મુંબઈથી MD ડ્રગ્સ લાવી સુરતમાં વેચવાના વધુ એક નેટવર્કનો પર્દાફાશ

- પેડલરો પકડાય છે, મુખ્ય સપ્લાયરો હાથમાં આવતા નથી - રાંદેર, ભેસ્તાન અને વરાછામાંથી 136.02 ગ્રામ એમ.ડી.ડ્રગ્સ સાથે ત્રણ ઝડપાયા : કાદરશાની નાળમાંથી લબરમૂછીયો પકડાયો સુરત, : મુંબઈથી એમ.ડી.ડ્રગ્સ લાવી સુરતના દરેક વિસ્તારમાં વેચવાના નેટવર્કનો પર્દાફાશ કરી 10 આરોપીઓને ઝડપી લેનાર સુરત ક્રાઈમ બ્રાન્ચે ફરી મુંબઈથી એમ.ડી.ડ્રગ્સ લાવી સુરતમાં વેચવાના વધુ એક નેટવર્કનો પર્દાફાશ કર્યો છે.સુરતના રાંદેર, ભેસ્તાન અને વરાછામાંથી 136.02 ગ્રામ એમ.ડી.ડ્રગ્સ સાથે ત્રણ ઝડપાયા છે.રાંદેરમાં ડ્રગ્સ સાથે ઝડપાયેલા યુવાનને ડ્રગ્સ આપનાર લબરમુછીયાને પણ કાદરશાની નાળમાંથી ઝડપી પાડી રૂ.15.23 લાખની મત્તાનો મુદ્દામાલ કબજે કર્યો હતો.મુંબઈના સપ્લાયરને વોન્ટેડ જાહેર કર્યો છે.મળેલી બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચની એક ટીમે ગતરોજ રાંદેર રોડ ઋષભ ચાર રસ્તાથી અડાજણ પાટીયા તરફ જતા ઈન્ડિયન ઓઈલ પેટ્રોલ પંપની સામેથી પત્ની સાથે બર્ગમેન મોપેડ પર જતા અફશરઅલી અશરફઅલી સૈયદને ઝડપી પાડી તેની પાસેથી રૂ.2,53,700 ની મત્તાનું 25.370 ગ્રામ એમ.ડી.ડ્રગ્સ કબજે કર્યું હતું.ક્રાઈમ બ્રાન્ચે તેના ગોરાટ કોઝવે રોડ સુકુન એપાર્ટમેન્ટ સ્થિત ઘરમાં પણ જડતી લેતા ત્યાંથી પણ વધુ રૂ.73,900 ની મત્તાનું 7.390 ગ્રામ એમ.ડી.ડ્રગ્સ મળ્યું હતું.ક્રાઈમ બ્રાન્ચે તેની પાસેથી 32.760 ગ્રામ એમ.ડી.ડ્રગ્સ ઉપરાંત બર્ગમેન મોપેડ, 100 જેટલી પ્લાસ્ટીકની થેલી વિગેરે મળી કુલ રૂ.3,86,500 નો મુદ્દામાલ કબજે કરી પુછપરછ કરતા એમ.ડી.ડ્રગ્સનો જથ્થો તેને કાદરશાની નાળ ખાતે રહેતા અયાને આપ્યાની કબૂલાત કરતા ક્રાઈમ બ્રાન્ચે આ અંગે રાંદેર પોલીસ મથકમાં ગુનો નોંધાવી અયાનને વોન્ટેડ જાહેર કર્યો હતો.આ તરફ ક્રાઈમ બ્રાન્ચની અન્ય ટીમ ભેસ્તાન ગણેશકૃપા ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ફુટ પેટ્રોલીંગમાં હતી ત્યારે વરસતા વરસાદમાં એક યુવાન પોલીસને જોઈ ભાગતા તેને ઝડપી પાડી પૂછતાં તે યુવાન નિર્મિત ક્રિષ્નાકુમાર જાડેજાએ પોતાની પાસે એમ.ડી.ડ્રગ્સ હોય ગભરાઈને ભાગતો હોવાની કબૂલાત કરી હતી.આથી ક્રાઈમ બ્રાન્ચે તેની જડતી લેતા તેની પાસેથી રૂ.8,02,600 ની મત્તાનું 80.26 ગ્રામ એમ.ડી.ડ્રગ્સ અને 64 જેટલી પ્લાસ્ટીકની થેલી મળી હતી.ત્યાં ભાડેથી એમ્બ્રોઇડરીનું ખાતું ચલાવતા નિર્મિતની પાસેથી ક્રાઈમ બ્રાન્ચે ડ્રગ્સ ઉપરાંત રોકડા રૂ.14 હજાર, મોબાઈલ ફોન વિગેરે મળી કુલ રૂ.8,56,700 નો મુદ્દામાલ કબજે કરી પુછપરછ કરતા ડ્રગ્સનો જથ્થો વરાછાના જય મકવાણા અને અન્યોએ આપ્યાની કબૂલાત કરી હતી.ક્રાઈમ બ્રાન્ચે આ અંગે ભેસ્તાન પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો હતો.ડ્રગ્સનો જથ્થો આપનાર જય મકવાણા અને અયાનને શોધવા ક્રાઈમ બ્રાન્ચની જુદીજુદી ટીમો કામે લાગી હતી.તે અરસામાં એક ટીમને વરાછા હીરાબાગ સર્કલથી અશ્વનીકુમાર રોડ તરફ જતા ડાબી બાજુના સર્વિસ રોડ ઉપર શિવશક્તિ ડાયમંડ કંપનીની સામે એક્ટીવા ઉપર બેસેલો જયેશ ભાણાભાઈ મકવાણા મળ્યો હતો.ક્રાઈમ બ્રાન્ચે તેના એક્ટીવાની ડીકીની જડતી લેતા તેમાંથી રૂ.2.30 લાખની મત્તાની 23 ગ્રામ એમ,ડી,ડ્રગ્સ મળતા ક્રાઈમ બ્રાન્ચે ડ્રગ્સ ઉપરાંત મોપેડ, બે મોબાઈલ ફોન વિગેરે મળી કુલ રૂ.2,80,100 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.ક્રાઈમ બ્રાન્ચે જયેશની પુછપરછ કરતા તે ત્રણ દિવસ અગાઉ મુંબઈના આદિત્ય પાસેથી એમ,ડી,ડ્રગ્સ સુરતમાં છૂટક વેચવા લાવ્યો હતો અને અન્યોને આપ્યું હતું.ક્રાઈમ બ્રાન્ચે આ અંગે કાપોદ્રા પોલીસ મથકમાં ગુનો નોંધાવી મુંબઈના આદિત્યને વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.અયાનને શોધી રહેલી ક્રાઈમ બ્રાન્ચે ગણતરીના સમયમાં 20 વર્ષીય અયાનખાન આયુબખાન પઠાણને પણ કાદરશાની નાળ નવા બનતા મેટ્રો સ્ટેશન પાસેથી ઝડપી લીધો હતો.આમ, ક્રાઈમ બ્રાન્ચે એક જ દિવસમાં ત્રણ સ્થળેથી રૂ.13,60,200 ની મત્તાના 136.02 ગ્રામ એમ.ડી.ડ્રગ્સ સહિત કુલ રૂ.15,23,300 નો મુદ્દામાલ કબજે કરી મુંબઈથી એમ.ડી.ડ્રગ્સ લાવી સુરતમાં વેચવાના વધુ એક નેટવર્કનો પર્દાફાશ કર્યો હતો.દસ દિવસ પહેલા ક્રાઈમ બ્રાન્ચે 10 ને ઝડપ્યા હતા સુરત, : સુરતના દરેક વિસ્તારમાં એમ.ડી.ડ્રગ્સ વેચવાના નેટવર્કમાં સામેલ મુંબઈની રાબીયા શેખ અને તેના પ્રેમી સફીકખાન પઠાણની 10 દિવસ અગાઉ ધરપકડ બાદ ક્રાઈમ બ્રાન્ચે પાલ, રાંદેર, રૂદરપુરા, નાનપુરામાંથી સરફરાજ ઉર્ફે સલમાન ઉર્ફે ઘડીયાળી યાકુબભાઈ પટેલ, ફૈસલ અલ્લારખા કચરા, યાશીન બાબુલ મુલ્લા, અસ્ફાક મોહંમદ યુનુસ શેખ અને સૈયદ આસીફ ઉર્ફે બાબુ હૈદર ઉર્ફે કાલુ સૈયદને 102 ગ્રામ ડ્રગ્સ સાથે ઝડપી પાડી તે નેટવર્કમાં સામેલ મોહંમદ મોહસીન ઉર્ફે બાટલી ફારૂક શેખ, સૈફ ઉર્ફે પઠાણ મોહંમદ સલીમ રૂપાલવાલા અને યુસુફ ઉર્ફે યુસુફ ઘોડા મીયામોહંમદ શેખને પણ ઝડપી લીધા હતા.કોણ કોણ ઝડપાયું (1) અફશરઅલી અશરફઅલી સૈયદ ( ઉ.વ.30, રહે.બ્લોક નં.એ/3, મકાન નં.2, સુકુન એપાર્ટમેન્ટ, એસએમસી ક્વાર્ટર્સ, ગોરાટ કોઝવે રોડ, રાંદેર, સુરત )(2) એમ્બ્રોઈડરીનું ખાતું ચલાવતા નિર્મિત ક્રિષ્નાકુમાર જાડેજા ( ઉ.વ.44, રહે.એ/702, આગમ ટાવર, ચાંદની ચોક સર્કલ પાસે, પીપલોદ, સુરત. મૂળ રહે.વાડોદર, તા.ગોંડલ, જી.રાજકોટ અને બંગલા ટાઈપ મકાનમાં, યોગેશ્વર ફ્લેટની પાછળ, ઘોઘા સર્કલ, ભાવનગર )(3) મોબાઈલ લે-વેચ અને રીપેરીંગનું કામ કરતા જયેશ ભાણાભાઈ મકવાણા ( ઉ.વ.30, રહે.બી/105, રાધેકૃષ્ણા રેસિડન્સી, નંદસાડ રોડ, કામરેજ, સુરત. મૂળ રહે.સ્ટેશન પ્લોટ મામલતદાર ઓફિસની બાજુમાં, ગોંડલ, રાજકોટ તથા ઈશ્વરીયા ગામ, ગોંડલ, રાજકોટ )(4) અયાનખાન આયુબખાન પઠાણ ( ઉ.વ.20, રહે.નવાબી મસ્જીદ પાસે, ખંડેરાવપુરા, નાનપુરા, સુરત )

મુંબઈથી MD ડ્રગ્સ લાવી સુરતમાં વેચવાના વધુ એક નેટવર્કનો પર્દાફાશ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- પેડલરો પકડાય છે, મુખ્ય સપ્લાયરો હાથમાં આવતા નથી

- રાંદેર, ભેસ્તાન અને વરાછામાંથી 136.02 ગ્રામ એમ.ડી.ડ્રગ્સ સાથે ત્રણ ઝડપાયા : કાદરશાની નાળમાંથી લબરમૂછીયો પકડાયો

સુરત, : મુંબઈથી એમ.ડી.ડ્રગ્સ લાવી સુરતના દરેક વિસ્તારમાં વેચવાના નેટવર્કનો પર્દાફાશ કરી 10 આરોપીઓને ઝડપી લેનાર સુરત ક્રાઈમ બ્રાન્ચે ફરી મુંબઈથી એમ.ડી.ડ્રગ્સ લાવી સુરતમાં વેચવાના વધુ એક નેટવર્કનો પર્દાફાશ કર્યો છે.સુરતના રાંદેર, ભેસ્તાન અને વરાછામાંથી 136.02 ગ્રામ એમ.ડી.ડ્રગ્સ સાથે ત્રણ ઝડપાયા છે.રાંદેરમાં ડ્રગ્સ સાથે ઝડપાયેલા યુવાનને ડ્રગ્સ આપનાર લબરમુછીયાને પણ કાદરશાની નાળમાંથી ઝડપી પાડી રૂ.15.23 લાખની મત્તાનો મુદ્દામાલ કબજે કર્યો હતો.મુંબઈના સપ્લાયરને વોન્ટેડ જાહેર કર્યો છે.

મળેલી બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચની એક ટીમે ગતરોજ રાંદેર રોડ ઋષભ ચાર રસ્તાથી અડાજણ પાટીયા તરફ જતા ઈન્ડિયન ઓઈલ પેટ્રોલ પંપની સામેથી પત્ની સાથે બર્ગમેન મોપેડ પર જતા અફશરઅલી અશરફઅલી સૈયદને ઝડપી પાડી તેની પાસેથી રૂ.2,53,700 ની મત્તાનું 25.370 ગ્રામ એમ.ડી.ડ્રગ્સ કબજે કર્યું હતું.ક્રાઈમ બ્રાન્ચે તેના ગોરાટ કોઝવે રોડ સુકુન એપાર્ટમેન્ટ સ્થિત ઘરમાં પણ જડતી લેતા ત્યાંથી પણ વધુ રૂ.73,900 ની મત્તાનું 7.390 ગ્રામ એમ.ડી.ડ્રગ્સ મળ્યું હતું.ક્રાઈમ બ્રાન્ચે તેની પાસેથી 32.760 ગ્રામ એમ.ડી.ડ્રગ્સ ઉપરાંત બર્ગમેન મોપેડ, 100 જેટલી પ્લાસ્ટીકની થેલી વિગેરે મળી કુલ રૂ.3,86,500 નો મુદ્દામાલ કબજે કરી પુછપરછ કરતા એમ.ડી.ડ્રગ્સનો જથ્થો તેને કાદરશાની નાળ ખાતે રહેતા અયાને આપ્યાની કબૂલાત કરતા ક્રાઈમ બ્રાન્ચે આ અંગે રાંદેર પોલીસ મથકમાં ગુનો નોંધાવી અયાનને વોન્ટેડ જાહેર કર્યો હતો.

આ તરફ ક્રાઈમ બ્રાન્ચની અન્ય ટીમ ભેસ્તાન ગણેશકૃપા ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ફુટ પેટ્રોલીંગમાં હતી ત્યારે વરસતા વરસાદમાં એક યુવાન પોલીસને જોઈ ભાગતા તેને ઝડપી પાડી પૂછતાં તે યુવાન નિર્મિત ક્રિષ્નાકુમાર જાડેજાએ પોતાની પાસે એમ.ડી.ડ્રગ્સ હોય ગભરાઈને ભાગતો હોવાની કબૂલાત કરી હતી.આથી ક્રાઈમ બ્રાન્ચે તેની જડતી લેતા તેની પાસેથી રૂ.8,02,600 ની મત્તાનું 80.26 ગ્રામ એમ.ડી.ડ્રગ્સ અને 64 જેટલી પ્લાસ્ટીકની થેલી મળી હતી.ત્યાં ભાડેથી એમ્બ્રોઇડરીનું ખાતું ચલાવતા નિર્મિતની પાસેથી ક્રાઈમ બ્રાન્ચે ડ્રગ્સ ઉપરાંત રોકડા રૂ.14 હજાર, મોબાઈલ ફોન વિગેરે મળી કુલ રૂ.8,56,700 નો મુદ્દામાલ કબજે કરી પુછપરછ કરતા ડ્રગ્સનો જથ્થો વરાછાના જય મકવાણા અને અન્યોએ આપ્યાની કબૂલાત કરી હતી.ક્રાઈમ બ્રાન્ચે આ અંગે ભેસ્તાન પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો હતો.

ડ્રગ્સનો જથ્થો આપનાર જય મકવાણા અને અયાનને શોધવા ક્રાઈમ બ્રાન્ચની જુદીજુદી ટીમો કામે લાગી હતી.તે અરસામાં એક ટીમને વરાછા હીરાબાગ સર્કલથી અશ્વનીકુમાર રોડ તરફ જતા ડાબી બાજુના સર્વિસ રોડ ઉપર શિવશક્તિ ડાયમંડ કંપનીની સામે એક્ટીવા ઉપર બેસેલો જયેશ ભાણાભાઈ મકવાણા મળ્યો હતો.ક્રાઈમ બ્રાન્ચે તેના એક્ટીવાની ડીકીની જડતી લેતા તેમાંથી રૂ.2.30 લાખની મત્તાની 23 ગ્રામ એમ,ડી,ડ્રગ્સ મળતા ક્રાઈમ બ્રાન્ચે ડ્રગ્સ ઉપરાંત મોપેડ, બે મોબાઈલ ફોન વિગેરે મળી કુલ રૂ.2,80,100 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.ક્રાઈમ બ્રાન્ચે જયેશની પુછપરછ કરતા તે ત્રણ દિવસ અગાઉ મુંબઈના આદિત્ય પાસેથી એમ,ડી,ડ્રગ્સ સુરતમાં છૂટક વેચવા લાવ્યો હતો અને અન્યોને આપ્યું હતું.ક્રાઈમ બ્રાન્ચે આ અંગે કાપોદ્રા પોલીસ મથકમાં ગુનો નોંધાવી મુંબઈના આદિત્યને વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.


અયાનને શોધી રહેલી ક્રાઈમ બ્રાન્ચે ગણતરીના સમયમાં 20 વર્ષીય અયાનખાન આયુબખાન પઠાણને પણ કાદરશાની નાળ નવા બનતા મેટ્રો સ્ટેશન પાસેથી ઝડપી લીધો હતો.આમ, ક્રાઈમ બ્રાન્ચે એક જ દિવસમાં ત્રણ સ્થળેથી રૂ.13,60,200 ની મત્તાના 136.02 ગ્રામ એમ.ડી.ડ્રગ્સ સહિત કુલ રૂ.15,23,300 નો મુદ્દામાલ કબજે કરી મુંબઈથી એમ.ડી.ડ્રગ્સ લાવી સુરતમાં વેચવાના વધુ એક નેટવર્કનો પર્દાફાશ કર્યો હતો.


દસ દિવસ પહેલા ક્રાઈમ બ્રાન્ચે 10 ને ઝડપ્યા હતા

સુરત, : સુરતના દરેક વિસ્તારમાં એમ.ડી.ડ્રગ્સ વેચવાના નેટવર્કમાં સામેલ મુંબઈની રાબીયા શેખ અને તેના પ્રેમી સફીકખાન પઠાણની 10 દિવસ અગાઉ ધરપકડ બાદ ક્રાઈમ બ્રાન્ચે પાલ, રાંદેર, રૂદરપુરા, નાનપુરામાંથી સરફરાજ ઉર્ફે સલમાન ઉર્ફે ઘડીયાળી યાકુબભાઈ પટેલ, ફૈસલ અલ્લારખા કચરા, યાશીન બાબુલ મુલ્લા, અસ્ફાક મોહંમદ યુનુસ શેખ અને સૈયદ આસીફ ઉર્ફે બાબુ હૈદર ઉર્ફે કાલુ સૈયદને 102 ગ્રામ ડ્રગ્સ સાથે ઝડપી પાડી તે નેટવર્કમાં સામેલ મોહંમદ મોહસીન ઉર્ફે બાટલી ફારૂક શેખ, સૈફ ઉર્ફે પઠાણ મોહંમદ સલીમ રૂપાલવાલા અને યુસુફ ઉર્ફે યુસુફ ઘોડા મીયામોહંમદ શેખને પણ ઝડપી લીધા હતા.


કોણ કોણ ઝડપાયું

(1) અફશરઅલી અશરફઅલી સૈયદ ( ઉ.વ.30, રહે.બ્લોક નં.એ/3, મકાન નં.2, સુકુન એપાર્ટમેન્ટ, એસએમસી ક્વાર્ટર્સ, ગોરાટ કોઝવે રોડ, રાંદેર, સુરત )
(2) એમ્બ્રોઈડરીનું ખાતું ચલાવતા નિર્મિત ક્રિષ્નાકુમાર જાડેજા ( ઉ.વ.44, રહે.એ/702, આગમ ટાવર, ચાંદની ચોક સર્કલ પાસે, પીપલોદ, સુરત. મૂળ રહે.વાડોદર, તા.ગોંડલ, જી.રાજકોટ અને બંગલા ટાઈપ મકાનમાં, યોગેશ્વર ફ્લેટની પાછળ, ઘોઘા સર્કલ, ભાવનગર )
(3) મોબાઈલ લે-વેચ અને રીપેરીંગનું કામ કરતા જયેશ ભાણાભાઈ મકવાણા ( ઉ.વ.30, રહે.બી/105, રાધેકૃષ્ણા રેસિડન્સી, નંદસાડ રોડ, કામરેજ, સુરત. મૂળ રહે.સ્ટેશન પ્લોટ મામલતદાર ઓફિસની બાજુમાં, ગોંડલ, રાજકોટ તથા ઈશ્વરીયા ગામ, ગોંડલ, રાજકોટ )
(4) અયાનખાન આયુબખાન પઠાણ ( ઉ.વ.20, રહે.નવાબી મસ્જીદ પાસે, ખંડેરાવપુરા, નાનપુરા, સુરત )