મણિનગર વિધાનસભાના કાર્યકરોએ કમળના ફૂલથી ભાજપનો નકશો કર્યો તૈયાર

ગુજરાતમાં ભાજપ ૨૬ માંથી ૨૬ બેઠકો ૫ લાખની લીડથી જીતી ઇતિહાસ રચશે : દિનેશ મકવાણા લોકસભાની ચૂંટણી અબ કી બાર ૪૦૦ પાર સાથે નરેન્દ્ર મોદી ફરીથી વડાપ્રધાન બનશે : અમૂલ ભટ્ટ અબ કી બાર ૪૦૦ પાર ના સંકલ્પ સાથે ભાજપના કાર્યકરોની ઉજવણી વિશ્વની સૌથી મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટીનો આજે સ્થાપના દિવસ છે ત્યારે સમગ્ર ભારતમાં મોટા નેતાઓ તેમજ કાર્યક્રતાઓ દ્વારા આ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.ત્યારે મણિનગર વિધાનસભાના કાર્યકરોએ કમળના ફૂલથી ભાજપનો નકશો તૈયાર કર્યો હતો,તો બીજી તરફ ભાજપના અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠકના ઉમેદવાર દિનેશ મકવાણાએ ભાજપના કાર્યકર્તાઓને શુભેચ્છા પાઠવી. આજનો દિવસ ભાજપ માટે મહત્વનો ભારતીય રાજકારણમાં 6 એપ્રિલ 1980નો દિવસ અત્યંત મહત્વનો છે. આ દિવસે ભારતીય જનતા પાર્ટીનો ઉદય થયો હતો. જનસંઘમાંથી ભાજપના નામે રોપાયેલું નાનકડું બીજ આજે વિશાળ વટવૃક્ષ બની ગયું છે. ભાજપે રાષ્ટ્રીય સ્તરે 370થી આગળ વધવાનો સંકલ્પ જાહેર કર્યો છે. એનડીએ માટે 400થી વધુ બેઠકનો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે. ભાજપ ગુજરાતની દરેક બેઠક ઉપર 5 લાખથી વધુ મતોથી જીતવાનો દાવો કરી રહ્યો છે. જો કે એક વખતની લોકસભા ચૂંટણી એવી પણ હતી કે જ્યારે ગુજરાતમાં ભાજપને માત્ર 1 બેઠક જ મળી હતી. 1980માં પક્ષની સ્થાપના ભારતીય જનતા પક્ષ વર્ષ 1980માં અસ્તિત્વમાં આવ્યો, પરંતુ રાજકીય રીતે તેની વિચારધારા અને પૃષ્ઠભૂમિ આઝાદી પછીના પ્રારંભિક વર્ષો સુધી લંબાયેલ છે. વર્ષ 1951માં ભારતીય જન સંઘની સ્થાપના થઈ હતી. પાર્ટીએ 1952, '57, '62, '67 અને '71ની લોકસભા ચૂંટણીઓ લડી હતી. જેમાં પાર્ટીએ 3થી લઈને 22 બેઠક સુધીની સફર ખેડી હતી. આ દરમિયાન પાર્ટીના મતોની ટકાવારી 3 ટકાથી વધીને લગભગ 7.5 ટકા સુધી પહોંચી હતી. ઈન્દિરા ગાંધી દ્વારા લાદવામાં આવેલી કટોકટી પછી પહેલી ચૂંટણી વર્ષ 1977માં યોજાઈ. જનતા મોરચાને 405માંથી 299 બેઠક મળી હતી. જેમાંથી 93 જનસંઘે જીતી હતી. જનતા મોરચા સરકાર આંતરિક વિરોધને કારણે તેનો કાર્યકાળ પૂર્ણ કરી શકી ન હતી. 1996માં વાજપાઈ વડાપ્રધાન બન્યા વર્ષ 1996માં ભાજપના નેતૃત્ત્વવાળા એનડીએ ગઠબંધનના ઉમેદવાર વાજપાયી વડા પ્રધાન બન્યા, પરંતુ વિશ્વાસમત પુરવાર ન કરી શકવાને કારણે માત્ર 13 દિવસમાં તેમની સરકારનું પતન થયું. વર્ષ 1998માં ભાજપના નેતૃત્ત્વમાં એનડીએ યુતિ ફરી સરકારમાં આવી. વાજપેયી લગભગ 13 મહિના માટે સત્તા ઉપર રહ્યા અને તેમની સરકાર રાજકીય અસ્થિરતાનો ભોગ બની.

મણિનગર વિધાનસભાના કાર્યકરોએ કમળના ફૂલથી ભાજપનો નકશો કર્યો તૈયાર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ગુજરાતમાં ભાજપ ૨૬ માંથી ૨૬ બેઠકો ૫ લાખની લીડથી જીતી ઇતિહાસ રચશે : દિનેશ મકવાણા
  • લોકસભાની ચૂંટણી અબ કી બાર ૪૦૦ પાર સાથે નરેન્દ્ર મોદી ફરીથી વડાપ્રધાન બનશે : અમૂલ ભટ્ટ
  • અબ કી બાર ૪૦૦ પાર ના સંકલ્પ સાથે ભાજપના કાર્યકરોની ઉજવણી

વિશ્વની સૌથી મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટીનો આજે સ્થાપના દિવસ છે ત્યારે સમગ્ર ભારતમાં મોટા નેતાઓ તેમજ કાર્યક્રતાઓ દ્વારા આ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.ત્યારે મણિનગર વિધાનસભાના કાર્યકરોએ કમળના ફૂલથી ભાજપનો નકશો તૈયાર કર્યો હતો,તો બીજી તરફ ભાજપના અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠકના ઉમેદવાર દિનેશ મકવાણાએ ભાજપના કાર્યકર્તાઓને શુભેચ્છા પાઠવી.

આજનો દિવસ ભાજપ માટે મહત્વનો

ભારતીય રાજકારણમાં 6 એપ્રિલ 1980નો દિવસ અત્યંત મહત્વનો છે. આ દિવસે ભારતીય જનતા પાર્ટીનો ઉદય થયો હતો. જનસંઘમાંથી ભાજપના નામે રોપાયેલું નાનકડું બીજ આજે વિશાળ વટવૃક્ષ બની ગયું છે. ભાજપે રાષ્ટ્રીય સ્તરે 370થી આગળ વધવાનો સંકલ્પ જાહેર કર્યો છે. એનડીએ માટે 400થી વધુ બેઠકનો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે. ભાજપ ગુજરાતની દરેક બેઠક ઉપર 5 લાખથી વધુ મતોથી જીતવાનો દાવો કરી રહ્યો છે. જો કે એક વખતની લોકસભા ચૂંટણી એવી પણ હતી કે જ્યારે ગુજરાતમાં ભાજપને માત્ર 1 બેઠક જ મળી હતી.

1980માં પક્ષની સ્થાપના

ભારતીય જનતા પક્ષ વર્ષ 1980માં અસ્તિત્વમાં આવ્યો, પરંતુ રાજકીય રીતે તેની વિચારધારા અને પૃષ્ઠભૂમિ આઝાદી પછીના પ્રારંભિક વર્ષો સુધી લંબાયેલ છે. વર્ષ 1951માં ભારતીય જન સંઘની સ્થાપના થઈ હતી. પાર્ટીએ 1952, '57, '62, '67 અને '71ની લોકસભા ચૂંટણીઓ લડી હતી. જેમાં પાર્ટીએ 3થી લઈને 22 બેઠક સુધીની સફર ખેડી હતી. આ દરમિયાન પાર્ટીના મતોની ટકાવારી 3 ટકાથી વધીને લગભગ 7.5 ટકા સુધી પહોંચી હતી. ઈન્દિરા ગાંધી દ્વારા લાદવામાં આવેલી કટોકટી પછી પહેલી ચૂંટણી વર્ષ 1977માં યોજાઈ. જનતા મોરચાને 405માંથી 299 બેઠક મળી હતી. જેમાંથી 93 જનસંઘે જીતી હતી. જનતા મોરચા સરકાર આંતરિક વિરોધને કારણે તેનો કાર્યકાળ પૂર્ણ કરી શકી ન હતી.


1996માં વાજપાઈ વડાપ્રધાન બન્યા

વર્ષ 1996માં ભાજપના નેતૃત્ત્વવાળા એનડીએ ગઠબંધનના ઉમેદવાર વાજપાયી વડા પ્રધાન બન્યા, પરંતુ વિશ્વાસમત પુરવાર ન કરી શકવાને કારણે માત્ર 13 દિવસમાં તેમની સરકારનું પતન થયું. વર્ષ 1998માં ભાજપના નેતૃત્ત્વમાં એનડીએ યુતિ ફરી સરકારમાં આવી. વાજપેયી લગભગ 13 મહિના માટે સત્તા ઉપર રહ્યા અને તેમની સરકાર રાજકીય અસ્થિરતાનો ભોગ બની.