ભાજપ નેતાઓની કમલમ ખાતે યોજાઈ મોટી બેઠક, ગુજરાતમાં ‘તિરંગા યાત્રા’ યોજવા અંગે લીધો મોટો નિર્ણય

BJP Tiranga Yatra : ભાજપ દ્વારા 15મી ઓગસ્ટ, સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે 11મી ઓગસ્ટથી ગુજરાત સહિત દેશભરમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યના ચાર મહાનગરો સહિત અન્ય મોટા શહેરોમાં તિરંગ યાત્રા નીકાળવામાં આવશે. જ્યારે 10 ઓગસ્ટે રાજકોટ ખાતે આયોજિત તિરંગા યાત્રામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડા હાજર રહેશે. બીજી તરફ, સરકાર દ્વારા તિરંગા યાત્રાને લઈને તૈયારી શરુ દેવામાં આવી છે.અમદાવાદ, સુરત, વડોદરા સહિતના મોટા શહેરોમાં નીકળશે તિરંગા યાત્રારાજ્ય સહિત દેશભરમાં તિરંગા યાત્રાનું ભાજપ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે 11 ઓગસ્ટે સુરત ખાતેની તિરંગા યાત્રામાં ભૂપેન્દ્ર પટેલ અને સી.આર. પાટીલ હાજર રહેશે. જ્યારે  વડોદરા ખાતે 12 ઓગસ્ટે અને અમદાવાદ ખાતે 13 ઓગસ્ટે તિરંગા યાત્રા નીકાળવામાં આવશે. તિરંગા યાત્રામાં સ્થાનિક પોલીસ, અર્ધલશ્કરી દળ અને સેનાના જવાનો હાજર રહેશે અને જેમાં વિવિધ ટેબ્લો પદર્શિત કરવામાં આવશે. આ સાથે સરકાર દ્વારા તિરંગાનું વિતરણ કરવામાં આવશે.રાજકોટમાં 50 હજાર અને સુરતમાં 1 લાખથી વધુ લોકો તિરંગા યાત્રામાં જોડાશેરાજકોટ ખાતે 10 ઓગસ્ટથી તિરંગા યાત્રાનો પ્રારંભ થશે. જેમાં  રાજકોટના 50 હજારથી વધુ લોકો અને સુરતમાં એક લાખથી વધુ તિરંગા યાત્રામાં જોડાશે. જ્યારે  14-15 ઓગસ્ટે હર ઘર તિરંગા યાત્રાને સફળ બનાવવા માટે સરકાર દ્વારા પ્રમુખથી લઈને મંત્રીઓને જવાબદારી સોંપવામાં આવી છે. બીજી તરફ, આજે (7 ઓગસ્ટ) કમલમ ખાતે પ્રદેશ ભાજપના અગ્રણીઓની મેરેથોન બેઠક યોજવામાં આવશે. 

ભાજપ નેતાઓની કમલમ ખાતે યોજાઈ મોટી બેઠક, ગુજરાતમાં ‘તિરંગા યાત્રા’ યોજવા અંગે લીધો મોટો નિર્ણય

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

BJP Tiranga Yatra

BJP Tiranga Yatra : ભાજપ દ્વારા 15મી ઓગસ્ટ, સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે 11મી ઓગસ્ટથી ગુજરાત સહિત દેશભરમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યના ચાર મહાનગરો સહિત અન્ય મોટા શહેરોમાં તિરંગ યાત્રા નીકાળવામાં આવશે. જ્યારે 10 ઓગસ્ટે રાજકોટ ખાતે આયોજિત તિરંગા યાત્રામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડા હાજર રહેશે. બીજી તરફ, સરકાર દ્વારા તિરંગા યાત્રાને લઈને તૈયારી શરુ દેવામાં આવી છે.

અમદાવાદ, સુરત, વડોદરા સહિતના મોટા શહેરોમાં નીકળશે તિરંગા યાત્રા

રાજ્ય સહિત દેશભરમાં તિરંગા યાત્રાનું ભાજપ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે 11 ઓગસ્ટે સુરત ખાતેની તિરંગા યાત્રામાં ભૂપેન્દ્ર પટેલ અને સી.આર. પાટીલ હાજર રહેશે. જ્યારે  વડોદરા ખાતે 12 ઓગસ્ટે અને અમદાવાદ ખાતે 13 ઓગસ્ટે તિરંગા યાત્રા નીકાળવામાં આવશે. તિરંગા યાત્રામાં સ્થાનિક પોલીસ, અર્ધલશ્કરી દળ અને સેનાના જવાનો હાજર રહેશે અને જેમાં વિવિધ ટેબ્લો પદર્શિત કરવામાં આવશે. આ સાથે સરકાર દ્વારા તિરંગાનું વિતરણ કરવામાં આવશે.

રાજકોટમાં 50 હજાર અને સુરતમાં 1 લાખથી વધુ લોકો તિરંગા યાત્રામાં જોડાશે

રાજકોટ ખાતે 10 ઓગસ્ટથી તિરંગા યાત્રાનો પ્રારંભ થશે. જેમાં  રાજકોટના 50 હજારથી વધુ લોકો અને સુરતમાં એક લાખથી વધુ તિરંગા યાત્રામાં જોડાશે. જ્યારે  14-15 ઓગસ્ટે હર ઘર તિરંગા યાત્રાને સફળ બનાવવા માટે સરકાર દ્વારા પ્રમુખથી લઈને મંત્રીઓને જવાબદારી સોંપવામાં આવી છે. બીજી તરફ, આજે (7 ઓગસ્ટ) કમલમ ખાતે પ્રદેશ ભાજપના અગ્રણીઓની મેરેથોન બેઠક યોજવામાં આવશે.