Banaskantha : ઠાકોર સમાજના નવા બંધારણનું ઉલ્લંઘન, ભારે રોષ વચ્ચે સમાજના આગેવાનો લેશે જાબડીયાની મુલાકાત

Feb 4, 2026 - 09:00
Banaskantha : ઠાકોર સમાજના નવા બંધારણનું ઉલ્લંઘન, ભારે રોષ વચ્ચે સમાજના આગેવાનો લેશે જાબડીયાની મુલાકાત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

બનાસકાંઠા જિલ્લાના જાબડીયા ગામમાં ઠાકોર સમાજના નવા બંધારણનું ઉલ્લંઘન થવાનો મામલો સામે આવ્યા બાદ સમાજમાં રોષ જોવા મળ્યો હતો. સમાજના નક્કી કરાયેલા નિયમોનો ભંગ થતાં ઠાકોર સમાજના આગેવાનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

સિંગર ગબ્બર ઠાકોરના કાકાના ઘરે દીકરાના લગ્ન પ્રસંગે ડી.જે સાથે ગામમાં વરઘોડો નિકળ્યો હતો

પ્રાપ્ત વિગતો મુજબ, જાબડીયા ગામમાં સિંગર ગબ્બર ઠાકોરના કાકાના ઘરે દીકરાના લગ્ન પ્રસંગે ડી.જે સાથે ગામમાં વરઘોડો કાઢવામાં આવ્યો હતો. જોકે, સમાજના નવા બંધારણ મુજબ ડી.જે અને ભવ્ય વરઘોડા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હોવા છતાં આ નિયમનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે.

ઠાકોર સમાજના આગેવાનો જાબડીયાની મુલાકાત લેશે

આ ઘટનાને પગલે ઠાકોર સમાજના આગેવાનો જાબડીયાની મુલાકાત લેવાના છે. આ દરમિયાન બેઠક યોજી સમગ્ર મામલે વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે તેમજ નિયમ ભંગ કરનાર સામે સમાજ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તેવી માહિતી મળી છે. બંધારણ સમાજની એકતા અને શિસ્ત જાળવવા માટે બનાવવામાં આવ્યું

સમાજમાં ચર્ચા ચાલી રહી છે કે આ બંધારણ સમાજની એકતા અને શિસ્ત જાળવવા માટે બનાવવામાં આવ્યું છે અને કોઈપણ પ્રકારનો ભંગ સહન કરવામાં નહીં આવે. નિયમ તોડતા આગેવાનોમાં ભારે અસંતોષ ફેલાયો છે. ચર્ચાનો માહોલ ગરમાયો

હાલ આ સમગ્ર મુદ્દે સમાજમાં ચર્ચાનો માહોલ ગરમાયો છે અને આગામી દિવસોમાં લેવાતા નિર્ણય પર સૌની નજર ટકી છે..


આ પણ વાંચો----     Banaskantha: ઠાકોર સમાજના નવા બંધારણનું ઉલ્લંઘન, જાબડીયામાં ડી.જે લઈને ગામમાં વરઘોડો કાઢ્યો, DJને લઈ વરઘોડો કાઢતા ઠાકોર સમાજે બહિષ્કાર કર્યો

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0