રાજકોટમાં ક્ષત્રિય આંદોલન વચ્ચે ભાજપ નેતા ભરત બોઘરાએ કરી મોટી વાત

પક્ષ અંગે ખોટી અફવા અને સમાચાર બહાર પડે છે : ભરત બોઘરા હું વ્યક્તિગત જો ક્યાંય હોઉ તો જાહેર જીવન છોડી દઇશ : ભરત બોઘરા કેટલાક સામાન્ય વ્યક્તિ કે હિતશત્રુઓ અફવા ફેલાવે છે : ભરત બોઘરા ગુજરાતમાં હાલ ક્ષત્રિય આંદોલને વેગ પકડયો છે,પરશોતમ રૂપાલાના એક નિવેદનને લઈ ક્ષત્રિય સમાજમાં વિરોધ છે,શહેર હોય કે નાનુ ગામડુ હોય રૂપાલાનો વિરોધ થયો જ છે,આ સમગ્ર આંદોલનની વચ્ચે એક સૌથી મોટા સમાચાર એ છે કે રાજકોટ ભાજપના નેતા ભરત બોઘરાએ નિવેદન કર્યું છે,જે સાંભળીને તમે પણ ચૌકી જશો,મને રાજકોટ શહેરના કોઈ કાર્યકર્તાને પ્રદેશનો કોઈ ખુલાસો પૂછવામાં આવ્યો નથી,મારી કોઈ વાત સાબિત થાય તો હું જાહેર જીવન છોડી દેવા તૈયાર છું. સામેથી ખુલાસો કર્યો ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવેલ આંદોલનમાં ભાજપના કોઈ નેતાનો હાથ હોવાની ચર્ચાએ ચારે તરફ જોર પકડયું છે.તેની વચ્ચે ઉપાધ્યક્ષ ભરત બોઘરાએ મોટો ખુલાસો કર્યો છે,તેમણે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને મિડીયાને જણાવ્યું કે,રાજકોટના દરેક કાર્યકર્તા તેમજ આગેવાનો રૂપાલાને જીતાડવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે,મને અને રાજકોટ શહેરના કોઈ કાર્યકર્તાને પ્રદેશનો ખુલાસો પૂછવામાં આવ્યો નથી,તો એમણે એ પણ કહ્યું હતુ કે મારી કોઈ વાત કે મારૂ કોઈ નામ આવે કોઈ જગ્યા પર તો હુ જાહેર જીવન છોડી દઈશ,લોકો મારા નામની અફવાઓ ફેલાઈ રહ્યાં છે. મારા શત્રુઓ મારી વાત કરે છે સમગ્ર પ્રેસ કોન્ફરન્સના અંતે બોઘરાએ કીધુ હતુ કે મારા દુશ્મનો મારી અફવા ફેલાઈ રહ્યા છે,મને કોઈ જવાબદારીમાંથી મુકત કર્યા નથી,અમે પાર્ટીને કોઈ નુકસાન થાય તેવુ કામ કર્યુ નથી,ક્ષત્રિય આંદોલન અંગે અમારા પ્રયત્નો ચાલુ છે,અને આ આંદોલન પુરૂ થઈ જશે,તો ક્ષત્રિય સમાજ અમારો પરિવાર છે. લાલબાપુ સાથે બે નેતાઓની મુલાકાત ગધેથડના લાલબાપુ સાથે અમદાવાદમાં વરિષ્ઠ ભાજપ નેતાની મુલાકાતે રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે.ગધેથડના લાલબાપુ અમદાવાદ આવ્યા હતા અને અમદાવાદમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને પૂર્વમંત્રી હકુભા લાલબાપુને મળ્યા હતા. જો કે શું વાતચીત થઇ તેની માહિતી મળી નથી પણ બંને નેતાઓની આ મુલાકાતને લઈ રાજકારણમાં અનેક ચર્ચાઓ શરૂ થઈ છે.ક્ષત્રિય આંદોલનને લઇને આ મુલાકાત થઇ હોઇ શકે છે. આ મુલાકાત ધાર્મિક મુલાકાત હતી કે પછી ક્ષત્રિય આંદોલનને શાંત કરવાના પ્રયાસના ભાગ રુપે થઇ છે તેની કોઇ સ્પષ્ટતા થઇ નથી. આ મુલાકાતનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. પરશોત્તમ રુપાલા આગામી 16 એપ્રિલે ઉમેદવારી ફોર્મ ભરવાના છે તેવા સમયે ગધેથડના લાલબાપુ સાથે ભાજપના વરિષ્ઠ નેતાઓની આ મુલાકાત સૂચક મનાઇ રહી છે.

રાજકોટમાં ક્ષત્રિય આંદોલન વચ્ચે ભાજપ નેતા ભરત બોઘરાએ કરી મોટી વાત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • પક્ષ અંગે ખોટી અફવા અને સમાચાર બહાર પડે છે : ભરત બોઘરા
  • હું વ્યક્તિગત જો ક્યાંય હોઉ તો જાહેર જીવન છોડી દઇશ : ભરત બોઘરા
  • કેટલાક સામાન્ય વ્યક્તિ કે હિતશત્રુઓ અફવા ફેલાવે છે : ભરત બોઘરા

ગુજરાતમાં હાલ ક્ષત્રિય આંદોલને વેગ પકડયો છે,પરશોતમ રૂપાલાના એક નિવેદનને લઈ ક્ષત્રિય સમાજમાં વિરોધ છે,શહેર હોય કે નાનુ ગામડુ હોય રૂપાલાનો વિરોધ થયો જ છે,આ સમગ્ર આંદોલનની વચ્ચે એક સૌથી મોટા સમાચાર એ છે કે રાજકોટ ભાજપના નેતા ભરત બોઘરાએ નિવેદન કર્યું છે,જે સાંભળીને તમે પણ ચૌકી જશો,મને રાજકોટ શહેરના કોઈ કાર્યકર્તાને પ્રદેશનો કોઈ ખુલાસો પૂછવામાં આવ્યો નથી,મારી કોઈ વાત સાબિત થાય તો હું જાહેર જીવન છોડી દેવા તૈયાર છું.

સામેથી ખુલાસો કર્યો

ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવેલ આંદોલનમાં ભાજપના કોઈ નેતાનો હાથ હોવાની ચર્ચાએ ચારે તરફ જોર પકડયું છે.તેની વચ્ચે ઉપાધ્યક્ષ ભરત બોઘરાએ મોટો ખુલાસો કર્યો છે,તેમણે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને મિડીયાને જણાવ્યું કે,રાજકોટના દરેક કાર્યકર્તા તેમજ આગેવાનો રૂપાલાને જીતાડવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે,મને અને રાજકોટ શહેરના કોઈ કાર્યકર્તાને પ્રદેશનો ખુલાસો પૂછવામાં આવ્યો નથી,તો એમણે એ પણ કહ્યું હતુ કે મારી કોઈ વાત કે મારૂ કોઈ નામ આવે કોઈ જગ્યા પર તો હુ જાહેર જીવન છોડી દઈશ,લોકો મારા નામની અફવાઓ ફેલાઈ રહ્યાં છે.

મારા શત્રુઓ મારી વાત કરે છે

સમગ્ર પ્રેસ કોન્ફરન્સના અંતે બોઘરાએ કીધુ હતુ કે મારા દુશ્મનો મારી અફવા ફેલાઈ રહ્યા છે,મને કોઈ જવાબદારીમાંથી મુકત કર્યા નથી,અમે પાર્ટીને કોઈ નુકસાન થાય તેવુ કામ કર્યુ નથી,ક્ષત્રિય આંદોલન અંગે અમારા પ્રયત્નો ચાલુ છે,અને આ આંદોલન પુરૂ થઈ જશે,તો ક્ષત્રિય સમાજ અમારો પરિવાર છે.

લાલબાપુ સાથે બે નેતાઓની મુલાકાત

ગધેથડના લાલબાપુ સાથે અમદાવાદમાં વરિષ્ઠ ભાજપ નેતાની મુલાકાતે રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે.ગધેથડના લાલબાપુ અમદાવાદ આવ્યા હતા અને અમદાવાદમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને પૂર્વમંત્રી હકુભા લાલબાપુને મળ્યા હતા. જો કે શું વાતચીત થઇ તેની માહિતી મળી નથી પણ બંને નેતાઓની આ મુલાકાતને લઈ રાજકારણમાં અનેક ચર્ચાઓ શરૂ થઈ છે.ક્ષત્રિય આંદોલનને લઇને આ મુલાકાત થઇ હોઇ શકે છે. આ મુલાકાત ધાર્મિક મુલાકાત હતી કે પછી ક્ષત્રિય આંદોલનને શાંત કરવાના પ્રયાસના ભાગ રુપે થઇ છે તેની કોઇ સ્પષ્ટતા થઇ નથી. આ મુલાકાતનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. પરશોત્તમ રુપાલા આગામી 16 એપ્રિલે ઉમેદવારી ફોર્મ ભરવાના છે તેવા સમયે ગધેથડના લાલબાપુ સાથે ભાજપના વરિષ્ઠ નેતાઓની આ મુલાકાત સૂચક મનાઇ રહી છે.