રોયલ્ટી વગર ગેરકાયદે ખનીજનું વહન કરતી 12 ટ્રકો ડીટેઈન કરાઈ

ઓવરલોડ ટ્રકો ઉપર ભરૂચ ભૂસ્તર વિભાગની લાલ આંખરૂા.2.10 કરોડ જેટલો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો વારંવાર આ રીતની રેડ કરવામાં આવતા ઘણી ગેરરિતી અટકી ગઈ ભરૂચ જિલ્લાના ભૂસ્તર વિભાગ દ્વારા ઓવરલોડ ફરતી ટ્રકો સામે લાલઆંખ કરવામાં આવી હતી જેના પગલે ઓવરલોડ રેતી તેમજ અન્ય ચીજવસ્તુઓનું વહન કરતા ટ્રકોના માલિકો અને ડ્રાઈવરોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. ભરૂચ ભૂસ્તર શાખા દ્વારા વારંવાર આ રીતની રેડ કરવામાં આવતા ઘણી ગેરરિતી અટકી ગઈ છે. ભરૂચ જિલ્લાના ટ્રક એસોસીએશનની જિલ્લાના રાજપારડી, ઝઘડીયા રોડ ખાતે ઓવરલોડ ટ્રકો ચાલતી હોવાની ફરિયાદ ઉભી થઈ હતી. આ ફરિયાદના નિકાલ માટે તપાસ કરવામાં આવી હતી. ખૂદ ભરૂચ જિલ્લાના ભૂસ્તરશાસ્ત્રી નરેશ એમ.જાનીની તપાસ ટીમ દ્વારા તાજેતરમાં તા.9-5-24ના રોજ રાત્રિના સમયે આકસ્મિક તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમ્યાન ગેરકાયદેસર અને બિનઅધિકૃત રીતે ઓવરલોડ માલસામાન વહન કરતી ટ્રકો ઝડપાઈ હતી. જે અંગેની વિગત જોતા ઈન્ડોર-ઉમલ્લા રોડ, તા. ઝઘડીયા, જી.ભરૂચ ખાતે કુલ 12 ટ્રકો ખનીજની રોયેલ્ટી પાસ વગર બિનઅધિકૃત રીતે વહન કરતી જણાઈ હતી તેમની અટક કરી કુલ રૂા.2.10 કરોડનો મુદ્દામાલ સીઝ કરી ઉમલ્લા પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવ્યો છે અને આગળ ઉપરાંતની કાયદેસરની કાર્યવાહી કરાઇ રહી છે. કેટલાય કૉન્ટ્રાકટરો ભૂર્ગભમાં ચાલ્યાં ગચા ભરૂચ જિલ્લાન ખાણ ખનીજ ખાતા દ્વારા કડક રિતિનિતિના અમલના કારણે ગેરકાયદેસર ખનીજ વહન કરતા વાહન ચાલકોની દુનિયામાં ખળભળાટ મચી ગયો છે ત્યારે કઈ કેટલાય કોન્ટ્રાકટરો ભૂર્ગભમાં જતા રહ્યા હોવાનું જાણવા મળી રહ્યુ છે. એટલુ જ નહી પરંતુ તાજેતરમાં મળતી માહિતી મુજબ ખનીજનું વહન કરતા કોન્ટ્રાકટરોએ તેમના વાહન ચાલકોની મિટીંગનું આયોજન કર્યુ હતુ અને તાકિદ કરી હતી કે, દરેકે વાહનના પેપર્સ કમ્પલીટ રાખવા તેમજ કાયદેસર મુજબનું જ માલસામાનનું વહન કરવુ. આ અસર થતા આવનારા દિવસોમાં ભરૂચ પંથક અને આજુબાજુના જિલ્લાઓમાં ગેરકાયદેસર ખનીજ ચોરીનું દુષણ અટકે તેવી સંભાવના છે.

રોયલ્ટી વગર ગેરકાયદે ખનીજનું વહન કરતી 12 ટ્રકો ડીટેઈન કરાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ઓવરલોડ ટ્રકો ઉપર ભરૂચ ભૂસ્તર વિભાગની લાલ આંખ
  • રૂા.2.10 કરોડ જેટલો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો
  • વારંવાર આ રીતની રેડ કરવામાં આવતા ઘણી ગેરરિતી અટકી ગઈ

ભરૂચ જિલ્લાના ભૂસ્તર વિભાગ દ્વારા ઓવરલોડ ફરતી ટ્રકો સામે લાલઆંખ કરવામાં આવી હતી જેના પગલે ઓવરલોડ રેતી તેમજ અન્ય ચીજવસ્તુઓનું વહન કરતા ટ્રકોના માલિકો અને ડ્રાઈવરોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. ભરૂચ ભૂસ્તર શાખા દ્વારા વારંવાર આ રીતની રેડ કરવામાં આવતા ઘણી ગેરરિતી અટકી ગઈ છે.

ભરૂચ જિલ્લાના ટ્રક એસોસીએશનની જિલ્લાના રાજપારડી, ઝઘડીયા રોડ ખાતે ઓવરલોડ ટ્રકો ચાલતી હોવાની ફરિયાદ ઉભી થઈ હતી. આ ફરિયાદના નિકાલ માટે તપાસ કરવામાં આવી હતી. ખૂદ ભરૂચ જિલ્લાના ભૂસ્તરશાસ્ત્રી નરેશ એમ.જાનીની તપાસ ટીમ દ્વારા તાજેતરમાં તા.9-5-24ના રોજ રાત્રિના સમયે આકસ્મિક તપાસ કરવામાં આવી હતી.

તપાસ દરમ્યાન ગેરકાયદેસર અને બિનઅધિકૃત રીતે ઓવરલોડ માલસામાન વહન કરતી ટ્રકો ઝડપાઈ હતી. જે અંગેની વિગત જોતા ઈન્ડોર-ઉમલ્લા રોડ, તા. ઝઘડીયા, જી.ભરૂચ ખાતે કુલ 12 ટ્રકો ખનીજની રોયેલ્ટી પાસ વગર બિનઅધિકૃત રીતે વહન કરતી જણાઈ હતી તેમની અટક કરી કુલ રૂા.2.10 કરોડનો મુદ્દામાલ સીઝ કરી ઉમલ્લા પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવ્યો છે અને આગળ ઉપરાંતની કાયદેસરની કાર્યવાહી કરાઇ રહી છે.

કેટલાય કૉન્ટ્રાકટરો ભૂર્ગભમાં ચાલ્યાં ગચા

ભરૂચ જિલ્લાન ખાણ ખનીજ ખાતા દ્વારા કડક રિતિનિતિના અમલના કારણે ગેરકાયદેસર ખનીજ વહન કરતા વાહન ચાલકોની દુનિયામાં ખળભળાટ મચી ગયો છે ત્યારે કઈ કેટલાય કોન્ટ્રાકટરો ભૂર્ગભમાં જતા રહ્યા હોવાનું જાણવા મળી રહ્યુ છે. એટલુ જ નહી પરંતુ તાજેતરમાં મળતી માહિતી મુજબ ખનીજનું વહન કરતા કોન્ટ્રાકટરોએ તેમના વાહન ચાલકોની મિટીંગનું આયોજન કર્યુ હતુ અને તાકિદ કરી હતી કે, દરેકે વાહનના પેપર્સ કમ્પલીટ રાખવા તેમજ કાયદેસર મુજબનું જ માલસામાનનું વહન કરવુ. આ અસર થતા આવનારા દિવસોમાં ભરૂચ પંથક અને આજુબાજુના જિલ્લાઓમાં ગેરકાયદેસર ખનીજ ચોરીનું દુષણ અટકે તેવી સંભાવના છે.