ટ્રાફિક બ્રિગેડના જવાનના પૂર્વ પ્રેમિકા સાથેના ફોટો વાયરલ થતાં સાયબર સેલમાં ફરિયાદ

વડોદરાઃ વડોદરાના ટ્રાફિક બ્રિગેડના જવાનની  પૂર્વ પ્રેમિકા સાથેના ફોટા વાયરલ થતાં તેણે સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી છે.પોલીસ જવાને કહ્યું છે કે,ગઇ તા.૬ ફેબુ્રઆરીના રોજ મને એક મેસેજ મળ્યો હતો.જેમાં મારી લગ્ન પહેલાંની પ્રેમિકાનો ફોટો હતો.પરંતુ આઇડી તેનું નહતું.ત્યારબાદ મારો પ્રેમિકા સાથેનો ફોટો મોકલવામાં આવ્યો હતો અને સોશ્યલ મીડિયા પર પણ આ ફોટો મૂકવામાં આવ્યો હતો.જેથી કોઇ વ્યક્તિએ ફેક ઇન્સ્ટાગ્રામ આઇડી પરથી મારો ફોટો વાયરલ કરી મારા પરિચિતો તેમજ મિત્રોને મોકલી મારી બદનામી કરી છે.સાયબર સેલે આ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ટ્રાફિક બ્રિગેડના જવાનના પૂર્વ પ્રેમિકા સાથેના ફોટો વાયરલ થતાં સાયબર સેલમાં ફરિયાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરાઃ વડોદરાના ટ્રાફિક બ્રિગેડના જવાનની  પૂર્વ પ્રેમિકા સાથેના ફોટા વાયરલ થતાં તેણે સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી છે.

પોલીસ જવાને કહ્યું છે કે,ગઇ તા.૬ ફેબુ્રઆરીના રોજ મને એક મેસેજ મળ્યો હતો.જેમાં મારી લગ્ન પહેલાંની પ્રેમિકાનો ફોટો હતો.પરંતુ આઇડી તેનું નહતું.

ત્યારબાદ મારો પ્રેમિકા સાથેનો ફોટો મોકલવામાં આવ્યો હતો અને સોશ્યલ મીડિયા પર પણ આ ફોટો મૂકવામાં આવ્યો હતો.જેથી કોઇ વ્યક્તિએ ફેક ઇન્સ્ટાગ્રામ આઇડી પરથી મારો ફોટો વાયરલ કરી મારા પરિચિતો તેમજ મિત્રોને મોકલી મારી બદનામી કરી છે.સાયબર સેલે આ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.