Viramgamમાં સોકલી રોડ પર કાચી કેનાલમાં 14 વર્ષનો સગીર ડૂબ્યો, ફાયર બ્રિગેડ દ્વારા શોધોખોળ શરૂ

Jul 31, 2026 - 00:00
Viramgamમાં સોકલી રોડ પર કાચી કેનાલમાં 14 વર્ષનો સગીર ડૂબ્યો, ફાયર બ્રિગેડ દ્વારા શોધોખોળ શરૂ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ જિલ્લાના વિરમગામમાંથી એક ચિંતાજનક ઘટના સામે આવી છે. વિરમગામ-અમદાવાદ હાઈવે પર સોકલી રોડ નજીક આવેલા ગરનાળા પાસે પસાર થતી કાચી કેનાલમાં 14 વર્ષનો એક માસૂમ સગીર અચાનક ડૂબી ગયો હતો. સ્થાનિકોના ધ્યાન પર આ બાબત આવતાં જ ઘટનાસ્થળે ભારે અફરાતફરી અને લોકોના ટોળાં ઉમટી પડ્યા હતા.

ભારે વરસાદથી કેનાલમાં પાણીનું વહેણ તીવ્ર

ઉપરવાસના વિસ્તારોમાં પડેલા ભારે વરસાદના કારણે વિરમગામમાંથી પસાર થતી આ કાચી કેનાલમાં પાણીનું સ્તર અને વહેણ અત્યંત તીવ્ર જોવા મળી રહ્યું છે. ધસમસતા પાણીના પ્રવાહને કારણે સગીર ઊંડા પાણીમાં તણાઈ ગયો હોવાની આશંકા સેવાઈ રહી છે. કેનાલમાં પાણીનું ભારે વહેણ હોવાથી સ્થાનિકો માટે પણ ત્વરિત બચાવ કામગીરી કરવી મુશ્કેલ બની હતી.

નગરપાલિકા ફાયર ટીમ દ્વારા સઘન શોધોખોળ શરૂ

ઘટના અંગેની જાણ થતાં જ વિરમગામ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ટીમે રેસ્ક્યૂ કામગીરી હાથ ધરીને કેનાલમાં ડૂબેલા સગીરની શોધખોળ શરૂ કરી દીધી છે. પાણીના ભારે પ્રવાહ વચ્ચે સગીરને ઝડપથી શોધી કાઢવા માટે સ્થાનિક પોલીસ અને બચાવ ટુકડી દ્વારા સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0