Ahmedabadમા તહેવારો વચ્ચે ફૂલોની સુગંધ મોંઘી પડી, ભાવમાં થયો અધધ વધારો

હાલ તહેવારોની સિઝન ચાલી રહી છે,તેની વચ્ચે ફૂલોના ભાવોમાં વધારો થયો છે,જે ફૂલ સામાન્ય દિવસોમાં સસ્તા જોવા મળે છે એ જ ફૂલોના ભાવમાં બમણો વધારો થયો છે,જેના કારણે ભકતો પર મોંઘવારીનો એક વધુ માર પડયો છે,પ્રતિકિલો ગુલાબનો ભાવ રૂ 600ને પાર પહોંચ્યો છે,તો ગલગોટા અને સેવંતીનો ભાવ પ્રતિકિલોએ રૂ 200 પર પહોંચ્યો છે. વરસાદ વધતા ફૂલોની આવક ઘટી ફૂલોના ભાવની વાત કરવામાં આવે તો જાસુદ અને ધરોનો એક હાર રૂ 400માં મળે છે.વિદેશી ગુલાબનો એક હાર રૂ 600માં મળે છે.જિપ્સી, લીલી, જાસ્મીનનો બંચનો ભાવ રૂ 700 છે.ગ્રાહકોનું કહેવું છે કે,ફૂલોનો ભાવ રોકેટ ગતિએ વધી ગયો છે.એક એક હાર રૂ 500થી 600ના મળે છે.ફૂલોની આવક ઘટતા ભાવમાં વધારો થયો છે તેવું વેપારીઓનું માનવું છે.ભારે વરસાદથી ફૂલોની આવક 50 ટકા ઘટી છે.જાણો શું છે ફૂલોના ભાવ ગુલાબ 500 થી 700 રૂપિયા કિલો જૂનો ભાવ 80 થી 90 રૂપિયા ગલગોટા 150-200 રૂપિયા કિલો જૂનો ભાવ 40 થી 50 રૂપિયા કમળનું ફૂલ 15 રૂપિયાનું એક જૂનો ભાવ 5 રૂપિયા જાસૂદ 500 રૂપિયા કિલો જૂનો ભાવ 100 રૂપિયા ધરો 200 રૂપિયા કિલો જૂનો ભાવ 50 રૂપિયા સેવંતી ફૂલ 200 રૂપિયા કિલો જૂનો ભાવ 100 રૂપિયા વિદેશી ગુલાબ 50 રૂપિયાનું એક જૂનો ભાવ 20 રૂપિયા વરસાદના કારણે ફૂલ બજારમાં ફૂલોની આવક ઘટી ફૂલોની માંગ અને જથ્થાના આધારે ફૂલોનો ભાવ નક્કી થતો હોય છે, પરંતુ વરસાદના કારણે આજે ફૂલ બજારમાં ફૂલોની આવક ઘટી છે. તેની સાથે સાથે જે ફૂલો આવી રહ્યા છે તે ભીના આવી રહ્યા છે. જેના કારણે વેપારીઓ અને ખેડૂતોને પડતર કિંમત મેળવવામાં પણ ફાંફા પડી રહ્યા છે. સામાન્ય દિવસોમાં ફૂલોની દૈનિક આવક 10 થી 15 ક્વિન્ટલ સુધીની થતી હોય છે. પરંતુ વરસાદના કારણે ફૂલોના વેચાણમાં ઘટાડો જોવા મળ્યો છે.  

Ahmedabadમા તહેવારો વચ્ચે ફૂલોની સુગંધ મોંઘી પડી, ભાવમાં થયો અધધ વધારો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

હાલ તહેવારોની સિઝન ચાલી રહી છે,તેની વચ્ચે ફૂલોના ભાવોમાં વધારો થયો છે,જે ફૂલ સામાન્ય દિવસોમાં સસ્તા જોવા મળે છે એ જ ફૂલોના ભાવમાં બમણો વધારો થયો છે,જેના કારણે ભકતો પર મોંઘવારીનો એક વધુ માર પડયો છે,પ્રતિકિલો ગુલાબનો ભાવ રૂ 600ને પાર પહોંચ્યો છે,તો ગલગોટા અને સેવંતીનો ભાવ પ્રતિકિલોએ રૂ 200 પર પહોંચ્યો છે.

વરસાદ વધતા ફૂલોની આવક ઘટી

ફૂલોના ભાવની વાત કરવામાં આવે તો જાસુદ અને ધરોનો એક હાર રૂ 400માં મળે છે.વિદેશી ગુલાબનો એક હાર રૂ 600માં મળે છે.જિપ્સી, લીલી, જાસ્મીનનો બંચનો ભાવ રૂ 700 છે.ગ્રાહકોનું કહેવું છે કે,ફૂલોનો ભાવ રોકેટ ગતિએ વધી ગયો છે.એક એક હાર રૂ 500થી 600ના મળે છે.ફૂલોની આવક ઘટતા ભાવમાં વધારો થયો છે તેવું વેપારીઓનું માનવું છે.ભારે વરસાદથી ફૂલોની આવક 50 ટકા ઘટી છે.


જાણો શું છે ફૂલોના ભાવ

ગુલાબ 500 થી 700 રૂપિયા કિલો જૂનો ભાવ 80 થી 90 રૂપિયા

ગલગોટા 150-200 રૂપિયા કિલો જૂનો ભાવ 40 થી 50 રૂપિયા

કમળનું ફૂલ 15 રૂપિયાનું એક જૂનો ભાવ 5 રૂપિયા

જાસૂદ 500 રૂપિયા કિલો જૂનો ભાવ 100 રૂપિયા

ધરો 200 રૂપિયા કિલો જૂનો ભાવ 50 રૂપિયા

સેવંતી ફૂલ 200 રૂપિયા કિલો જૂનો ભાવ 100 રૂપિયા

વિદેશી ગુલાબ 50 રૂપિયાનું એક જૂનો ભાવ 20 રૂપિયા

વરસાદના કારણે ફૂલ બજારમાં ફૂલોની આવક ઘટી

ફૂલોની માંગ અને જથ્થાના આધારે ફૂલોનો ભાવ નક્કી થતો હોય છે, પરંતુ વરસાદના કારણે આજે ફૂલ બજારમાં ફૂલોની આવક ઘટી છે. તેની સાથે સાથે જે ફૂલો આવી રહ્યા છે તે ભીના આવી રહ્યા છે. જેના કારણે વેપારીઓ અને ખેડૂતોને પડતર કિંમત મેળવવામાં પણ ફાંફા પડી રહ્યા છે. સામાન્ય દિવસોમાં ફૂલોની દૈનિક આવક 10 થી 15 ક્વિન્ટલ સુધીની થતી હોય છે. પરંતુ વરસાદના કારણે ફૂલોના વેચાણમાં ઘટાડો જોવા મળ્યો છે.