ગંભીરા બ્રિજ નજીક હોડી પલટી જવાના બનાવમાં ક્ષમતાથી વધુ મુસાફરોની લાઇફ જેકેટ વગર હેરાફેરી
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડોદરાઃ
વડોદરા અને આણંદને જોડતા ગંભીરા બ્રિજ તૂટી પડવાની દુર્ઘટનામાં તંત્રએ રજૂઆતો ધ્યાને નહિ લીધી હોવાની ગંભીર બેદરકારી ખુલ્લી પડયા પછી પણ તંત્રએ કોઇ બોધ લીધો નથી.જેને કારણે ફરી એકવાર હોડી પલટી જવાનો બનાવ બનતાં દોડધામ મચી ગઇ હતી.
તૂટી પડેલો ગંભીરા બ્રિજ નવો બની રહ્યો હોવાને કારણે વૈકલ્પિક રૃટ માટે વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી અને આખરે મજબૂરીને કારણે સરેરાશ રોજ ૮૦૦થી વધુ લોકો હોડીમાં જોખમી હેરાફેરી કરતા હતા. માત્ર હોડી ઓવરલોડ જ નહિ પણ તેમાં ટુવ્હીલરોની પણ હેરાફેરી કરવામાં આવતી હતી.
ગંભીરા બ્રિજ ગમે ત્યારે તૂટી પડશે તેવી રજૂઆત કરનાર મુજપુરના જિલ્લા પંચાયતના સદસ્યએ ગંભીરા જવા માટે હોડીઓની જોખમી હેરાફેરી પ્રત્યે તંત્રને એલર્ટ રહેવા અને બંને બાજુ ફાયર બ્રિગેડના જવાનો તૈનાત રાખવા રજૂઆત કરી હતી.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

