જામનગરમાં કોંગ્રેસે મંજૂરી વિના હોર્ડિંગ્સ લગાવી દીધા, ચૂંટણી પંચે ઉતરાવી દીધા

Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણીને લઈને જામનગર શહેરના લાલ બંગલા સર્કલમાં કોંગ્રેસ દ્વારા કોઈપણ પ્રકારની મંજૂરી વગરના મોટા ચાર હોર્ડિંગ લગાવેલા હતા. જોકે, ચૂંટણી પંચે દ્વારા આચારસંહિતાના ભંગના સંદર્ભમાં આ હોર્ડિંગ ઉતરાવી દીધા હતા.કોંગ્રેસના ઉમેદવાર જે.પી. મારવિયાના પ્રચાર પ્રસારને લગતા ચાર મોટા હોર્ડિંગ લાલ બંગલા સર્કલમાં આજે (બીજી મે) સવારે લગાવવામાં આવ્યા હતા. જે અંગે જામનગરના ચૂંટણી તંત્રને માહિતી મળતા મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાની ટીમે તાત્કાલિક અસરથી લાલ બંગલા સર્કલમાં પહોંચી જઈ કોઈપણ પ્રકારના મંજૂરી વિના લગાવેલા જુદા જુદા ચાર હોર્ડિંગ આચારસંહિતાના ભંગ સબબ ઉતરાવી લેવામાં આવ્યા હતા અને મહાનગરપાલિકાની કચેરીમાં જમા કરી દેવામાં આવ્યા હતા.

જામનગરમાં કોંગ્રેસે મંજૂરી વિના હોર્ડિંગ્સ લગાવી દીધા, ચૂંટણી પંચે ઉતરાવી દીધા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણીને લઈને જામનગર શહેરના લાલ બંગલા સર્કલમાં કોંગ્રેસ દ્વારા કોઈપણ પ્રકારની મંજૂરી વગરના મોટા ચાર હોર્ડિંગ લગાવેલા હતા. જોકે, ચૂંટણી પંચે દ્વારા આચારસંહિતાના ભંગના સંદર્ભમાં આ હોર્ડિંગ ઉતરાવી દીધા હતા.


કોંગ્રેસના ઉમેદવાર જે.પી. મારવિયાના પ્રચાર પ્રસારને લગતા ચાર મોટા હોર્ડિંગ લાલ બંગલા સર્કલમાં આજે (બીજી મે) સવારે લગાવવામાં આવ્યા હતા. જે અંગે જામનગરના ચૂંટણી તંત્રને માહિતી મળતા મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાની ટીમે તાત્કાલિક અસરથી લાલ બંગલા સર્કલમાં પહોંચી જઈ કોઈપણ પ્રકારના મંજૂરી વિના લગાવેલા જુદા જુદા ચાર હોર્ડિંગ આચારસંહિતાના ભંગ સબબ ઉતરાવી લેવામાં આવ્યા હતા અને મહાનગરપાલિકાની કચેરીમાં જમા કરી દેવામાં આવ્યા હતા.