Vegetable Price Hike: શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા, મહિલાઓનું બજેટ ખોરવાયું
રાજ્યમાં ભારે વરસાદે લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે, ત્યારે બીજી તરફ હવે ચોમાસાની સાઈડ ઈફેક્ટ પણ જોવા મળી રહી છે, કારણ કે રાજ્યમાં શાકભાજીના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે અને સામાન્ય વર્ગના લોકોને ખાવું શું તે પણ એક પ્રશ્ન થઈ રહ્યો છે.શાકભાજીની સરેરાશ ગુણવત્તા પણ નબળી હોવા છતાં ભાવ વધારે ચોમાસાની સાઈડ ઈફેક્ટ શાક માર્કેટમાં જોવા મળી રહી છે અને માર્કેટમાં કોથમીર, મેથી, લીંબુ મોંઘાદાટ થયા છે અને આ સિવાય અન્ય શાકભાજીના ભાવ પણ આસમાને પહોંચ્યા છે. શાકભાજીની સરેરાશ ગુણવત્તા પણ નબળી હોવા છતાં ભાવ વધારે છે. ત્યારે હોલસેલ શાક માર્કેટમાં લીલોતરી શાકભાજીની આવક પણ ઓછી થઈ રહી છે. છૂટક શાકભાજીના ભાવની વાત કરીએ તો કોથમરી 400 રૂપિયે કિલો, મેથી પણ 400 રૂપિયાને પાર વેચાઈ રહી છે. લીલોતરી શાકમાં વાતાવરણની અસરથી ભાવ વધારો થયો બીજી તરફ ચોમાસામાં લીંબુ સસ્તા મળતા હોય છે પણ આ વર્ષે ફાલ ખરી જવાથી લીંબુ પણ ખુબ મોંઘા વેચાઈ રહ્યા છે. આ સાથે જ ફ્લાવર, રીંગણ, ઘીલોડા સહિતના લીલોતરી શાકમાં વાતાવરણની અસરથી ભાવ વધારો થયો છે. ત્યારે લોકો લીલોતરી શાકના ભાવ વધતા હવે બટેટા અને અન્ય કઠોળ તરફ વળ્યા છે. ફૂલોના ભાવમાં પણ મોટો વધારો આ સાથે જ ફૂલ બજારમાં ફૂલોના ભાવમાં પણ મોટો વધારો થયો છે. જે ફૂલ સામાન્ય દિવસમાં સસ્તા ભાવે મળે છે, તે ફૂલના ભાવમાં હાલમાં બમણો વધારો થયો છે અને સામાન્ય લોકોને મોંઘવારી સહન કરવાનો વારો આવ્યો છે. હાલમાં ગુલાબનો ભાવ પ્રતિ કિલોએ 600 રૂપિયાએ પહોંચ્યો છે, ત્યારે ગલગોટા અને સેવંતીનો ભાવ પ્રતિ કિલોએ 200 રૂપિયા પર પહોંચ્યો છે. બજારમાં ફૂલની આવક ઘટી અને ભાવ વધ્યો ત્યારે જાસુદ અને ધરોનો એક હાર રૂપિયા 400માં મળી રહ્યો છે. જો વિદેશી ગુલાબના ભાવની વાત કરીએ તો એક હારની કિંમત રૂપિયા 600એ પહોંચી છે તો જિપ્સી, લીલી, જાસ્મીનનો બંચ રૂપિયા 700એ મળી રહ્યો છે. ગ્રાહકો કહી રહ્યા છે કે ફૂલોનો ભાવ રોકેટ ગતિએ વધ્યો છે અને હાલમાં બજારમાં એક હાર રૂપિયા 500થી 600ના ભાવે વેચાય છે. બીજી તરફ વરસાદના કારણે ફૂલોની આવક પણ બજારમાં ઘટી છે, જેના પરિણામે ભાવ વધારો થયો છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજ્યમાં ભારે વરસાદે લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે, ત્યારે બીજી તરફ હવે ચોમાસાની સાઈડ ઈફેક્ટ પણ જોવા મળી રહી છે, કારણ કે રાજ્યમાં શાકભાજીના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે અને સામાન્ય વર્ગના લોકોને ખાવું શું તે પણ એક પ્રશ્ન થઈ રહ્યો છે.
શાકભાજીની સરેરાશ ગુણવત્તા પણ નબળી હોવા છતાં ભાવ વધારે
ચોમાસાની સાઈડ ઈફેક્ટ શાક માર્કેટમાં જોવા મળી રહી છે અને માર્કેટમાં કોથમીર, મેથી, લીંબુ મોંઘાદાટ થયા છે અને આ સિવાય અન્ય શાકભાજીના ભાવ પણ આસમાને પહોંચ્યા છે. શાકભાજીની સરેરાશ ગુણવત્તા પણ નબળી હોવા છતાં ભાવ વધારે છે. ત્યારે હોલસેલ શાક માર્કેટમાં લીલોતરી શાકભાજીની આવક પણ ઓછી થઈ રહી છે. છૂટક શાકભાજીના ભાવની વાત કરીએ તો કોથમરી 400 રૂપિયે કિલો, મેથી પણ 400 રૂપિયાને પાર વેચાઈ રહી છે.
લીલોતરી શાકમાં વાતાવરણની અસરથી ભાવ વધારો થયો
બીજી તરફ ચોમાસામાં લીંબુ સસ્તા મળતા હોય છે પણ આ વર્ષે ફાલ ખરી જવાથી લીંબુ પણ ખુબ મોંઘા વેચાઈ રહ્યા છે. આ સાથે જ ફ્લાવર, રીંગણ, ઘીલોડા સહિતના લીલોતરી શાકમાં વાતાવરણની અસરથી ભાવ વધારો થયો છે. ત્યારે લોકો લીલોતરી શાકના ભાવ વધતા હવે બટેટા અને અન્ય કઠોળ તરફ વળ્યા છે.
ફૂલોના ભાવમાં પણ મોટો વધારો
આ સાથે જ ફૂલ બજારમાં ફૂલોના ભાવમાં પણ મોટો વધારો થયો છે. જે ફૂલ સામાન્ય દિવસમાં સસ્તા ભાવે મળે છે, તે ફૂલના ભાવમાં હાલમાં બમણો વધારો થયો છે અને સામાન્ય લોકોને મોંઘવારી સહન કરવાનો વારો આવ્યો છે. હાલમાં ગુલાબનો ભાવ પ્રતિ કિલોએ 600 રૂપિયાએ પહોંચ્યો છે, ત્યારે ગલગોટા અને સેવંતીનો ભાવ પ્રતિ કિલોએ 200 રૂપિયા પર પહોંચ્યો છે.
બજારમાં ફૂલની આવક ઘટી અને ભાવ વધ્યો
ત્યારે જાસુદ અને ધરોનો એક હાર રૂપિયા 400માં મળી રહ્યો છે. જો વિદેશી ગુલાબના ભાવની વાત કરીએ તો એક હારની કિંમત રૂપિયા 600એ પહોંચી છે તો જિપ્સી, લીલી, જાસ્મીનનો બંચ રૂપિયા 700એ મળી રહ્યો છે. ગ્રાહકો કહી રહ્યા છે કે ફૂલોનો ભાવ રોકેટ ગતિએ વધ્યો છે અને હાલમાં બજારમાં એક હાર રૂપિયા 500થી 600ના ભાવે વેચાય છે. બીજી તરફ વરસાદના કારણે ફૂલોની આવક પણ બજારમાં ઘટી છે, જેના પરિણામે ભાવ વધારો થયો છે.