મોરબીમાં સ્વામિનારાયણ સંસ્થાએ અનધિકૃત બાંધકામ કર્યાનો ઘટસ્ફોટ

ધાર્મિક સંસ્થા પોતાની જમીનની હદની બહાર બાંધકામ કરતા નોટિસ  : બાંધકામનાં નિયમો મુજબ વોટર બોડીઝથી અંતર જળવાયું નહીં હોવાનું બહાર આવ્યું; પ્રશાસનની સાથે રહી બાંધકામ દૂર કરવા સંસ્થાની સંમતિમોરબી, : મચ્છુ નદીના પટમાં સ્વામીનારાયણ સંસ્થા દ્વારા બાંધકામ કરવામાં આવી રહ્યું હોય. જે બાબતે કલેકટર દ્વારા પ્રાંત અધિકારી, ચીફ ઓફિસર, મોરબી નગરપાલિકા, ડીઆઈએલઆર અને કાર્યપાલક ઈજનેર સિંચાઈ વિભાગ મોરબીની કમિટી બનાવી રીપોર્ટ સુપરત કરવા આદેશ કર્યો હતો. જે રીપોર્ટ સાંેપવામાં આવ્યો છે. જેમાં સંસ્થાની જમીનની હદ બહાર બાંધકામ થયાનો ખુલાસો થયો છે. જિલ્લા કલેકટર કેબી ઝવેરીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, મચ્છુ નદીના પટમાં સ્વામીનારાયણ સંસ્થા દ્વારા થઇ રહેલા બાંધકામ મામલે કમિટીએ રીપોર્ટ સોપ્યો છે. જેમાં ડીઆઈએલઆર મોરબીના રીપોર્ટ મુજબ સંસ્થાની જમીનની હદની બહાર બાંધકામ થયેલ હોય. જે બાંધકામ દુર કરાવવાનું રહે છે. તો ચીફ ઓફિસરના રીપોર્ટ મુજબ સંસ્થા દ્વારા કરવામાં આવેલ બાંધકામમાં નિયમો મુજબ વોટરબોડીઝ (નદી)થી નિયમોનુસાર અંતર જાળવવામાં આવેલ નથી. તેમજ પાલિકા દ્વારા બાંધકામ મંજુરી બાબતે સંસ્થાને નોટીસ આપવામાં આવી છે.બીજી બાજુ તો સંસ્થાએ કરેલી પત્રકાર પરિષદમાં જાહેર કરી કે સંસ્થા પ્રશાસનની સાથે રહેશે અને સૂચનાઓનું પાલન કરશે. સંસ્થાએ કોઈ વિરોધ કર્યો નથી. અને પ્રશાસનની કામગીરી અટકાવવા વિનંતી પણ નથી કરી. જે બાંધકામ દુર કરવાનું થશે. તો તે મુજબ સંસ્થા જાતે દુર કરે. તે માટે સમજૂતી કરવામાં આવશે. તેમ જણાવ્યું હતું.

મોરબીમાં સ્વામિનારાયણ સંસ્થાએ અનધિકૃત બાંધકામ કર્યાનો ઘટસ્ફોટ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


ધાર્મિક સંસ્થા પોતાની જમીનની હદની બહાર બાંધકામ કરતા નોટિસ  : બાંધકામનાં નિયમો મુજબ વોટર બોડીઝથી અંતર જળવાયું નહીં હોવાનું બહાર આવ્યું; પ્રશાસનની સાથે રહી બાંધકામ દૂર કરવા સંસ્થાની સંમતિ

મોરબી, : મચ્છુ નદીના પટમાં સ્વામીનારાયણ સંસ્થા દ્વારા બાંધકામ કરવામાં આવી રહ્યું હોય. જે બાબતે કલેકટર દ્વારા પ્રાંત અધિકારી, ચીફ ઓફિસર, મોરબી નગરપાલિકા, ડીઆઈએલઆર અને કાર્યપાલક ઈજનેર સિંચાઈ વિભાગ મોરબીની કમિટી બનાવી રીપોર્ટ સુપરત કરવા આદેશ કર્યો હતો. જે રીપોર્ટ સાંેપવામાં આવ્યો છે. જેમાં સંસ્થાની જમીનની હદ બહાર બાંધકામ થયાનો ખુલાસો થયો છે.

 જિલ્લા કલેકટર કેબી ઝવેરીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, મચ્છુ નદીના પટમાં સ્વામીનારાયણ સંસ્થા દ્વારા થઇ રહેલા બાંધકામ મામલે કમિટીએ રીપોર્ટ સોપ્યો છે. જેમાં ડીઆઈએલઆર મોરબીના રીપોર્ટ મુજબ સંસ્થાની જમીનની હદની બહાર બાંધકામ થયેલ હોય. જે બાંધકામ દુર કરાવવાનું રહે છે. તો ચીફ ઓફિસરના રીપોર્ટ મુજબ સંસ્થા દ્વારા કરવામાં આવેલ બાંધકામમાં નિયમો મુજબ વોટરબોડીઝ (નદી)થી નિયમોનુસાર અંતર જાળવવામાં આવેલ નથી. તેમજ પાલિકા દ્વારા બાંધકામ મંજુરી બાબતે સંસ્થાને નોટીસ આપવામાં આવી છે.

બીજી બાજુ તો સંસ્થાએ કરેલી પત્રકાર પરિષદમાં જાહેર કરી કે સંસ્થા પ્રશાસનની સાથે રહેશે અને સૂચનાઓનું પાલન કરશે. સંસ્થાએ કોઈ વિરોધ કર્યો નથી. અને પ્રશાસનની કામગીરી અટકાવવા વિનંતી પણ નથી કરી. જે બાંધકામ દુર કરવાનું થશે. તો તે મુજબ સંસ્થા જાતે દુર કરે. તે માટે સમજૂતી કરવામાં આવશે. તેમ જણાવ્યું હતું.