આદિવાસી માટેની 73AAની જમીનોમાં ગેરકાયદે NA કરીને કરોડોનો ભ્રષ્ટાચાર
અંબાજીમાં જનમંચ કાર્યક્રમમાં યુવાનો, મહિલાઓ, વેપારીઓ, ખેડૂતોએ રજૂઆત કરીશ્રાદ્ધાના ધામ અંબાજીમાં સરકાર અને તેમના મળતિયાઓ દ્વારા શ્રાદ્ધાનો વ્યાપાર થઈ રહ્યો છે લોકોના હક્ક-અધિકાર-ન્યાય-સન્માનની લડાઈ જનસભાથી વિધાનસભા સુધી લડાશે અંબાજી ખાતે યોજાયેલા જનમંચ કાર્યક્રમમાં યુવાનો, મહિલાઓ, વેપારીઓ, ખેડૂતોએ વિપક્ષને રજુઆત કરી છે જેમાં જનતાના પ્રશ્નો સાંભળ્યા બાદ વિપક્ષનુ કહેવુ છે કે જંગી બહુમતિના ગુમાનમાં રાચતી ડબલ એન્જિન સરકાર ઉત્સવો-મહોત્સવો-રાજકીય એજન્ડામાં વ્યસ્ત છે. સરકાર અને પ્રશાસન પાસે ગુજરાતની સામાન્ય જનતાના પ્રશ્નો-સમસ્યાઓ-ફરિયાદોને સાંભળવાનો સમય નથી ના તો ઈચ્છા છે. વગદાર લોકોની-વગદાર લોકો માટે કામ કરતી સરકારમાં સામાન્ય ગુજરાતીનું કોઈ સાંભળવાવાળું નથી. હવે ગુજરાતીના પ્રશ્નો-સમસ્યાઓ-રજુઆતો-ફરિયાદો-સુચનો-અવાજને બુલંદ કરવા, મંચ આપવા આજથી સામાન્ય ગુજરાતી માટે જનમંચ બીજા તબક્કાનો કાર્યક્રમ શરૂ કરી રહ્યા છે.તેમણે આક્ષેપ કરતા કહ્યુ છે કે આદિવાસી માટેની 73AA ની જમીનોમાં ગેરકાયદેસર રીતે NA કરી જમીનો વ્યાપારીઓને અને બહારના લોકોને પધરાવી દેવામાં આવે છે. જેમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. ખુલ્લેઆમ હપ્તારાજને કારણે દારૂ અંબાજીમાં ઠેર ઠેર મળી રહ્યો છે. લોકો, યુવાધન બરબાદ થઈ રહ્યા છે. સાથે સાથે વિકાસના નામે જે કોરિડોરની વાતો છે. 5000 જેટલા દુકાનો, રહેઠાણના રહીશોને નોટિસ પાઠવવામાં આવી છે. સ્થાનિકોના ભોગે વિકાસ ક્યારેય હોય શકે નહિ. માં અંબાના ધામમાં શ્રાદ્ધાના નામે સરકાર વેપાર કરી રહી છે. ધજા ચઢાવવા માટેનો પણ ભાવ નક્કી કરવામાં આવે, પ્રસાદીનો પણ વ્યાપાર થતો હોય. હવે પૂજામાં ધજાની વિધિમાં પણ વ્યાપાર કરવાનો શરૂઆત થઈ છે. સ્થાનિક લોકો જે બ્રાહ્મણો છે. વર્ષોથી તેમની રોજી રોટી ચાલે છે. કુટુંબનો વારસાગત જે સેવા પૂજાનો હક છે તેને પણ છીનવવામાં આવી રહ્યો છે. અંબાજીમાં રેલવે દ્વારા સંપાદિત જમીનોના બજારભાવ મુજબ વળતર ન મળતા ખેડૂતો અને આદિવાસીઓની રોજી રોટી છીનવાઈ રહી છે. બનાસકાંઠાના યુવાનોને દારૂના ખપ્પરમાં હોમી દેવામાં આવ્યા છે અને તેમને આ બદીથી ઉગારવા બનાસકાંઠાના દરેક ગામમાં દારૂના વેપલાનો સર્વે કરાવીને સત્તાધીશોને અવગત કરાવીશું.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- અંબાજીમાં જનમંચ કાર્યક્રમમાં યુવાનો, મહિલાઓ, વેપારીઓ, ખેડૂતોએ રજૂઆત કરી
- શ્રાદ્ધાના ધામ અંબાજીમાં સરકાર અને તેમના મળતિયાઓ દ્વારા શ્રાદ્ધાનો વ્યાપાર થઈ રહ્યો છે
- લોકોના હક્ક-અધિકાર-ન્યાય-સન્માનની લડાઈ જનસભાથી વિધાનસભા સુધી લડાશે
અંબાજી ખાતે યોજાયેલા જનમંચ કાર્યક્રમમાં યુવાનો, મહિલાઓ, વેપારીઓ, ખેડૂતોએ વિપક્ષને રજુઆત કરી છે જેમાં જનતાના પ્રશ્નો સાંભળ્યા બાદ વિપક્ષનુ કહેવુ છે કે જંગી બહુમતિના ગુમાનમાં રાચતી ડબલ એન્જિન સરકાર ઉત્સવો-મહોત્સવો-રાજકીય એજન્ડામાં વ્યસ્ત છે.
સરકાર અને પ્રશાસન પાસે ગુજરાતની સામાન્ય જનતાના પ્રશ્નો-સમસ્યાઓ-ફરિયાદોને સાંભળવાનો સમય નથી ના તો ઈચ્છા છે. વગદાર લોકોની-વગદાર લોકો માટે કામ કરતી સરકારમાં સામાન્ય ગુજરાતીનું કોઈ સાંભળવાવાળું નથી. હવે ગુજરાતીના પ્રશ્નો-સમસ્યાઓ-રજુઆતો-ફરિયાદો-સુચનો-અવાજને બુલંદ કરવા, મંચ આપવા આજથી સામાન્ય ગુજરાતી માટે જનમંચ બીજા તબક્કાનો કાર્યક્રમ શરૂ કરી રહ્યા છે.તેમણે આક્ષેપ કરતા કહ્યુ છે કે આદિવાસી માટેની 73AA ની જમીનોમાં ગેરકાયદેસર રીતે NA કરી જમીનો વ્યાપારીઓને અને બહારના લોકોને પધરાવી દેવામાં આવે છે. જેમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે.
ખુલ્લેઆમ હપ્તારાજને કારણે દારૂ અંબાજીમાં ઠેર ઠેર મળી રહ્યો છે. લોકો, યુવાધન બરબાદ થઈ રહ્યા છે. સાથે સાથે વિકાસના નામે જે કોરિડોરની વાતો છે. 5000 જેટલા દુકાનો, રહેઠાણના રહીશોને નોટિસ પાઠવવામાં આવી છે. સ્થાનિકોના ભોગે વિકાસ ક્યારેય હોય શકે નહિ. માં અંબાના ધામમાં શ્રાદ્ધાના નામે સરકાર વેપાર કરી રહી છે. ધજા ચઢાવવા માટેનો પણ ભાવ નક્કી કરવામાં આવે, પ્રસાદીનો પણ વ્યાપાર થતો હોય. હવે પૂજામાં ધજાની વિધિમાં પણ વ્યાપાર કરવાનો શરૂઆત થઈ છે. સ્થાનિક લોકો જે બ્રાહ્મણો છે. વર્ષોથી તેમની રોજી રોટી ચાલે છે. કુટુંબનો વારસાગત જે સેવા પૂજાનો હક છે તેને પણ છીનવવામાં આવી રહ્યો છે. અંબાજીમાં રેલવે દ્વારા સંપાદિત જમીનોના બજારભાવ મુજબ વળતર ન મળતા ખેડૂતો અને આદિવાસીઓની રોજી રોટી છીનવાઈ રહી છે. બનાસકાંઠાના યુવાનોને દારૂના ખપ્પરમાં હોમી દેવામાં આવ્યા છે અને તેમને આ બદીથી ઉગારવા બનાસકાંઠાના દરેક ગામમાં દારૂના વેપલાનો સર્વે કરાવીને સત્તાધીશોને અવગત કરાવીશું.