Himatnagar: ખેડબ્રહ્મામાં 2.67 લાખના ગાંજા સાથે પોલીસે રાજસ્થાનના શખ્સને દબોચી લીધો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ખેડબ્રહ્મા પોલીસે માદક પદાર્થ વિરોધી અભિયાન અંતર્ગત મોટી કાર્યવાહી કરી છે, જેમાં રૂ.2.67 લાખનો 5 કિલો 333 ગ્રામ ગાંજાનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો હતો અને રાજસ્થાનના એક યુવકની ધરપકડ કરવામાં આવી છે. ખેડબ્રહ્મા પોલીસ મથકના અધિકારીઓ, સ્ટાફ સહિત સર્વેલન્સ સ્ક્વોડના કર્મચારીઓ મંગળવારે પેટ્રોલિંગ કરી રહ્યા હતા. દરમિયાન પોલીસકર્મીને બાતમી મળતાં 5.33 કિલો ગાંજાનો જથ્થો મળી આવતાં આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.વી. હડાત અને કે.વી.વહોણીયા સહિત સર્વેલન્સ સ્કવોડના કર્મીઓ 2 દિવસ અગાઉ ખેડબ્રહ્મા ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા, દરમિયાન આ.પો.કો. સુમતીભાઈ ચંદુભાઈને ખાનગી બાતમી મળી હતી કે, ખેરોજથી ખેડબ્રહ્મા તરફ આવતા હાઈવે રોડ પર લાલસિંહકંપા તરફ જવાના ત્રણ રસ્તા પર એક ઈસમ કાળા કલરની બેગમાં ગાંજો લઈને ઉભો છે, જેથી પોલીસ ઉપરોક્ત બાતમીના આધારે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તે વ્યક્તિને પકડી પાડયો હતો. તેની બેગની તપાસ કરતા તેમાંથી 5 કિલો 333 ગ્રામ ગેરકાયદેસર ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો, જેની કિંમત રૂ.2,66,650 આંકવામાં આવી છે. આ ઉપરાંત, આરોપી પાસેથી 500 રૂપિયાનો એક મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યો હતો. આમ, કુલ 2,67,150 રૂપિયાનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે. પકડાયેલા આરોપીનું નામ લક્ષ્મણલાલ ભોજારામ બુબડિયા (ઉંમર 28),( રહે. નીચલી સુબરી, તા. કોટડા છાવણી, જિ. ઉદેપુર, રાજસ્થાન) છે. પોલીસે તેની વિરુદ્ધ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

