Gujaratની જીવા દોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં
નર્મદા ડેમની જળ સપાટી 137.12 મીટરે પહોંચી છે. જેમાં સરદાર સરોવર નર્મદા ડેમ હવે 1.56 મીટર ખાલી છે. તેમજ ડેમમાં 43871 ક્યુસેક પાણીની આવક થઇ છે. ડેમનો એક ગેટ ખોલી 10000 ક્યુસેક પાણી છોડાયુ છે. આજે ડેમ પર પાણીની આવક 43871 છે. તેમાં ડેમનો એક ગેટ ખોલી દશ હજાર ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. તથા રીવર બેડ પાવર ચાલતા તેમાંથી 42000 થાય છે એટલે નદીમાં કુલ 52000 પાણી જઈ રહ્યું છે. ડેમ હવે તેની મહત્તમ સપાટી સુધી પહોંચવામાં માત્ર 1.56 મીટર જ દૂર છે ગુજરાતની જીવા દોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ તેની મહત્તમ સપાટી સુધી પહોંચવામાં માત્ર 1.56 મીટર દૂર છે. ગુજરાતની જીવા દોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની વિપુલ માત્રામાં આવકના પગલે ડેમની જળ સપાટીમાં ઉત્તરોઉત્તર વધારો નોંધાયો હતો. જોકે હવે ઉપરવાસમાંથી પાણીની આવક ઘટી છે. ડેમના ઉપરવાસમાંથી 75,438 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે જેના પગલે નર્મદા ડેમની જળ સપાટી 137.12 મીટર પર પહોંચી છે. નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે ત્યારે ડેમ હવે તેની મહત્તમ સપાટી સુધી પહોંચવામાં માત્ર 1.56 મીટર જ દૂર છે. નર્મદા ડેમનો માત્ર એક જ દરવાજો ખુલ્લો છે આ તરફ નર્મદા ડેમમાંથી નદીમાં 74,930 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. નર્મદા ડેમનો માત્ર એક જ દરવાજો ખુલ્લો છે. તો આ તરફ ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટી 10.49 ફૂટની સામાન્ય સપાટીએ સ્થિર થઈ છે. ત્યારે વરસાદી સિસ્ટમ સક્રિય થતા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ રહેશે. જ્યારે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં સામાન્ય વરસાદ રહેશે. હવામાન વિભાગની આગાહીમાં આગામી 4 દિવસ અમુક જિલ્લાઓમાં હળવાથી મધ્ય વરસાદની ગુજરાતમાં આગાહી છે. સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ રહેશે. કચ્છમાં આવનારા 7 દિવસમાં સુકું વાતાવરણ રહેશે. ગુજરાત રીજિયનમાં 1107mm વરસાદ નોંધાયો છે. એક જૂનથી અત્યાર સુધી 27% વધુ વરસાદ રાજ્યમાં નોંધાયો છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં 73 ટકા વરસાદ વધારે નોંધાયો છે, અમદાવાદ અને ગાંધીનગરમાં આજે અને કાલે હળવો વરસાદ આવી શકે છે. આજના દિવસે 34 ડિગ્રી તાપમાન અમદાવાદ અને ગાંધીનગરમાં રહેશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
નર્મદા ડેમની જળ સપાટી 137.12 મીટરે પહોંચી છે. જેમાં સરદાર સરોવર નર્મદા ડેમ હવે 1.56 મીટર ખાલી છે. તેમજ ડેમમાં 43871 ક્યુસેક પાણીની આવક થઇ છે. ડેમનો એક ગેટ ખોલી 10000 ક્યુસેક પાણી છોડાયુ છે. આજે ડેમ પર પાણીની આવક 43871 છે. તેમાં ડેમનો એક ગેટ ખોલી દશ હજાર ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. તથા રીવર બેડ પાવર ચાલતા તેમાંથી 42000 થાય છે એટલે નદીમાં કુલ 52000 પાણી જઈ રહ્યું છે.
ડેમ હવે તેની મહત્તમ સપાટી સુધી પહોંચવામાં માત્ર 1.56 મીટર જ દૂર છે
ગુજરાતની જીવા દોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ તેની મહત્તમ સપાટી સુધી પહોંચવામાં માત્ર 1.56 મીટર દૂર છે. ગુજરાતની જીવા દોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની વિપુલ માત્રામાં આવકના પગલે ડેમની જળ સપાટીમાં ઉત્તરોઉત્તર વધારો નોંધાયો હતો. જોકે હવે ઉપરવાસમાંથી પાણીની આવક ઘટી છે. ડેમના ઉપરવાસમાંથી 75,438 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે જેના પગલે નર્મદા ડેમની જળ સપાટી 137.12 મીટર પર પહોંચી છે. નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે ત્યારે ડેમ હવે તેની મહત્તમ સપાટી સુધી પહોંચવામાં માત્ર 1.56 મીટર જ દૂર છે.
નર્મદા ડેમનો માત્ર એક જ દરવાજો ખુલ્લો છે
આ તરફ નર્મદા ડેમમાંથી નદીમાં 74,930 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. નર્મદા ડેમનો માત્ર એક જ દરવાજો ખુલ્લો છે. તો આ તરફ ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટી 10.49 ફૂટની સામાન્ય સપાટીએ સ્થિર થઈ છે. ત્યારે વરસાદી સિસ્ટમ સક્રિય થતા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ રહેશે. જ્યારે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં સામાન્ય વરસાદ રહેશે. હવામાન વિભાગની આગાહીમાં આગામી 4 દિવસ અમુક જિલ્લાઓમાં હળવાથી મધ્ય વરસાદની ગુજરાતમાં આગાહી છે. સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ રહેશે. કચ્છમાં આવનારા 7 દિવસમાં સુકું વાતાવરણ રહેશે. ગુજરાત રીજિયનમાં 1107mm વરસાદ નોંધાયો છે. એક જૂનથી અત્યાર સુધી 27% વધુ વરસાદ રાજ્યમાં નોંધાયો છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં 73 ટકા વરસાદ વધારે નોંધાયો છે, અમદાવાદ અને ગાંધીનગરમાં આજે અને કાલે હળવો વરસાદ આવી શકે છે. આજના દિવસે 34 ડિગ્રી તાપમાન અમદાવાદ અને ગાંધીનગરમાં રહેશે.