જુલાઈ મહિનામાં અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે Metro Train થઈ શકે છે શરૂ

અમદાવાદ ગાંધીનગર વચ્ચે મેટ્રોની કામગીરી પૂરજોશમાં મેટ્રો સેવાઓ શરૂ કરવા કામગીરી આખરી તબક્કામાં જૂન માસમાં કમિશ્નર મેટ્રો રેલ સેફટી ગુજરાત આવશે જુલાઈ મહિનાના અંતમા અમદાવાદ ગાંધીનગર વચ્ચે મેટ્રો સેવાઓ શરૂ થઈ શકે છે તેવી માહિતી સૂત્રો તરફથી સામે આવી છે,અમદાવાદના મોટેરાથી ગાંધીનગર વચ્ચે મેટ્રોની સેવાઓ શરૂ થશે હાલમાં ગાંધીનગરના ચ-0 સર્કલ સુધીની કામગીરી પર ભાર મૂકવામાં આવ્યો છે.છેલ્લા બે મહિનાથી ડબ્બા લગાવી ટ્રાયલ રન પણ કરાઈ રહ્યો છે.મેટ્રોની આખરી તબક્કાની કામગીરીનું નિરીક્ષણ કરવા કમિશ્નર ગુજરાત આવવાના છે. અપડાઉન કરતા શહેરીજનોને રહેશે સરળતા અધિકારીઓ જૂન માસમાં મેટ્રોની કામગીરી પૂર્ણ થાય તેવું આયોજન કરી રહ્યા છે.મહત્વનું છે કે અમદાવાદના મોટેરાથી ગાંધીનગર જવા માટે મેટ્રો સેવા જલ્દીથી શરૂ કરવામાં આવશે આ રૂટ શરૂ થયા બાદ દરરોજ ગાંધીનગર અપડાઉન કરવા માગતા શહેરીજનોને ખુબ જ સરળતા રહેશે.અમદાવાદમાં 21 વર્ષ પહેલા વર્ષ 2003માં મેટ્રો ટ્રેન માટે ગુજરાત ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ બોર્ડ રચાયું હતું.. અને વર્ષ 2019માં જાહેર જનતા માટે પહેલી મેટ્રો ટ્રેન વસ્ત્રાલથી એપરલ પાર્ક સુધી શરૂ થઇ હતી. આ ટ્રેનને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લીલીઝંડી આપી હતી અને આ સાથે અમદાવાદમાં મેટ્રો ટ્રેન સેવાનો શુભારંભ થયો હતો. આચારસહિંતા દૂર થશે પછી થઈ શકે છે ઉદ્ધાટન પ્રાપ્ત માહિતી મુજબ, અમદાવાદના મોટેરાથી ગાંધીનગરના ચ-2 સુધીના મેટ્રો ટ્રેક પર ટ્રાયલ રનની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. મેટ્રો સ્ટેશનની પણ 90 ટકા કામગીરી પૂર્ણતાના આરે છે. મેટ્રો ટ્રેક સંપૂર્ણ તૈયાર થઈ ગયો છે, જ્યારે સ્ટેનશનની કામગીરી અંતિમ તબક્કામાં છે. લોકસભા ચૂંટણીના પરિણામ જાહેર થયા બાદ આચારસંહિતા સંપૂર્ણ દૂર થયા પછી મેટ્રો રૂટનું ઉદઘાટન કરવામાં આવશે એવી માહિતી છે. ચ 2 થી મહાત્મા મંદિર સુધીનો મેટ્રો રૂટ ડિસેમ્બર મહિનાની આસપાસ શરૂ થઈ શકે છે. અમદાવાદના મોટેરા નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી ગાંધીનગરના મહાત્મા મંદિર સુધી 28 કિમીનો મેટ્રો ટ્રેન રૂટ તૈયાર કરાયો છે.

જુલાઈ મહિનામાં અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે Metro Train થઈ શકે છે શરૂ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અમદાવાદ ગાંધીનગર વચ્ચે મેટ્રોની કામગીરી પૂરજોશમાં
  • મેટ્રો સેવાઓ શરૂ કરવા કામગીરી આખરી તબક્કામાં
  • જૂન માસમાં કમિશ્નર મેટ્રો રેલ સેફટી ગુજરાત આવશે

જુલાઈ મહિનાના અંતમા અમદાવાદ ગાંધીનગર વચ્ચે મેટ્રો સેવાઓ શરૂ થઈ શકે છે તેવી માહિતી સૂત્રો તરફથી સામે આવી છે,અમદાવાદના મોટેરાથી ગાંધીનગર વચ્ચે મેટ્રોની સેવાઓ શરૂ થશે હાલમાં ગાંધીનગરના ચ-0 સર્કલ સુધીની કામગીરી પર ભાર મૂકવામાં આવ્યો છે.છેલ્લા બે મહિનાથી ડબ્બા લગાવી ટ્રાયલ રન પણ કરાઈ રહ્યો છે.મેટ્રોની આખરી તબક્કાની કામગીરીનું નિરીક્ષણ કરવા કમિશ્નર ગુજરાત આવવાના છે.

અપડાઉન કરતા શહેરીજનોને રહેશે સરળતા

અધિકારીઓ જૂન માસમાં મેટ્રોની કામગીરી પૂર્ણ થાય તેવું આયોજન કરી રહ્યા છે.મહત્વનું છે કે અમદાવાદના મોટેરાથી ગાંધીનગર જવા માટે મેટ્રો સેવા જલ્દીથી શરૂ કરવામાં આવશે આ રૂટ શરૂ થયા બાદ દરરોજ ગાંધીનગર અપડાઉન કરવા માગતા શહેરીજનોને ખુબ જ સરળતા રહેશે.અમદાવાદમાં 21 વર્ષ પહેલા વર્ષ 2003માં મેટ્રો ટ્રેન માટે ગુજરાત ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ બોર્ડ રચાયું હતું.. અને વર્ષ 2019માં જાહેર જનતા માટે પહેલી મેટ્રો ટ્રેન વસ્ત્રાલથી એપરલ પાર્ક સુધી શરૂ થઇ હતી. આ ટ્રેનને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લીલીઝંડી આપી હતી અને આ સાથે અમદાવાદમાં મેટ્રો ટ્રેન સેવાનો શુભારંભ થયો હતો.

આચારસહિંતા દૂર થશે પછી થઈ શકે છે ઉદ્ધાટન

પ્રાપ્ત માહિતી મુજબ, અમદાવાદના મોટેરાથી ગાંધીનગરના ચ-2 સુધીના મેટ્રો ટ્રેક પર ટ્રાયલ રનની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. મેટ્રો સ્ટેશનની પણ 90 ટકા કામગીરી પૂર્ણતાના આરે છે. મેટ્રો ટ્રેક સંપૂર્ણ તૈયાર થઈ ગયો છે, જ્યારે સ્ટેનશનની કામગીરી અંતિમ તબક્કામાં છે. લોકસભા ચૂંટણીના પરિણામ જાહેર થયા બાદ આચારસંહિતા સંપૂર્ણ દૂર થયા પછી મેટ્રો રૂટનું ઉદઘાટન કરવામાં આવશે એવી માહિતી છે. ચ 2 થી મહાત્મા મંદિર સુધીનો મેટ્રો રૂટ ડિસેમ્બર મહિનાની આસપાસ શરૂ થઈ શકે છે. અમદાવાદના મોટેરા નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી ગાંધીનગરના મહાત્મા મંદિર સુધી 28 કિમીનો મેટ્રો ટ્રેન રૂટ તૈયાર કરાયો છે.