર્સલના કેટલાંક રીસીવર અંગેની માહિતી પણ પોલીસને મળી છે. વિદેશમાંથી ડ્રગ્સ મંગાવવાની મોડ્સ ઓપરેન્ડી અંગે પોલીસે જણાવ્યું કે િઅમદાવાદમાં કે અન્ય શહેરોમાં ડ્ગ્સ માફિયાઓ બંધ હોય તેવા મકાનને પસંદ કરે છે. જે બાદ  આ સરનામા પર ડ્રગ્સનો જથ્થો મંગાવવાનું નક્કી કરે છે. આ ડ્રગ્સનો જથ્થો રીસીવ કરવા માટે ટેમ્પરરી મોબાઇલ નંબર  લેવામાં આવે છે.જે પાર્સલ રીસીવ કર્યા બાદ નંબર બંધ કરી દેવામાં આવે છે. આમ, નિયમિત રીતે વિદેેશમાંથી ડ્રગ્સ મંગાવવામાં આવતું હોવાનો ખુલાસો પણ થયો છે. આ ડ્રગ્સને ભારતમાં  મંગાવવા માટે ડ્રગ્સ માફિયાઓ ડાર્ક વેબ અને સોશિયલ મિડીયાનો ઉપયોગ કરે છે.  સોશિયલ મિડીયા પરથી ડ્રગ્સની વિગતો મેળવીને ડાર્ક વેબથી ઓર્ડર આપ્યા બાદ ક્રિપ્ટો કરન્સી કે અન્ય ગેટવેથી નાણાં વિદેશમાં  ચુકવવામાં આવે છે.  

હાઇબ્રીડ ગાંજાના પાર્સલ બંધ હોય મકાનના સરનામા પર મગાવાતા હતા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ,શનિવાર

શાહીબાગમાં આવેલી પોસ્ટ ઓફિસના ફોરેન પાર્સલ વિભાગમાંથી અમદાવાદ ક્રાઇમબ્રાંચના અધિકારીઓએ બાતમીને આધારે દરોડો પાડીને અમેરિકા , કેનેડા અને થાઇલેન્ડથી મોકલવામાં આવેલા ૧૪ જેટલા પાર્સલની ચકાસણી કરી હતી. જેમાં આશરે પોણા ચાર કિલો હાઇબ્રીડ ગાંજો મળી આવ્યો હતો. આ ડ્ગ્સની  આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત આશરે ૧.૧૫ કરોડ રૂપિયા અંદાજવામાં આવી છે. આ કેસની તપાસમાં પોલીસને કેટલાંક સ્થાનિક રીસીવર અંગેની મહત્વની કડી મળી છે. 

આ ઉપરાંત, અગાઉના હાઇબ્રીડ ગાંજાના કેસમાં સંડોવાયેલા આરોપીઓની પણ તપાસ કરવામાં આવશે. અમદાવાદ ક્રાઇમબ્રાંચ અને કસ્ટમ વિભાગ દ્વારા શાહીબાગ પોસ્ટ ઓફિસમાં વિદેશથી મોકલવામાં આવેલા ફોરેન પાર્સલ વિભાગમાં બાતમીને આધારે કેટલાંક શંકાસ્પદ પાર્સલની ચકાસણી કરતા ૧૪ પાર્સલમાં હાઇબ્રીડ ગાંજાનો  રૂપિયા ૧.૧૫ કરોડની કિંંમતનો આશરે પોણા ચાર કિલો જેટલો જથ્થો મળી આવ્યો હતો.  

ક્રાઇમબ્રાંચના જેસીપી શરદ સિંઘલે જણાવ્યું હતું કે આ પાર્સલમાં ટેડીબિયર, રમકડા, એર પ્યુરીફાયર, ચોકલેટ, લંચ બોક્સ, બાળકોના અન્ય રમકડા અને હેડફોનમાં છુપાવીને અમેરિકા, કેનેડા અને થાઇલેન્ડથી મોકલાયો હતો.આ તમામ પાર્સલમાં રીસીવર તરીકેનું નામ અને સરનામું બનાવટી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું.  થોડા મહિનાઓ પહેલા પણ અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા પણ મોટાપાયે હાઇબ્રીડ ગાંજાનો જથ્થો વિદેશી પાર્સલમાંથી જપ્ત કરાયો હતો. જે કેસમાં કેટલાંક લોકોને ઝડપી લેવામાં આવ્યા હતા. જે પૈકી કેટલાંક લોકો  જામીન પર છુટયા બાદ ફરીથી વિદેશમાંથી ડ્રગ્સ મંગાવી રહ્યા હોવાની શક્યતા છે. જેથી અગાઉના કેસના આરોપીઓ અને શકમદોની પુછપરછ કરાશે.  આ ઉપરાંત, પોલીસને આ પાર્સલના કેટલાંક રીસીવર અંગેની માહિતી પણ પોલીસને મળી છે. વિદેશમાંથી ડ્રગ્સ મંગાવવાની મોડ્સ ઓપરેન્ડી અંગે પોલીસે જણાવ્યું કે િઅમદાવાદમાં કે અન્ય શહેરોમાં ડ્ગ્સ માફિયાઓ બંધ હોય તેવા મકાનને પસંદ કરે છે. જે બાદ  આ સરનામા પર ડ્રગ્સનો જથ્થો મંગાવવાનું નક્કી કરે છે. આ ડ્રગ્સનો જથ્થો રીસીવ કરવા માટે ટેમ્પરરી મોબાઇલ નંબર  લેવામાં આવે છે.જે પાર્સલ રીસીવ કર્યા બાદ નંબર બંધ કરી દેવામાં આવે છે. આમ, નિયમિત રીતે વિદેેશમાંથી ડ્રગ્સ મંગાવવામાં આવતું હોવાનો ખુલાસો પણ થયો છે. આ ડ્રગ્સને ભારતમાં  મંગાવવા માટે ડ્રગ્સ માફિયાઓ ડાર્ક વેબ અને સોશિયલ મિડીયાનો ઉપયોગ કરે છે.  સોશિયલ મિડીયા પરથી ડ્રગ્સની વિગતો મેળવીને ડાર્ક વેબથી ઓર્ડર આપ્યા બાદ ક્રિપ્ટો કરન્સી કે અન્ય ગેટવેથી નાણાં વિદેશમાં  ચુકવવામાં આવે છે.