રાજ્યમાં ફોરેસ્ટની ભરતીમાં પણ છબરડાંનો આક્ષેપ, CBRT પદ્ધતિ નાબુદ કરવા ઉમેદવારોની માંગ

Forest Recruitment : છેલ્લા કેટલાક સમયથી રાજ્ય સરકાર દ્વારા યોજાતી પરીક્ષા-ભરતીઓ છબરડાં અને કૌભાંડોના કારણે હંમેશા ચર્ચા રહે છે. એમાં પણ ખાસ કરીને ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ભરતી માટે યોજાતી પરીક્ષાઓ કોઇને કોઇ વિવાદના લીધે વિવાદમાં સપડાઈ જાય છે. તાજેતરમાં ફોરેસ્ટ બીટ ગાર્ડની 823 જગ્યા માટે યોજાયેલી પરીક્ષા CBRT (Computer Based Recruitment Test) પદ્ધતિથી યોજાઇ હતી. હવે તેને લઇને પણ વિવાદ શરૂ થયો છે. આજે રાજ્યભરમાંથી ઉમેદવારો ગાંધીનગર ખાતે એકઠા થયા હતા અને CBRT પદ્ધતિને નાબૂદ કરવા અને  ભરતીમાં નોર્મલાઈઝેશન કર્યા બાદ તમામ ઉમેદવારોના માર્કસ જાહેર કરવા માગ કરી હતી. આ ઉમેદવારોએ જિલ્લા પ્રમાણે માર્ક્સ જાહેર કરવાની પણ માંગ કરી હતી. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે પરિણામ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે તેમાં માત્ર નામ જ છે. કોઇપણ પ્રકાર વિગતવાર માહિતી નથી. તે ખોટું કહેવાય. તેને બદલે નોર્મલાઇઝેશન મેથડ પહેલાં કેટલા માર્ક્સ હતા અને નોર્મલાઇઝેશન મેથડ બાદ કેટલા માર્ક ઉમેરવામાં આવ્યા અને કેટલા ઘટાડવામાં આવ્યા તેની વિગતવાર માહિતી કેટગરી પ્રમાણે પ્રસિદ્ધ કરવામાં આવે. આ પણ વાંચો : રાજ્યના પોલીસબેડામાં ખુશીનો માહોલ, 200થી વધુ PSIની PI તરીકે બઢતીનો આદેશઆવેદન સાથે  વિદ્યાર્થીઓના એક પ્રતિનિધિ મંડળે  વિનંતી કરી હતી કે  CBRT પદ્ધતિ દૂર કરવામાં આવે કેમ કે આ પ્રયોગ ખૂબ નિષ્ફળ સાબિત થયો છે, અને આ પદ્ધતિનો ભોગ સૌથી વધારે "મહેનતુ વિદ્યાર્થી" બન્યા છે. જેથી  દરેક ઉમેદવારને સમાન અવસર મળે તે માટે GPSC અને પોલીસ ભરતી બોર્ડની જેમ ઓફલાઈન મોડથી પરીક્ષાનું આયોજન કરવામાં આવે.ફોરેસ્ટ  ઉમેદવારોએ કર્યા આક્ષેપરાજ્યમાં છેલ્લા ઘણા સમયથી ગૌણસેવા દ્વારા,ફોરેસ્ટ, CCE, સબ ઓડિટર, સિનિયર સર્વેયર, પ્લાનિંગ આસિસ્ટન્ટ,  વર્ક આસિસ્ટન્ટ,  મદદનીશ ઈજનેર સિવિલ, ગ્રાફિક ડિઝાઈનર અને ઓછી બેઠકો વાળી વર્ગ 2-3ની ભરતીની પરીક્ષાઓ  CBRT પદ્ધતિ દ્વારા લેવામાં આવે છે. જેમાં હવે ફોરેસ્ટ  ઉમેદવારોએ આક્ષેપ કર્યો છે કે  CBRT પદ્ધતિનો ગુજરાતમાં પહેલીવાર જ્યારે પ્રયોગ કરવામાં આવ્યો તે પહેલા કહેવામાં આવતું હતું કે આ CBRT દ્વારા પરીક્ષા લેતી એજન્સી ખૂબ વિશ્વસનીય, પારદર્શી, પેપર રહિત, ભૂલ રહિત છે, પરંતુ છેલ્લે લેવાયેલીતમામ પરીક્ષાઓમાં ખરી ઉતરી નથી તેને કારણે અનેક છબરડા સામે આવ્યા છે. આ પણ વાંચો : અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદ, આગામી ચાર દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીગૌણ સેવાના અધિકારી અને એજન્સીના માણસો વચ્ચે સંકલનનો અભાવઉમેદવારોના આક્ષેપ મુજબ આ પરીક્ષા પદ્ધતિનું સૌથી મોટું નકારાત્મક પાસું એ છે કે ગુજરાત સરકારની તમામ પરીક્ષાઓ ગુજરાતી ભાષા દ્વારા લેવામાં આવે છે જેથી  પ્રાઇવેટ એજન્સી દ્વારા જે કોન્ટ્રાકટ ધોરણે કામ આપવામાં આવે છે. તેમાં તેને ગુજરાતી ભાષાનો કોઈ અનુભવ જ હોતો નથી.  ગૌણ સેવાના અધિકારી અને એજન્સીના માણસો વચ્ચે સંકલનનો અભાવ હોય છે. જેથી જે પેપર સેટ કરવાનું અને પેપર ચેક કરવા માટેનું જે કામ સોંપવામાં આવે છે તેમાં સૌથી વધુ ભાષાંતરની ભૂલો જોવા મળે છે. ગૂગલ ટ્રાન્સલેશન કે અન્ય કોઈ એપ્લિકેશનનો ઉપયોગ કરી ભાષાંતર કરવામાં આવે છે. જેને કારણે જે ભાવાનુવાદ થવું જોઈએ તે થતું નથી અને અર્થ નો અનર્થ થઈ જાય છે.પ્રશ્નોનું સ્તર જળવાતું નથીઆ પદ્ધતિમાં બીજી મુશ્કેલી એ પણ છે કે એકથી વધારે શિફ્ટમાં જે પેપર લેવામાં આવે છે. તેમાં પ્રશ્નોનું સ્તર જળવાતું નથી, કોઈ પેપર ખૂબ સહેલા નીકળે છે અને કોઈ પેપર ખૂબ અઘરા નીકળે છે. પછી નોર્મલાઇઝેશન મેથડ ઉપયોગ કરી જે મેરીટ યાદી તૈયાર કરવામાં આવે છે. તેમાં ગુણભાર ચોક્કસાઈથી માપી શકાતો નથી અને તુલનાત્મક માપદંડો પણ જાળવતા નથી. જેથી આ નોર્મલાઇઝેશન પદ્ધતિ ખૂબ નુકસાનકારક અને અન્યાય કરતી છે જેથી  CBRT પદ્ધતિ દૂર થવી જોઈએ.દરેક માહિતી કેટેગરી વાઈઝ અને માર્કસવાઇઝ પ્રસિદ્ધ કરવામાં આવેફોરેસ્ટના દરેક ઉમેદવારની માંગણી છે કે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે પરિણામ પ્રસિદ્ધ કરવામાં આવેલા છે. તેમાં ફક્ત નામ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે તેના બદલામાં દરેક ઉમેદવારના નોર્મલાઇઝેશન મેથડ પહેલા વાસ્તવિક માર્કસ કેટલા હતા અને નોર્મલાઇઝેશન મેથડ લાગુ કરવામાં આવ્યા બાદ જે રીતે SSC, CGL, IBPS, RRB, ગુજરાતની પોલીસ ભરતી બોર્ડ તમામ માહિતી સાથ મેરીટ યાદી  પ્રસિદ્ધ કરે કોનાં કેટલા માર્કસ ઉમેરવામાં આવ્યા, કેટલા માર્કસ ઘટાડવામાં આવ્યા તેની દરેક માહિતી કેટેગરીવાઈઝ અને માર્કસવાઇઝ પ્રસિદ્ધ કરવામાં આવે.  ઉમેદવારોનો આક્ષેપ છે કે CBRT પરીક્ષા દરમિયાન અનેકવાર ટેકનિકલ ખામી જોવા મળી છે. જેથી ઉમેદવારને સમયનું નુકસાન થાય, ટેક્નિકલ ખામીને કારણે મોરલ ડાઉન થઈ જવું,  નિરાશ થઈ જતા જવું જેવા કિસ્સાઓ જોવા મળ્યા છે. જેથી નિયત સમયમાં દરેક પ્રશ્નને ન્યાય આપી શકતા નથી. ઉમેદવારોનું માનવું છે કે એક જ પેપર પરીક્ષા જ બધા માટે સમાન તક અમે સમાન અવસર ની હોઈ શકે છે. જો GPSC, પોલીસ ભરતી બોર્ડ જેવી સંસ્થા ઓફલાઇન મોડથી પરીક્ષા લેવાનો આગ્રહ રાખતી હોઈ તો ગૌણસેવા શા માટે ઓફ્લાઇન મોડ થી પરીક્ષા ન લઈ શકે ?Mean Standard Deviation Method : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ હસમુખ પટેલની તારીખ 03 જુલાઇ 2024ની જાહેરાત મુજબ  મંડળ દ્વારા લેવામાં આવતી તાંત્રિક અને બિન-તાંત્રિક સંવર્ગોની સીધી ભરતીની પરીક્ષાઓમાં જે સંવર્ગ માટે પરીક્ષાના ઉમેદવારોની સંખ્યા વધુ હોય ત્યારે તેવા સંવર્ગની પરીક્ષા એક થી વધુ સેશનમાં લેવામાં આવતી હોય છે. જ્યારે એક થી વધુ સેશનમાં પરીક્ષા લેવાય ત્યારે તમામ સેશનમાં પ્રશ્નપત્ર અલગ – અલગ હોય છે. દરેક ઉમેદવારને સમાન તક મળે અને કોઇ અન્યાય ન થાય તે માટે અન્ય ભરતી પરીક્ષાઓમાં સર્વસ્વિકૃત નોર્મલાઇઝેશન પદ્ધતિથી પરિણામ બનાવવામાં આવે છે. મંડળ દ્વારા લેવામાં આવતી એકથી વધુ સેશન વાળી પરીક્ષા માટે નોર્મલાઇઝેશનની Mean Standard Deviation Method (સરેરાશ પ્રમાણભૂત વિચલન પદ્ધતિ) અપનાવવામાં આવેલી છે.

રાજ્યમાં ફોરેસ્ટની ભરતીમાં પણ છબરડાંનો આક્ષેપ, CBRT પદ્ધતિ નાબુદ કરવા ઉમેદવારોની માંગ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Forest Recruitment : છેલ્લા કેટલાક સમયથી રાજ્ય સરકાર દ્વારા યોજાતી પરીક્ષા-ભરતીઓ છબરડાં અને કૌભાંડોના કારણે હંમેશા ચર્ચા રહે છે. એમાં પણ ખાસ કરીને ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ભરતી માટે યોજાતી પરીક્ષાઓ કોઇને કોઇ વિવાદના લીધે વિવાદમાં સપડાઈ જાય છે. તાજેતરમાં ફોરેસ્ટ બીટ ગાર્ડની 823 જગ્યા માટે યોજાયેલી પરીક્ષા CBRT (Computer Based Recruitment Test) પદ્ધતિથી યોજાઇ હતી. હવે તેને લઇને પણ વિવાદ શરૂ થયો છે. આજે રાજ્યભરમાંથી ઉમેદવારો ગાંધીનગર ખાતે એકઠા થયા હતા અને CBRT પદ્ધતિને નાબૂદ કરવા અને  ભરતીમાં નોર્મલાઈઝેશન કર્યા બાદ તમામ ઉમેદવારોના માર્કસ જાહેર કરવા માગ કરી હતી. આ ઉમેદવારોએ જિલ્લા પ્રમાણે માર્ક્સ જાહેર કરવાની પણ માંગ કરી હતી. 

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે પરિણામ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે તેમાં માત્ર નામ જ છે. કોઇપણ પ્રકાર વિગતવાર માહિતી નથી. તે ખોટું કહેવાય. તેને બદલે નોર્મલાઇઝેશન મેથડ પહેલાં કેટલા માર્ક્સ હતા અને નોર્મલાઇઝેશન મેથડ બાદ કેટલા માર્ક ઉમેરવામાં આવ્યા અને કેટલા ઘટાડવામાં આવ્યા તેની વિગતવાર માહિતી કેટગરી પ્રમાણે પ્રસિદ્ધ કરવામાં આવે. 

આ પણ વાંચો : રાજ્યના પોલીસબેડામાં ખુશીનો માહોલ, 200થી વધુ PSIની PI તરીકે બઢતીનો આદેશ

આવેદન સાથે  વિદ્યાર્થીઓના એક પ્રતિનિધિ મંડળે  વિનંતી કરી હતી કે  CBRT પદ્ધતિ દૂર કરવામાં આવે કેમ કે આ પ્રયોગ ખૂબ નિષ્ફળ સાબિત થયો છે, અને આ પદ્ધતિનો ભોગ સૌથી વધારે "મહેનતુ વિદ્યાર્થી" બન્યા છે. જેથી  દરેક ઉમેદવારને સમાન અવસર મળે તે માટે GPSC અને પોલીસ ભરતી બોર્ડની જેમ ઓફલાઈન મોડથી પરીક્ષાનું આયોજન કરવામાં આવે.

ફોરેસ્ટ  ઉમેદવારોએ કર્યા આક્ષેપ

રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી ગૌણસેવા દ્વારા,ફોરેસ્ટ, CCE, સબ ઓડિટર, સિનિયર સર્વેયર, પ્લાનિંગ આસિસ્ટન્ટ,  વર્ક આસિસ્ટન્ટ,  મદદનીશ ઈજનેર સિવિલ, ગ્રાફિક ડિઝાઈનર અને ઓછી બેઠકો વાળી વર્ગ 2-3ની ભરતીની પરીક્ષાઓ  CBRT પદ્ધતિ દ્વારા લેવામાં આવે છે. જેમાં હવે ફોરેસ્ટ  ઉમેદવારોએ આક્ષેપ કર્યો છે કે  CBRT પદ્ધતિનો ગુજરાતમાં પહેલીવાર જ્યારે પ્રયોગ કરવામાં આવ્યો તે પહેલા કહેવામાં આવતું હતું કે આ CBRT દ્વારા પરીક્ષા લેતી એજન્સી ખૂબ વિશ્વસનીય, પારદર્શી, પેપર રહિત, ભૂલ રહિત છે, પરંતુ છેલ્લે લેવાયેલીતમામ પરીક્ષાઓમાં ખરી ઉતરી નથી તેને કારણે અનેક છબરડા સામે આવ્યા છે. 

આ પણ વાંચો : અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદ, આગામી ચાર દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

ગૌણ સેવાના અધિકારી અને એજન્સીના માણસો વચ્ચે સંકલનનો અભાવ

ઉમેદવારોના આક્ષેપ મુજબ આ પરીક્ષા પદ્ધતિનું સૌથી મોટું નકારાત્મક પાસું એ છે કે ગુજરાત સરકારની તમામ પરીક્ષાઓ ગુજરાતી ભાષા દ્વારા લેવામાં આવે છે જેથી  પ્રાઇવેટ એજન્સી દ્વારા જે કોન્ટ્રાકટ ધોરણે કામ આપવામાં આવે છે. તેમાં તેને ગુજરાતી ભાષાનો કોઈ અનુભવ જ હોતો નથી.  ગૌણ સેવાના અધિકારી અને એજન્સીના માણસો વચ્ચે સંકલનનો અભાવ હોય છે. જેથી જે પેપર સેટ કરવાનું અને પેપર ચેક કરવા માટેનું જે કામ સોંપવામાં આવે છે તેમાં સૌથી વધુ ભાષાંતરની ભૂલો જોવા મળે છે. ગૂગલ ટ્રાન્સલેશન કે અન્ય કોઈ એપ્લિકેશનનો ઉપયોગ કરી ભાષાંતર કરવામાં આવે છે. જેને કારણે જે ભાવાનુવાદ થવું જોઈએ તે થતું નથી અને અર્થ નો અનર્થ થઈ જાય છે.

પ્રશ્નોનું સ્તર જળવાતું નથી

આ પદ્ધતિમાં બીજી મુશ્કેલી એ પણ છે કે એકથી વધારે શિફ્ટમાં જે પેપર લેવામાં આવે છે. તેમાં પ્રશ્નોનું સ્તર જળવાતું નથી, કોઈ પેપર ખૂબ સહેલા નીકળે છે અને કોઈ પેપર ખૂબ અઘરા નીકળે છે. પછી નોર્મલાઇઝેશન મેથડ ઉપયોગ કરી જે મેરીટ યાદી તૈયાર કરવામાં આવે છે. તેમાં ગુણભાર ચોક્કસાઈથી માપી શકાતો નથી અને તુલનાત્મક માપદંડો પણ જાળવતા નથી. જેથી આ નોર્મલાઇઝેશન પદ્ધતિ ખૂબ નુકસાનકારક અને અન્યાય કરતી છે જેથી  CBRT પદ્ધતિ દૂર થવી જોઈએ.

દરેક માહિતી કેટેગરી વાઈઝ અને માર્કસવાઇઝ પ્રસિદ્ધ કરવામાં આવે

ફોરેસ્ટના દરેક ઉમેદવારની માંગણી છે કે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે પરિણામ પ્રસિદ્ધ કરવામાં આવેલા છે. તેમાં ફક્ત નામ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે તેના બદલામાં દરેક ઉમેદવારના નોર્મલાઇઝેશન મેથડ પહેલા વાસ્તવિક માર્કસ કેટલા હતા અને નોર્મલાઇઝેશન મેથડ લાગુ કરવામાં આવ્યા બાદ જે રીતે SSC, CGL, IBPS, RRB, ગુજરાતની પોલીસ ભરતી બોર્ડ તમામ માહિતી સાથ મેરીટ યાદી  પ્રસિદ્ધ કરે કોનાં કેટલા માર્કસ ઉમેરવામાં આવ્યા, કેટલા માર્કસ ઘટાડવામાં આવ્યા તેની દરેક માહિતી કેટેગરીવાઈઝ અને માર્કસવાઇઝ પ્રસિદ્ધ કરવામાં આવે.  

ઉમેદવારોનો આક્ષેપ છે કે CBRT પરીક્ષા દરમિયાન અનેકવાર ટેકનિકલ ખામી જોવા મળી છે. જેથી ઉમેદવારને સમયનું નુકસાન થાય, ટેક્નિકલ ખામીને કારણે મોરલ ડાઉન થઈ જવું,  નિરાશ થઈ જતા જવું જેવા કિસ્સાઓ જોવા મળ્યા છે. જેથી નિયત સમયમાં દરેક પ્રશ્નને ન્યાય આપી શકતા નથી. ઉમેદવારોનું માનવું છે કે એક જ પેપર પરીક્ષા જ બધા માટે સમાન તક અમે સમાન અવસર ની હોઈ શકે છે. જો GPSC, પોલીસ ભરતી બોર્ડ જેવી સંસ્થા ઓફલાઇન મોડથી પરીક્ષા લેવાનો આગ્રહ રાખતી હોઈ તો ગૌણસેવા શા માટે ઓફ્લાઇન મોડ થી પરીક્ષા ન લઈ શકે ?

Mean Standard Deviation Method : 

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ હસમુખ પટેલની તારીખ 03 જુલાઇ 2024ની જાહેરાત મુજબ  મંડળ દ્વારા લેવામાં આવતી તાંત્રિક અને બિન-તાંત્રિક સંવર્ગોની સીધી ભરતીની પરીક્ષાઓમાં જે સંવર્ગ માટે પરીક્ષાના ઉમેદવારોની સંખ્યા વધુ હોય ત્યારે તેવા સંવર્ગની પરીક્ષા એક થી વધુ સેશનમાં લેવામાં આવતી હોય છે. જ્યારે એક થી વધુ સેશનમાં પરીક્ષા લેવાય ત્યારે તમામ સેશનમાં પ્રશ્નપત્ર અલગ – અલગ હોય છે. દરેક ઉમેદવારને સમાન તક મળે અને કોઇ અન્યાય ન થાય તે માટે અન્ય ભરતી પરીક્ષાઓમાં સર્વસ્વિકૃત નોર્મલાઇઝેશન પદ્ધતિથી પરિણામ બનાવવામાં આવે છે. મંડળ દ્વારા લેવામાં આવતી એકથી વધુ સેશન વાળી પરીક્ષા માટે નોર્મલાઇઝેશનની Mean Standard Deviation Method (સરેરાશ પ્રમાણભૂત વિચલન પદ્ધતિ) અપનાવવામાં આવેલી છે.