સુરતમાં હીરાબાગ વિસ્તારના ખાડાઓમાં કોંગ્રેસે ભાજપના ઝંડા લગાવી કર્યો વિરોધ

Surat Corporation : સુરતના પુણા વિસ્તારમાં કોંગ્રેસ દ્વારા ભુવામાં ભાજપના ઝંડા લગાવી વિરોધ કરવાનો ટ્રેન્ડ હવે પાલિકાના વિપક્ષે પણ અપનાવી લીધો છે. વરાછાના પુણા બાદ હવે ખાડા અને ઉભરાતી ગટરમાં ભાજપના ઝંડા લગાવી વિરોધ કરવાનો ટ્રેન્ડ વરાછામાં એન્ટર થયો છે. આજે પાલિકાના વિપક્ષ આપ દ્વારા આજે વરાછા હીરાબાગ સર્કલ ખાતે પડેલા ખાડામાં વિપક્ષી કોર્પોરેટર દ્વારા લગાવેલા ભાજપના ઝંડા લગાવી વિરોધ કરવામા આવ્યો હતો.સુરત પાલિકાના વરાછા ઝોનના પુણા વિસ્તારમાં ભુવો પડવા અને રસ્તા તૂટવાની ઘટના બાદ ગટર ઊભરાવવાની ઘટના બની હતી. કોંગ્રેસ દ્વારા ભાજપ શાસકો અને પાલિકાનું ધ્યાન ખેંચવા માટે આ ભુવામાં ભાજપના ઝંડા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું બેનર લગાવી દેવામા આવ્યું હતું. ત્યારબાદ હાલમાં ઉરાતી ગટરમાં ભાજપનો ઝંડો લગાવતા કામગીરી ઝડપી બની હતી. કોગ્રેસ દ્વારા શરું કરવામા આવેલા આવા અનોખા વિરોધને પાલિકાના વિપક્ષ આમ આદમી પાર્ટીએ પણ અપનાવી લીધો છે. પાલિકાના વરાછા ઝોનમાં વોર્ડ નં. 4 (હીરાબાગ-કાપોદ્રા) વિસ્તારમાં આવેલી નીલકંઠ સોસાયટીમાં છેલ્લા કેટલાક સમયથી બિસ્માર રસ્તાની ફરિયાદ હતી. સ્થાનિક રહીશો પાલિકામાં ફરિયાદ કરીને થાકી ગયા હતા પરંતુ કામગીરી થતી ન હોવાથી લોકોને હાલાકી પડતી હતી. ત્યારબાદ આજે આ વિસ્તારના વિરોધ પક્ષના કોર્પોરેટરે સ્થાનિકો સાથે મળીને તંત્ર અને ભાજપ શાસકો ની નિષ્ફળતા બતાવવા તે તૂટેલા-ખાડા ખાબોચિયા વાળા રસ્તા પર ભાજપના ઝંડા લગાવી દીધા હતા. હીરાબાગ સર્કલ પાસે આમ આદમી પાર્ટીની ટોપી પહેરી હાથમાં ભાજપના ઝંડા લઈ વિરોધ કરવા આવેલા કાર્યકરો લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે.

સુરતમાં હીરાબાગ વિસ્તારના ખાડાઓમાં કોંગ્રેસે ભાજપના ઝંડા લગાવી કર્યો વિરોધ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Surat Corporation : સુરતના પુણા વિસ્તારમાં કોંગ્રેસ દ્વારા ભુવામાં ભાજપના ઝંડા લગાવી વિરોધ કરવાનો ટ્રેન્ડ હવે પાલિકાના વિપક્ષે પણ અપનાવી લીધો છે. વરાછાના પુણા બાદ હવે ખાડા અને ઉભરાતી ગટરમાં ભાજપના ઝંડા લગાવી વિરોધ કરવાનો ટ્રેન્ડ વરાછામાં એન્ટર થયો છે. આજે પાલિકાના વિપક્ષ આપ દ્વારા આજે વરાછા હીરાબાગ સર્કલ ખાતે પડેલા ખાડામાં વિપક્ષી કોર્પોરેટર દ્વારા લગાવેલા ભાજપના ઝંડા લગાવી વિરોધ કરવામા આવ્યો હતો.

સુરત પાલિકાના વરાછા ઝોનના પુણા વિસ્તારમાં ભુવો પડવા અને રસ્તા તૂટવાની ઘટના બાદ ગટર ઊભરાવવાની ઘટના બની હતી. કોંગ્રેસ દ્વારા ભાજપ શાસકો અને પાલિકાનું ધ્યાન ખેંચવા માટે આ ભુવામાં ભાજપના ઝંડા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું બેનર લગાવી દેવામા આવ્યું હતું. ત્યારબાદ હાલમાં ઉરાતી ગટરમાં ભાજપનો ઝંડો લગાવતા કામગીરી ઝડપી બની હતી. કોગ્રેસ દ્વારા શરું કરવામા આવેલા આવા અનોખા વિરોધને પાલિકાના વિપક્ષ આમ આદમી પાર્ટીએ પણ અપનાવી લીધો છે. 

પાલિકાના વરાછા ઝોનમાં વોર્ડ નં. 4 (હીરાબાગ-કાપોદ્રા) વિસ્તારમાં આવેલી નીલકંઠ સોસાયટીમાં છેલ્લા કેટલાક સમયથી બિસ્માર રસ્તાની ફરિયાદ હતી. સ્થાનિક રહીશો પાલિકામાં ફરિયાદ કરીને થાકી ગયા હતા પરંતુ કામગીરી થતી ન હોવાથી લોકોને હાલાકી પડતી હતી. ત્યારબાદ આજે આ વિસ્તારના વિરોધ પક્ષના કોર્પોરેટરે સ્થાનિકો સાથે મળીને તંત્ર અને ભાજપ શાસકો ની નિષ્ફળતા બતાવવા તે તૂટેલા-ખાડા ખાબોચિયા વાળા રસ્તા પર ભાજપના ઝંડા લગાવી દીધા હતા. હીરાબાગ સર્કલ પાસે આમ આદમી પાર્ટીની ટોપી પહેરી હાથમાં ભાજપના ઝંડા લઈ વિરોધ કરવા આવેલા કાર્યકરો લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે.