Banaskantha: દિયોદરમાં જૂની અદાવતમાં 10થી 12 શખ્સોએ યુવક પર કર્યો હુમલો

મેળઆમાં યુવક પર હુમલો થતાં દોડધામ મચીજૂની અદાવત રાખી 10થી 12 શખ્સોએ કર્યો હુમલો ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે ખસેડાયો બનાસકાંઠાના દિયોદરમાં મારામારીની ઘટના સામે આવી છે. દિયોદરના ઓગડજીના મેળઆમાં જૂની અદાવત રાખી યુવાન પર હીચકારો હુમલો કરવામાં આવ્યો છે. મેળઆમાં યુવાન પર હુમલો થતાં દોડધામ મચી ગઈ હતી.ઈજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે દિયોદરની રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો તેરવાડા અને ઓગડપુરા ગામના ઈસમોના ટોળાએ યુવાન પર હુમલો કર્યો હોવાની લોકો ચર્ચા કરી રહ્યા છે. જૂની અદાવત રાખીને 10થી 12 લોકોએ તિક્ષ્ણ હથિયારો વડે હુમલો કરતા યુવાનના માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને ઈજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે દિયોદરની રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો પણ યુવાનને માથાના ભાગે વધુ ગંભીર ઈજાઓ થઈ હોવાના કારણે વધુ સારવાર અર્થે પાટણના ધારપુર ખાતે ખસેડવામાં આવ્યો છે. અમદાવાદના સરદાર નગરમાં જૂની અદાવતમાં યુવકની કરાઈ હત્યા લગભગ 15 દિવસ પહેલા જ અમદાવાદના સરદાર નગરમાં જૂની અદાવતના કારણે એક યુવકની હત્યા કરવામાં આવી હતી. આ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. શહેરના સરદારનગર વિસ્તારમાં જૂની અદાવતમાં પ્રિન્સ વાઘેલા નામના યુવકની હત્યા કરવામાં આવી હતી. 13 જુલાઈએ પ્રિન્સ વાઘેલા તેના ઘરેથી તેની નાનીના ઘરે જવા માટે નીકળ્યો હતો, આ સમય દરમ્યાન 4 આરોપીઓએ યુવકનેને રસ્તામાં જ અટકાવીને તેના પર છરી તેમજ પાઈપ વડે હુમલો કરીને તેને ગંભીર રીતે ઈજાગ્રસ્ત કરી દીધો હતો. ત્યારબાદ પ્રિન્સને વધુ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જો કે કમનસીબે સારવાર દરમ્યાન તેનું મોત થયુ હતુ. ખેરાલુમાં અજાણ્યા શખ્સે કેબલ ઓપરેટરની હત્યા કરી દેતા ચકચાર થોડા દિવસ પહેલા જ ખેરાલુ શહેરમાં રહેતા અને વીમા એજન્ટની સાથે કેબલ ઓપરેટરનો વ્યવસાય કરતા એક યુવાનનું ટુ વ્હીલર પર આવેલા શખ્સે માથામાં પાછળના ભાગે અને પેટમાં પડખાના ભાગે ઉપરા ઉપરી છરીના ઘા મારી ફરાર થઈ જતાં ગંભીર હાલતમાં યુવાનને વડનગર રિફર કરવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબે યુવાનને મૃત ઘોષિત કરતાં પોલીસે સીસીટીવી ફૂટેજને આધારે હત્યારાની શોધખોળ શરૂ કરી હતી.

Banaskantha: દિયોદરમાં જૂની અદાવતમાં 10થી 12 શખ્સોએ યુવક પર કર્યો હુમલો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • મેળઆમાં યુવક પર હુમલો થતાં દોડધામ મચી
  • જૂની અદાવત રાખી 10થી 12 શખ્સોએ કર્યો હુમલો
  • ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે ખસેડાયો

બનાસકાંઠાના દિયોદરમાં મારામારીની ઘટના સામે આવી છે. દિયોદરના ઓગડજીના મેળઆમાં જૂની અદાવત રાખી યુવાન પર હીચકારો હુમલો કરવામાં આવ્યો છે. મેળઆમાં યુવાન પર હુમલો થતાં દોડધામ મચી ગઈ હતી.

ઈજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે દિયોદરની રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો

તેરવાડા અને ઓગડપુરા ગામના ઈસમોના ટોળાએ યુવાન પર હુમલો કર્યો હોવાની લોકો ચર્ચા કરી રહ્યા છે. જૂની અદાવત રાખીને 10થી 12 લોકોએ તિક્ષ્ણ હથિયારો વડે હુમલો કરતા યુવાનના માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને ઈજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે દિયોદરની રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો પણ યુવાનને માથાના ભાગે વધુ ગંભીર ઈજાઓ થઈ હોવાના કારણે વધુ સારવાર અર્થે પાટણના ધારપુર ખાતે ખસેડવામાં આવ્યો છે.

અમદાવાદના સરદાર નગરમાં જૂની અદાવતમાં યુવકની કરાઈ હત્યા

લગભગ 15 દિવસ પહેલા જ અમદાવાદના સરદાર નગરમાં જૂની અદાવતના કારણે એક યુવકની હત્યા કરવામાં આવી હતી. આ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. શહેરના સરદારનગર વિસ્તારમાં જૂની અદાવતમાં પ્રિન્સ વાઘેલા નામના યુવકની હત્યા કરવામાં આવી હતી. 13 જુલાઈએ પ્રિન્સ વાઘેલા તેના ઘરેથી તેની નાનીના ઘરે જવા માટે નીકળ્યો હતો, આ સમય દરમ્યાન 4 આરોપીઓએ યુવકનેને રસ્તામાં જ અટકાવીને તેના પર છરી તેમજ પાઈપ વડે હુમલો કરીને તેને ગંભીર રીતે ઈજાગ્રસ્ત કરી દીધો હતો. ત્યારબાદ પ્રિન્સને વધુ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જો કે કમનસીબે સારવાર દરમ્યાન તેનું મોત થયુ હતુ.

ખેરાલુમાં અજાણ્યા શખ્સે કેબલ ઓપરેટરની હત્યા કરી દેતા ચકચાર

થોડા દિવસ પહેલા જ ખેરાલુ શહેરમાં રહેતા અને વીમા એજન્ટની સાથે કેબલ ઓપરેટરનો વ્યવસાય કરતા એક યુવાનનું ટુ વ્હીલર પર આવેલા શખ્સે માથામાં પાછળના ભાગે અને પેટમાં પડખાના ભાગે ઉપરા ઉપરી છરીના ઘા મારી ફરાર થઈ જતાં ગંભીર હાલતમાં યુવાનને વડનગર રિફર કરવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબે યુવાનને મૃત ઘોષિત કરતાં પોલીસે સીસીટીવી ફૂટેજને આધારે હત્યારાની શોધખોળ શરૂ કરી હતી.