વાડી સ્વામિનારાયણ મંદિરના સંત પર ગંભીર આરોપ, યુવતીએ નોંધાવી દુષ્કર્મની ફરિયાદ

Swaminarayan Saint Against Police complaint: વડતાલ સંપ્રદાયના વાડી સ્વામિનારાયણ મંદિરના સંત પર યુવતીએ ગંભીર આરોપ લગાવ્યો છે. પીડિત યુવતીએ વાડી પોલીસ મથકે વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના જગત પાવન સ્વામી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધવી છે. જો કે, પોલીસે આ મામલે  તપાસ હાથ ધરી છે.  જાણો શું છે મામલોપીડિત યુવતીએ આરોપ લગાવ્યો છે કે, 'વર્ષ 2016માં સ્વામિનારાયણ સંપ્રદાયના જગત પાવન સ્વામીએ ગિફ્ટ આપવાના બહાને તેને મંદિરે બોલાવી હતી. ત્યારબાદ રૂમમાં લઈ જઈને દુષ્કર્મ આચર્યું હતું.' યુવતીએ ફરિયાદમાં જગત પાવન સ્વામીની મદદ કરનાર મંદિરના અન્ય સાધુઓના નામ પણ લખાવ્યાં છે. યુવતીએ આઠ વર્ષ બાદ ફરિયાદ નોંધાવીયુવતીએ નોંધાવેલી ફરિયાદ અને તેના નિવેદન અનુસાર, આ ઘટના વર્ષ 2016માં બની હતી. આઠ વર્ષ બાદ આજે (આઠમી જૂન) યુવતીએ જગત પાવન સ્વામી સામે વાડી પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. જો કે, આ અંગે અનેક તર્ક વિતર્ક થઈ રહ્યાં છે. યુવતીએ જગત પાવન સ્વામી તથા તેમની મદદ કરનાર અન્ય લોકોને કડક સજા થાય એવી માંગ કરી છે. પરંતુ 2016ની ઘટના અંગે 2024માં ફરિયાદ નોંધાવતા યુવતીની ફરિયાદમાં કેટલું તથ્ય છે તે એક મોટો સવાલ છે. 

વાડી સ્વામિનારાયણ મંદિરના સંત પર ગંભીર આરોપ, યુવતીએ નોંધાવી દુષ્કર્મની ફરિયાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Swaminarayan Saint Against Police complaint: વડતાલ સંપ્રદાયના વાડી સ્વામિનારાયણ મંદિરના સંત પર યુવતીએ ગંભીર આરોપ લગાવ્યો છે. પીડિત યુવતીએ વાડી પોલીસ મથકે વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના જગત પાવન સ્વામી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધવી છે. જો કે, પોલીસે આ મામલે  તપાસ હાથ ધરી છે.  

જાણો શું છે મામલો

પીડિત યુવતીએ આરોપ લગાવ્યો છે કે, 'વર્ષ 2016માં સ્વામિનારાયણ સંપ્રદાયના જગત પાવન સ્વામીએ ગિફ્ટ આપવાના બહાને તેને મંદિરે બોલાવી હતી. ત્યારબાદ રૂમમાં લઈ જઈને દુષ્કર્મ આચર્યું હતું.' યુવતીએ ફરિયાદમાં જગત પાવન સ્વામીની મદદ કરનાર મંદિરના અન્ય સાધુઓના નામ પણ લખાવ્યાં છે. 

યુવતીએ આઠ વર્ષ બાદ ફરિયાદ નોંધાવી

યુવતીએ નોંધાવેલી ફરિયાદ અને તેના નિવેદન અનુસાર, આ ઘટના વર્ષ 2016માં બની હતી. આઠ વર્ષ બાદ આજે (આઠમી જૂન) યુવતીએ જગત પાવન સ્વામી સામે વાડી પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. જો કે, આ અંગે અનેક તર્ક વિતર્ક થઈ રહ્યાં છે. યુવતીએ જગત પાવન સ્વામી તથા તેમની મદદ કરનાર અન્ય લોકોને કડક સજા થાય એવી માંગ કરી છે. પરંતુ 2016ની ઘટના અંગે 2024માં ફરિયાદ નોંધાવતા યુવતીની ફરિયાદમાં કેટલું તથ્ય છે તે એક મોટો સવાલ છે.