વિવાદિત ઓટીટી ફિલ્મ 'મહારાજ' રિલીઝ થશે કે નહી? ગુજરાત હાઇકોર્ટે જોયા બાદ કરશે ફેંસલો

Maharaj Movie Controversy: બોલીવુડના દિગ્ગજ અભિનેતા આમિર ખાનના પુત્ર જુનૈદ ખાન ટૂંક સમયમાં ફિલ્મ ઇંડસ્ટ્રીમાં ડેબ્યૂ કરવાના છે. તેમની પ્રથમ ઓટીટી ફિલ્મ 'મહારાજ' સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ થવાની છે. જોકે ફિલ્મ પહેલાં જ વિવાદોમાં ઘેરાઇ ગઇ છે અને તેને હિંદુ સમુદાયોની ટીકાનો સામનો પણ કરવો પડી રહ્યો છે. રિલીઝ પહેલાં જ ફિલ્મને લઇને વિરોધ થતાં હાલ પુરતી રોક લગાવી દીધી છે. મહારાજની રિલીઝ 20 જૂન સુધી અટકી ગઇ છે. ગુજરાત હાઇકોર્ટ આજે એટલે ગુરૂવારે (20 જૂન) ના રોજ આ ફિલ્મ જોયા બાદ તેના પર નિર્ણય લેશે. યશરાજ ફિલ્મ્સ ગુજરાત હાઇ કોર્ટને આજે ફિલ્મની લિંક મોકલશે. વૈષ્ણવ સમુદાયનું અપમાન કરવાનો આરોપ લગાવતાં રિલીઝને હાઇકોર્ટમાં પડકાર ફેંકવામાં આવ્યો છે. અરજદાર શૈલેષ પટવારીનું કહેવું છે કે તેના દ્વારા સનાતન ધર્મને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તેના લીધે ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચવાનો અને સમાજમાં હિંસા ફેલવાનો ડર છે. શું છે વિવાદબ્રાહ્મણ સમુદાય અને વૈષ્ણવ સંપ્રદાયના લોકોએ ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે તેમાં સનાતન ધર્મ અને હિંદુ દેવી-દેવતાઓ વિરૂદ્ધ ઝેર ઓંકવામાં આવ્યું છે. ફિલ્મ નિર્માતાઓને ચેતાવણી આપવામાં આવી છે કે જો ફિલ્મ પર પ્રતિબંધ લગાવવામાં નહી આવે તો દેશભરમાં હિંસક આંદોલન કરવામાં આવશે. વિરોધ કરી રહેલા લોકોના અનુસાર ફિલ્મમાં સનાતન ધર્મ, શ્રીવલ્લાભાચાર્યજી અને ભગવાન શ્રીકૃષ્ણ વિરૂદ્ધ ઘણા સીન બતાવવામાં આવ્યા છે. 'મહારાજ' ફિલ્મ 1862 કેસ પર આધારિતજુનૈદ ખાન અને જયદીપ અહલાવત અભિની ફિલ્મ મહારાજ 1862 ના મહારાજ માનહાનિ કેસની સત્ય ઘટનાથી પ્રેરિત છે. જેને ભારતની સૌથી મહત્વપૂર્ણ કાયદાકીય લડાઇઓમાંથી એક ગણવામાં આવે છે. જુનૈદ ખાન પત્રકાર અને સમાજ સુધારક કરસનદાસ મૂળજીની ભૂમિકા ભજવી રહ્યા છે. અહલાવત વલ્લભાચર્ય સંપ્રદાયના પ્રમુખોમાંથી એક જદુનાથજી બૃજરતનજી મહારાજની ભૂમિકા ભજવશે. આ કેસ ધાર્મિક નેતા બૃજરતનજી મહારાજના કથિત જાતીય દુરાચારને ઉજાગર કરવા માટે વાસ્તવિક જીવનના પત્રકાર કરસનદાસ મૂળજી વચ્ચે લડાઇ લડવામાં આવી હતી. 'મહારાજ લિબેલ કેસ'- ના નામે ઓળખવામાં આવે છે. હાઇકોર્ટમાં આ મામલે બે દિવસથી સુનાવણી ચાલી રહી છે. બુધવારે અઢી કલાક સુનાવણી ચાલી હતી ત્યારબાદ નેટફ્લિક્સ અને યશરાજ ફિલ્મ્સ તરફથી રજૂ કરવામાં આવેલી દલીલ બાદ ફિલ્મને જોયા બાદ ફેંસલો સંભળાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. 

વિવાદિત ઓટીટી ફિલ્મ 'મહારાજ' રિલીઝ થશે કે નહી? ગુજરાત હાઇકોર્ટે જોયા બાદ કરશે ફેંસલો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Maharaj Movie Poster
Maharaj Movie Controversy: બોલીવુડના દિગ્ગજ અભિનેતા આમિર ખાનના પુત્ર જુનૈદ ખાન ટૂંક સમયમાં ફિલ્મ ઇંડસ્ટ્રીમાં ડેબ્યૂ કરવાના છે. તેમની પ્રથમ ઓટીટી ફિલ્મ 'મહારાજ' સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ થવાની છે. જોકે ફિલ્મ પહેલાં જ વિવાદોમાં ઘેરાઇ ગઇ છે અને તેને હિંદુ સમુદાયોની ટીકાનો સામનો પણ કરવો પડી રહ્યો છે. રિલીઝ પહેલાં જ ફિલ્મને લઇને વિરોધ થતાં હાલ પુરતી રોક લગાવી દીધી છે. મહારાજની રિલીઝ 20 જૂન સુધી અટકી ગઇ છે. 

ગુજરાત હાઇકોર્ટ આજે એટલે ગુરૂવારે (20 જૂન) ના રોજ આ ફિલ્મ જોયા બાદ તેના પર નિર્ણય લેશે. યશરાજ ફિલ્મ્સ ગુજરાત હાઇ કોર્ટને આજે ફિલ્મની લિંક મોકલશે. વૈષ્ણવ સમુદાયનું અપમાન કરવાનો આરોપ લગાવતાં રિલીઝને હાઇકોર્ટમાં પડકાર ફેંકવામાં આવ્યો છે. અરજદાર શૈલેષ પટવારીનું કહેવું છે કે તેના દ્વારા સનાતન ધર્મને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તેના લીધે ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચવાનો અને સમાજમાં હિંસા ફેલવાનો ડર છે. 

શું છે વિવાદ

બ્રાહ્મણ સમુદાય અને વૈષ્ણવ સંપ્રદાયના લોકોએ ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે તેમાં સનાતન ધર્મ અને હિંદુ દેવી-દેવતાઓ વિરૂદ્ધ ઝેર ઓંકવામાં આવ્યું છે. ફિલ્મ નિર્માતાઓને ચેતાવણી આપવામાં આવી છે કે જો ફિલ્મ પર પ્રતિબંધ લગાવવામાં નહી આવે તો દેશભરમાં હિંસક આંદોલન કરવામાં આવશે. વિરોધ કરી રહેલા લોકોના અનુસાર ફિલ્મમાં સનાતન ધર્મ, શ્રીવલ્લાભાચાર્યજી અને ભગવાન શ્રીકૃષ્ણ વિરૂદ્ધ ઘણા સીન બતાવવામાં આવ્યા છે. 

'મહારાજ' ફિલ્મ 1862 કેસ પર આધારિત

જુનૈદ ખાન અને જયદીપ અહલાવત અભિની ફિલ્મ મહારાજ 1862 ના મહારાજ માનહાનિ કેસની સત્ય ઘટનાથી પ્રેરિત છે. જેને ભારતની સૌથી મહત્વપૂર્ણ કાયદાકીય લડાઇઓમાંથી એક ગણવામાં આવે છે. જુનૈદ ખાન પત્રકાર અને સમાજ સુધારક કરસનદાસ મૂળજીની ભૂમિકા ભજવી રહ્યા છે. અહલાવત વલ્લભાચર્ય સંપ્રદાયના પ્રમુખોમાંથી એક જદુનાથજી બૃજરતનજી મહારાજની ભૂમિકા ભજવશે. આ કેસ ધાર્મિક નેતા બૃજરતનજી મહારાજના કથિત જાતીય દુરાચારને ઉજાગર કરવા માટે વાસ્તવિક જીવનના પત્રકાર કરસનદાસ મૂળજી વચ્ચે લડાઇ લડવામાં આવી હતી. 'મહારાજ લિબેલ કેસ'- ના નામે ઓળખવામાં આવે છે. 

હાઇકોર્ટમાં આ મામલે બે દિવસથી સુનાવણી ચાલી રહી છે. બુધવારે અઢી કલાક સુનાવણી ચાલી હતી ત્યારબાદ નેટફ્લિક્સ અને યશરાજ ફિલ્મ્સ તરફથી રજૂ કરવામાં આવેલી દલીલ બાદ ફિલ્મને જોયા બાદ ફેંસલો સંભળાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.