Botadમાં વિદ્યુતથી ચાલતા વાહનોના વેચાણને લઈ અધિક જિલ્લા કલેકટરે બહાર પાડયું જાહેરનામું
બોટાદ જિલ્લા વિસ્તારમાં નવી તથા જુની સાયકલ, સ્કુટર તથા મોટર સાયકલ જેવા ટુ વ્હીલર વેચનારા તથા તે અંગેની દુકાનો ધરાવનારા માલિકો, મેનેજરો, સંચાલકો, એજન્ટોએ જ્યારે નવી તેમજ જુની સાયકલ બોટાદ જિલ્લા વિસ્તારમાં નવી તથા જુની સાયકલ સ્કુટર તથા મોટર સાયકલ જેવા બીજા ટુ વ્હીલર વાહનો વેંચવામાં આવે કે ખરીદવામાં આવે ત્યારે કેટલીક સુચનાઓનું અવશ્ય પાલન કરવાં અંગે બોટાદના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ પી. એલ. ઝણકાતે પોતાને મળેલી સત્તાની રૂએ જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે.આ જાહેરનામું તા.૨૧-૧-૨૫ સુધી અમલમાં રહેશે. જાણો શું રહેશે નિયમ ઉક્ત જાહેરનામામાં જણાવ્યા પ્રમાણે સાયકલ, સ્કુટર અને મોટર સાયકલ જેવા બીજા ટુ વ્હીલર વાહનો ખરીદનારાને અવશ્ય બિલ આપવું અને તેની સ્થળપ્રત કબ્જામાં રાખવી, ખરીદનાર ગ્રાહકનું ડ્રાઈવીંગ લાયસન્સ, પાન કાર્ડ, આધારકાર્ડ, ઈલેકશનકાર્ડ, રેશનકાર્ડ કે નોકરી કરતા હોય તો ત્યાંનું ઓળખપત્ર કે શૈક્ષણિક સંસ્થાનું પ્રમાણપત્ર કે સ્થાનિક અગ્રણીઓ જેવા કે નગરપાલિકા કોર્પોરેટર ધારાસભ્ય, સંસદસભ્ય કોઈપણ ખાતાના રાજ્યપત્રિત અધિકારી તરફથી મેળવેલ ઓળખપત્ર/ પ્રમાણપત્ર પૈકી કોઈપણ એક પુરાવો ઓળખ માટે ગ્રાહક પાસેથી આવી સાયકલ, સ્કુટર કે મોટર સાયકલ જેવા બીજા ટુ વ્હીલર વાહનો વેચાણ કર્તાએ મેળવવાનો રહેશે. ભંગ કરશો નિયમો તો શિક્ષા થશે તેવી જ રીતે, બીલમાં ખરીદદારનું પુરુ નામ, સરનામું સંપર્ક માટે ટેલિફોન, મોબાઈલ નંબર લખવો, વેચાણ બીલમાં સાયકલ સ્કુટર કે મોટર સાયકલ જેવા બીજા ટુ-વ્હીલર વાહનનો ફ્રેમ નંબર, ચેસીસ નંબર, એન્જીન નંબર અવશ્ય લખવો.સાયકલ સ્કુટર કે મોટર સાયકલ જેવા બીજા ટુ વ્હીલર વાહનો વેચાણકર્તાએ કોઈપણ પોલીસ અધિકારી તરફથી માંગણી કરવામાં આવે ત્યારે ઉક્ત મુજબની માહિતી/રેકર્ડ ચકાસણી માટે રજુ કરવાનું રહેશે તેમજ વાહન ખરીદનારના નામે વાહન તબદીલ કરવા RTO કચેરી ખાતે જરૂરી ફોર્મમાં અરજી કરી તે અંગેની કાર્યવાહી વાહન વેચનારે વાહન વેચાણના દિન–૧૫માં વાહનની બિનચૂક તબદીલી થાય તે રીતે કરવાનો રહેશે. આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
બોટાદ જિલ્લા વિસ્તારમાં નવી તથા જુની સાયકલ, સ્કુટર તથા મોટર સાયકલ જેવા ટુ વ્હીલર વેચનારા તથા તે અંગેની દુકાનો ધરાવનારા માલિકો, મેનેજરો, સંચાલકો, એજન્ટોએ જ્યારે નવી તેમજ જુની સાયકલ બોટાદ જિલ્લા વિસ્તારમાં નવી તથા જુની સાયકલ સ્કુટર તથા મોટર સાયકલ જેવા બીજા ટુ વ્હીલર વાહનો વેંચવામાં આવે કે ખરીદવામાં આવે ત્યારે કેટલીક સુચનાઓનું અવશ્ય પાલન કરવાં અંગે બોટાદના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ પી. એલ. ઝણકાતે પોતાને મળેલી સત્તાની રૂએ જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે.આ જાહેરનામું તા.૨૧-૧-૨૫ સુધી અમલમાં રહેશે.
જાણો શું રહેશે નિયમ
ઉક્ત જાહેરનામામાં જણાવ્યા પ્રમાણે સાયકલ, સ્કુટર અને મોટર સાયકલ જેવા બીજા ટુ વ્હીલર વાહનો ખરીદનારાને અવશ્ય બિલ આપવું અને તેની સ્થળપ્રત કબ્જામાં રાખવી, ખરીદનાર ગ્રાહકનું ડ્રાઈવીંગ લાયસન્સ, પાન કાર્ડ, આધારકાર્ડ, ઈલેકશનકાર્ડ, રેશનકાર્ડ કે નોકરી કરતા હોય તો ત્યાંનું ઓળખપત્ર કે શૈક્ષણિક સંસ્થાનું પ્રમાણપત્ર કે સ્થાનિક અગ્રણીઓ જેવા કે નગરપાલિકા કોર્પોરેટર ધારાસભ્ય, સંસદસભ્ય કોઈપણ ખાતાના રાજ્યપત્રિત અધિકારી તરફથી મેળવેલ ઓળખપત્ર/ પ્રમાણપત્ર પૈકી કોઈપણ એક પુરાવો ઓળખ માટે ગ્રાહક પાસેથી આવી સાયકલ, સ્કુટર કે મોટર સાયકલ જેવા બીજા ટુ વ્હીલર વાહનો વેચાણ કર્તાએ મેળવવાનો રહેશે.
ભંગ કરશો નિયમો તો શિક્ષા થશે
તેવી જ રીતે, બીલમાં ખરીદદારનું પુરુ નામ, સરનામું સંપર્ક માટે ટેલિફોન, મોબાઈલ નંબર લખવો, વેચાણ બીલમાં સાયકલ સ્કુટર કે મોટર સાયકલ જેવા બીજા ટુ-વ્હીલર વાહનનો ફ્રેમ નંબર, ચેસીસ નંબર, એન્જીન નંબર અવશ્ય લખવો.સાયકલ સ્કુટર કે મોટર સાયકલ જેવા બીજા ટુ વ્હીલર વાહનો વેચાણકર્તાએ કોઈપણ પોલીસ અધિકારી તરફથી માંગણી કરવામાં આવે ત્યારે ઉક્ત મુજબની માહિતી/રેકર્ડ ચકાસણી માટે રજુ કરવાનું રહેશે તેમજ વાહન ખરીદનારના નામે વાહન તબદીલ કરવા RTO કચેરી ખાતે જરૂરી ફોર્મમાં અરજી કરી તે અંગેની કાર્યવાહી વાહન વેચનારે વાહન વેચાણના દિન–૧૫માં વાહનની બિનચૂક તબદીલી થાય તે રીતે કરવાનો રહેશે. આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.