'આકરી' અગિયારસ : શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા, સુરણ તો 250 રૂપિયે કિલો વેચાયું

Vadodara News : વડોદરામાં છેલ્લા એક અઠવાડિયાથી શાકભાજીના ભાવમાં ઉતરોતર વધારો થઈ રહ્યો છે ત્યારે આજે અગિયારસ હોવાને કારણે સૂરણ બટાટા વગેરેના ભાવ પણ ખૂબ જ વધી ગયા હતા. જ્યારે સૂરણ તો બજારમાં જોવામાં જ આવતું ન હતુ.આજે દેવ પોઢી અગિયારસના પ્રસંગે બહોળી સંખ્યામાં લોકો ધાર્મિકતાને ધ્યાનમાં લઇ ઉપવાસ કરતા હોય છે. આજના દિવસે ફરાળ કરવાનું વિશેષ મહત્વ હોય છે. ખાસ કરીને વૈષ્ણવ લોકો મોટી સંખ્યામાં હવેલી ખાતે અગિયારસની ઉજવણી કરતા હોય છે. આજે મોટી અગિયારસના પગલે ફરારની ખાદ્ય વસ્તુઓના ભાવ આસમાને પહોંચી ગયા છે. વાત કરીએ તો ખાસ કરીને બટાકા અને સૂરણના ભાવ ખૂબ વધી ગયા છે. બટાકાના ભાવ રૂપિયા 60ને વટાવી ગયા છે. તો સૂરણના ભાવ રૂપિયા અઢીસો પ્રતિ કિલોએ પહોંચી ગયા છે. તો કેટલાક સ્થાનિક બજારમાં તો સૂરણ આજે જોવા પણ મળ્યું નથી. તેવી જ રીતે, કેળા સહિતના ફળના ભાવ પણ વધવા માંડ્યા છે. વિવિધ ફૂલ બજારમાં ફુલ મોંઘા થઈ ગયા છે. છૂટક ફુલ ભક્તોને ખૂબ મોંઘા પડી રહ્યા છે. આજના પ્રસંગે શહેરની વિવિધ ફરસાણની દુકાન ખાતે ફરાળી વસ્તુ લેવા લોકોની ભીડ જોવા મળી રહી છે.

'આકરી' અગિયારસ : શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા, સુરણ તો 250 રૂપિયે કિલો વેચાયું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Vadodara News : વડોદરામાં છેલ્લા એક અઠવાડિયાથી શાકભાજીના ભાવમાં ઉતરોતર વધારો થઈ રહ્યો છે ત્યારે આજે અગિયારસ હોવાને કારણે સૂરણ બટાટા વગેરેના ભાવ પણ ખૂબ જ વધી ગયા હતા. જ્યારે સૂરણ તો બજારમાં જોવામાં જ આવતું ન હતુ.

આજે દેવ પોઢી અગિયારસના પ્રસંગે બહોળી સંખ્યામાં લોકો ધાર્મિકતાને ધ્યાનમાં લઇ ઉપવાસ કરતા હોય છે. આજના દિવસે ફરાળ કરવાનું વિશેષ મહત્વ હોય છે. ખાસ કરીને વૈષ્ણવ લોકો મોટી સંખ્યામાં હવેલી ખાતે અગિયારસની ઉજવણી કરતા હોય છે. આજે મોટી અગિયારસના પગલે ફરારની ખાદ્ય વસ્તુઓના ભાવ આસમાને પહોંચી ગયા છે.

વાત કરીએ તો ખાસ કરીને બટાકા અને સૂરણના ભાવ ખૂબ વધી ગયા છે. બટાકાના ભાવ રૂપિયા 60ને વટાવી ગયા છે. તો સૂરણના ભાવ રૂપિયા અઢીસો પ્રતિ કિલોએ પહોંચી ગયા છે. તો કેટલાક સ્થાનિક બજારમાં તો સૂરણ આજે જોવા પણ મળ્યું નથી. તેવી જ રીતે, કેળા સહિતના ફળના ભાવ પણ વધવા માંડ્યા છે. વિવિધ ફૂલ બજારમાં ફુલ મોંઘા થઈ ગયા છે. છૂટક ફુલ ભક્તોને ખૂબ મોંઘા પડી રહ્યા છે. આજના પ્રસંગે શહેરની વિવિધ ફરસાણની દુકાન ખાતે ફરાળી વસ્તુ લેવા લોકોની ભીડ જોવા મળી રહી છે.