Anandના બોરસદ તાલુકાના બદલપુર ગામે 15 દિવસ બાદ પણ નથી ઓસર્યા પાણી

સમગ્ર આણંદ જિલ્લામાં 15 દિવસ પડેલા ભારે વરસાદ બાદ ઠેર ઠેર પૂરની સ્થિતિ જોવા મળી હતી.અને ધીરે ધીરે પાણી ઓસરતાં જનજીવન થાળે પડ્યું હતું.પરંતુ આણંદ જિલ્લાના બોરસદ તાલુકામાં આજે 15 દિવસ બાદ પણ વરસાદી પાણી ઓસર્યા નથી જેને લઇ લોકો ભારે હાલાકીમાં મુકાયા છે.સ્થાનિક ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.15 દિવસથી પાણી ભરાયેલ હોવા છતાં તંત્ર કે કોઈ રાજકીય નેતા જોવા પણ આવ્યા નથી જેને લઇ ગ્રામજનો ભારે રોષ જોવા મળી રહ્યો છે. બોરસદ તાલુકાનુ બદલપુર ગામ આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે બોરસદ તાલુકાના બદલપુર ગામના છે અહીંયા મુખ્ય માર્ગો પર દોઢ ફૂટ કરતા વધારે ભરાયેલ પાણીમાં લોકો અવરજ્વર કરી રહ્યા છે માર્ગની બન્ને તરફ આવેલ દુકાનો બંધ છે.શાળા પાસે પણ વરસાદી પાણી ભરાયેલ હોઈ વિદ્યાર્થીઓને પાણીમાં થઇ ભણતર મેળવવા જવું પડી રહ્યું છે.આ ભરાયેલ પાણી એક બે દિવસનું નથી પરંતુ 15 દિવસથી આ સ્થિતિ જોવા મળી રહી છે.બદલપુર ગામે 15 દિવસ અગાઉ પડેલા ભારે વરસાદ બાદ મુખ્ય માર્ગો પર કેડ સમાણાં પાણી ભરાઈ ગયા હતા. કાંસની નથી થતી સફાઈ પાણી આજે પણ ભરાયેલા જોવા મળી રહ્યા છે તેનું કારણ છે કાંસની સફાઈ જ કરવામાં આવી નથી.વરસાદી પાણીના કાંસની સફાઈ તંત્ર દ્વારા માત્ર ચોપડે જ કરવામાં આવતા આજે ગ્રામજનો આ સ્થિતિનો સામનો કરી રહ્યા છે.15 દિવસથી ભરાયેલા વરસાદી પાણીને લઇ ગ્રામજનોને અવરજ્વર પણ આ ભરાયેલ પાણીમાં થઇને કરવી પડી રહી છે.તેમજ અહીંયા જ પ્રાથમિક શાળા આવેલ છે જેમાં અભ્યાસ કરતા બાળકોને પણ શાળામાં ભણતર મેળવવા પાણીમાં થઇને જવું પડે છે. રોગચાળો ફેલાવાની ભીતિ સેવાઈ વરસાદી પાણી ભરાયેલ હોવા અંગે તંત્રને ફોટો અને વિડીયો સાથે ગ્રામજનો દ્વારા રજુઆત કરવા છતાં આજ દિન સુધી આ પાણીના નિકાલ માટે તંત્ર દ્વારા કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી,તેમજ ચૂંટણી સમયે મત લેવા આવતા રાજકીય નેતાઓ પણ હજુ સુધી જોવા આવ્યા નથી જેને લઇ ગ્રામજનોમાં ઉગ્ર આક્રોશ જોવા મળી રહ્યો છે.બદલપુર ગામના પ્રજાપતિવાસ,હરિજન વાસ સહીતના વિસ્તારોમાં હાલ પણ દોઢ થી બે ફૂટ જેટલું પાણી ભરાયેલ છે.જેને લઇ લોકો ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.ગામના મુખ્ય માર્ગો અને ફળીયામાં પણ લાંબા સમયથી પાણી ભરાયેલ હોઈ રોગચાળાની ભીતિ પણ સેવાઈ રહી છે.  

Anandના બોરસદ તાલુકાના બદલપુર ગામે 15 દિવસ બાદ પણ નથી ઓસર્યા પાણી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સમગ્ર આણંદ જિલ્લામાં 15 દિવસ પડેલા ભારે વરસાદ બાદ ઠેર ઠેર પૂરની સ્થિતિ જોવા મળી હતી.અને ધીરે ધીરે પાણી ઓસરતાં જનજીવન થાળે પડ્યું હતું.પરંતુ આણંદ જિલ્લાના બોરસદ તાલુકામાં આજે 15 દિવસ બાદ પણ વરસાદી પાણી ઓસર્યા નથી જેને લઇ લોકો ભારે હાલાકીમાં મુકાયા છે.સ્થાનિક ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.15 દિવસથી પાણી ભરાયેલ હોવા છતાં તંત્ર કે કોઈ રાજકીય નેતા જોવા પણ આવ્યા નથી જેને લઇ ગ્રામજનો ભારે રોષ જોવા મળી રહ્યો છે.

બોરસદ તાલુકાનુ બદલપુર ગામ

આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે બોરસદ તાલુકાના બદલપુર ગામના છે અહીંયા મુખ્ય માર્ગો પર દોઢ ફૂટ કરતા વધારે ભરાયેલ પાણીમાં લોકો અવરજ્વર કરી રહ્યા છે માર્ગની બન્ને તરફ આવેલ દુકાનો બંધ છે.શાળા પાસે પણ વરસાદી પાણી ભરાયેલ હોઈ વિદ્યાર્થીઓને પાણીમાં થઇ ભણતર મેળવવા જવું પડી રહ્યું છે.આ ભરાયેલ પાણી એક બે દિવસનું નથી પરંતુ 15 દિવસથી આ સ્થિતિ જોવા મળી રહી છે.બદલપુર ગામે 15 દિવસ અગાઉ પડેલા ભારે વરસાદ બાદ મુખ્ય માર્ગો પર કેડ સમાણાં પાણી ભરાઈ ગયા હતા.


કાંસની નથી થતી સફાઈ

પાણી આજે પણ ભરાયેલા જોવા મળી રહ્યા છે તેનું કારણ છે કાંસની સફાઈ જ કરવામાં આવી નથી.વરસાદી પાણીના કાંસની સફાઈ તંત્ર દ્વારા માત્ર ચોપડે જ કરવામાં આવતા આજે ગ્રામજનો આ સ્થિતિનો સામનો કરી રહ્યા છે.15 દિવસથી ભરાયેલા વરસાદી પાણીને લઇ ગ્રામજનોને અવરજ્વર પણ આ ભરાયેલ પાણીમાં થઇને કરવી પડી રહી છે.તેમજ અહીંયા જ પ્રાથમિક શાળા આવેલ છે જેમાં અભ્યાસ કરતા બાળકોને પણ શાળામાં ભણતર મેળવવા પાણીમાં થઇને જવું પડે છે.


રોગચાળો ફેલાવાની ભીતિ સેવાઈ

વરસાદી પાણી ભરાયેલ હોવા અંગે તંત્રને ફોટો અને વિડીયો સાથે ગ્રામજનો દ્વારા રજુઆત કરવા છતાં આજ દિન સુધી આ પાણીના નિકાલ માટે તંત્ર દ્વારા કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી,તેમજ ચૂંટણી સમયે મત લેવા આવતા રાજકીય નેતાઓ પણ હજુ સુધી જોવા આવ્યા નથી જેને લઇ ગ્રામજનોમાં ઉગ્ર આક્રોશ જોવા મળી રહ્યો છે.બદલપુર ગામના પ્રજાપતિવાસ,હરિજન વાસ સહીતના વિસ્તારોમાં હાલ પણ દોઢ થી બે ફૂટ જેટલું પાણી ભરાયેલ છે.જેને લઇ લોકો ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.ગામના મુખ્ય માર્ગો અને ફળીયામાં પણ લાંબા સમયથી પાણી ભરાયેલ હોઈ રોગચાળાની ભીતિ પણ સેવાઈ રહી છે.