સોમનાથમાં પહેલીવાર 6 ફાઇટર જેટ સાથે કાલે દિલધડક સૂર્યકિરણ એર-શો

May 10, 2026 - 07:00
સોમનાથમાં પહેલીવાર 6 ફાઇટર જેટ સાથે કાલે દિલધડક સૂર્યકિરણ એર-શો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


વાયુસેનાના એર-શોની ટ્રાયલમાં વિવિધ ફોર્મેશન્સનું નિદર્શન યોજાયું : પ્રથમ જ્યોતિર્લિંગના આકાશમાં એરસ્મોક દ્વારા ત્રિરંગાની પ્રતિકૃતિ રચાશેઃ સર્ફેસ ટુ એર અને એર ટુ એર સંકલન સાધી કરતબ દર્શાવાશે

 વેરાવળ, : પ્રથમ જ્યોતિલગ સોમનાથ મહાદેવનાં સાંનિધ્યમાં શરૂ થયેલા સોમનાથ અમૃત પર્વ સાથે ભારતીય વાયુસેના દ્વારા પહેલીવાર  સોમનાથમાં 11મી મેના રોજ ફાઇટર જેટ દ્વારા દિલધડક સૂર્યકિરણ એર શો યોજાશે. આ એર-શોના ટ્રાયલમાં વિવિધ ફોર્મેશનોનું આજે નિદર્શન યોજાયું હતું. લોકો હવાઇ કરતબો નિહાળી અભિભૂત થયા હતા.

પ્રભાસક્ષેત્રના આકાશમાં સૂર્યકિરણ એર શોમાં છ એરક્રાફ્ટ (ફાઈટર જેટ) દ્વારા આકાશમાં ટ્રાઈકલર સ્મોક ટ્રેઈલ,  કલર સ્મોક, લૂપ્સ એન્ડ રોલ્સ, ક્લાઝ ફોર્મેશન, ડાયમંડ ફોર્મેશન સહિત હવાઈ કરતબો દ્વારા અલગ-અલગ રોમાંચક ફોર્મેશન દર્શાવવામાં આવશે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0