Ahmedabad News: ઈસનપુરમાં 60 લાખથી વધુની ચોરી મામલે પોલીસે મહિલા આરોપીની ધરપકડ કરી
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ શહેરના ઇસનપુર વિસ્તારમાં થયેલી 60 લાખથી વધુની ચોરી મામલે પોલીસે મહિલા આરોપીની ધરપકડ કરી છે.ફરિયાદીના ઘરના સ્માર્ટ લોકના પાસવર્ડ જાણી ચોરીને અંજામ આપનાર મહિલા ફરિયાદીને પરિચિત જ હોવાનું સામે આવ્યું છે.મહિલા આરોપીએ પોતાના ઘર માટે લીધેલી લોન ભરવા માટે ચોરી કરી હતી. પોલીસે ચોરીનો તમામ મુદ્દામાલ કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
તિજોરીનું લોક ખોલી રોકડ અને સોનાના દાગીના ચોર્યા
ઇસનપુર પોલીસ કસ્ટડીમાં રહેલી મહિલા આરોપીનું નામ ફરહાનાજ નાસીર ખાન પઠાણ છે. મહિલા આરોપીએ પોતાની બહેનના ઘરમાં જ ચોરીને અંજામ આપ્યો હતો. સાલમના રોયલ નવાબ ફ્લેટમાં રહેતા નદીમ મિયા બાગબાન ના ઘરમાં પ્રવેશ કરી તિજોરીનું લોક ખોલી રોકડ અને સોનાના દાગીના મળી 60 લાખથી વધુની રકમની મુદા માલની ચોરી કરી હતી.જોકે પોલીસે તપાસ હાથ ધરતા પ્રાથમિક તપાસમાં મહિલાએ ગુનાને અંજામ આપ્યા નો ઇન્કાર કર્યો હતો. પરંતુ ડોગ સ્ક્વોડ અને ફિંગર પ્રિન્ટની મદદથી તપાસ કરતા મહિલાએ ગુનાની કબુલાત કરી હતી. ચોરીનો મુદ્દામાલ તેના મિત્રના ઘરે મૂક્યો હોવાની કબુલાત કરતા પોલીસે તમામ સોનાના દાગીના કબજે કરી વધુ કાર્યવાહી શરૂ કરી છે.
ડિજિટલ લોકનો પાસવર્ડ પણ જાણી લીધો હતો
26 તારીખના રોજ ફરિયાદી પોતાના પરિવાર સાથે બહાર જમવા ગયા હતા. તે જ સમયે બે કલાકના સમય ગાળામાં ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું. ફરિયાદી જ્યારે ઘરે આવ્યા ત્યારે સોનાના કેટલાક દાગીના તિજોરીની બહાર પડ્યા હતા.જેથી શંકા જતા તપાસ કરતા હકીકત સામે આવી કે,ફ્લેટમાં જ રહેનાર કોઈ વ્યક્તિએ ચોરીને અંજામ આપ્યો છે. ઉપરાંત ઘરના ડિજિટલ લોકનો પાસવર્ડ પણ આરોપી જાણતો હોવાની શંકા ના આધારે પોલીસે મહિલા આરોપી ફરહાનાઝની પૂછપરછ શરૂ કરી હતી. જે અંગે તપાસ કરતા હકીકત સામે આવી કે,ફરિયાદીની બાળકી પાસેથી આરોપીએ પાસવર્ડ જાણી લીધો હતો. તેના આધારે ઘરમાં પ્રવેશ કરી સોનાના દાગીના ની ચોરી કરી હતી.
મકાન ખરીદવા માટે 14 લાખની લોન લીધી હતી
આરોપીએ મકાન ખરીદવા માટે 14 લાખની લોન લીધી હતી. તે રૂપિયા ભરવા માટે આરોપીએ ચોરી કરી હતી.ચોરી કરેલા દાગીના મહિલા આરોપીએ તેના મિત્ર સાદિકને આપ્યા હતા.જે તમામ મુદ્દા માલ રિકવર કરી પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.ઘર ફોડ ચોરીની તપાસ કરતા પોલીસે આરોપી પાસેથી કુલ 50 તોલા જેટલા સોનાના દાગીના કબજે કર્યા છે,, જેની મૂળ કિંમત 60 લાખથી પણ વધુ થાય છે.ઉપરાંત જ્યારે મહિલા આરોપી ફરહાનાઝ વિશે તપાસ કરતા હકીકત સામે આવી કે, અગાઉ પણ તેને પોતાના એક પરિચિત ના ઘરે ચોરીને અંજામ આપ્યો હતો પરંતુ તે અંગે કોઈ ફરિયાદ નોંધાવી ન હતી. જોકે પોલીસે મહિલા આરોપીની સાથે આ ચોરીમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ, ત દિશામાં તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચોઃ Ahmedabad News: આરોપીએ પોલીસની નજર ચૂકવી માનસિક બિમાર વ્યક્તિના મોબાઈલથી વીડિયો બનાવ્યો હતો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

