જાણો, આ વખતે લોકસભા EVM સ્ટ્રોંગ રૂમમાં કેવી ચોકસાઈથી સાચવવામાં આવશે...

image : TwitterLok Sabha Election 2024 : વડોદરામાં તા.7 મીના રોજ લોકસભા ચૂંટણીઓ માટે સમગ્ર ગુજરાતમાં અને વડોદરામાં મતદાન થવાનું છે. તેના આગલા દિવસે 7 નિર્ધારિત વિતરણ કેન્દ્રો ખાતે મતદાન ટુકડીના તમામ સદસ્યોને એકઠા કરી અને તેમની ટીમ બનાવીને ઉપલબ્ધ કરવાયેલા વાહનોમાં રૂટ પ્રમાણે મતદાન યંત્રો અને મતદાન મથક રચનાની સાધન સામગ્રી તેમજ જરૂરી દસ્તાવેજી પત્રકો સાથે ટીમોને તેમના મતદાન મથકે પહોંચાડવામાં આવશે. ત્યાં પહોંચીને તેમણે મતદાન મથક તૈયાર કરવાની કામગીરી તે સમયે જ પૂરી કરી દેવાની રહેશે. લોકસભા બેઠકમાં જેટલી વિધાનસભા બેઠકો સમાવિષ્ઠ હોય એટલા વિતરણ કેન્દ્રો રાખવામાં આવે છે. એટલે કે લોકસભાની વડોદરા બેઠકમાં 7 વિધાનસભા આવે છે એટલે તા.6 મેના રોજ શહેરમાં 5 અને જિલ્લામાં 2 મળીને કુલ 7 વિતરણ કેન્દ્રો રખાશે. જે તે વિધાનસભા બેઠકના નાયબ કલેકટર કક્ષાના ચૂંટણી અધિકારી લોકસભાની ચૂંટણીમાં મદદનીશ ચૂંટણી અધિકારીની ભૂમિકા અદા કરે છે. અગાઉથી જ મતદાન મથકોની સંખ્યા પ્રમાણે મતદાન ટુકડીઓને આપવાની સામગ્રી ખૂબ તકેદારી સાથે એકત્ર કરવામાં આવે છે. મતદાન ટુકડીઓને સાથે બેસાડી જરૂરી તાલીમ વધુ એકવાર આપવામાં આવે છે. ચૂંટણી પંચ પારદર્શક, તટસ્થ અને ન્યાયી મતદાન વ્યવસ્થાની ખાત્રી માટે કોઈ ત્રુટિ રાખતું નથી. ખૂબ ચોકસાઈથી નિયમબધ્ધ કામગીરી કરવામાં આવે છે.મતદાન શરૂ થાય તેની સાથે જ રૂટના નક્કી થયેલા લાયેઝન અધિકારી એક વાહનમાં વધારાના ઈ.વી.એમ. અને અન્ય જરૂરી મતદાન સામગ્રી સાથે સતત તેમને સોંપવામાં આવેલા મતદાન મથકોની મુલાકાત લેતા રહે છે અને કોઈ આવશ્યકતાના સંજોગોમાં મતદાન અધિકારીને માર્ગદર્શન અને મદદ પૂરી પાડે છે. ઉપરના અધિકારીઓને તેઓ સતત અહેવાલ આપતાં રહે છે. મતદાન પૂરું થવાનો સમય ઋતુ અને સૂર્યાસ્તના સમય અનુસાર પંચ નિર્ધારિત કરે છે. એટલે આ નિર્ધારિત સમયે મતદાન મથકના મતદાન અધિકારી મતદાન પૂરું થવાની જાહેરાત કરીને, ઈ.વી.એમ.ને મતદાન માટે નિષ્ક્રિય કરે છે. રાજકીય પક્ષોના ઉમેદવારોના પ્રતિનિધિઓની હાજરીમાં આ કામગીરી થાય છે. દાખલા તરીકે સાંજના 6 વાગ્યે મતદાન પૂરું કરવાનું હોય અને તે સમયે મતદાન મથકમાં મતદારો વારાની રાહ જોતા હોય તો કતારના છેલ્લા મતદાર પછી કોઈ નવા મતદારોને કતારમાં ઉભા રહેવા દેવામાં આવતા નથી અને કતારમાં જે લોકો અગાઉથી ઉભા હોય એમનું મતદાન પૂરું કરાવવામાં આવે છે. તે પછી એક કલાક સુધી મતદાન મથક ખાતે મતદાન ટુકડી સાધનો અને દસ્તાવેજી પત્રકોના પંચના દિશાનિર્દેશો પ્રમાણે સિલીંગની કામગીરી કરે છે. તે પછી રૂટના નિર્ધારિત વાહનમાં પ્રત્યેક મતદાન મથકેથી ટુકડીઓને સાધન સામગ્રી સાથે વાહનમાં બેસાડીને રીસિવિંગ સેન્ટર એટલે કે પુનઃ સ્વીકાર કેન્દ્ર ખાતે લાવવામાં આવે છે. યાદ રહે કે સવારે જે જગ્યા વિતરણ કેન્દ્ર હતી. સાંજે એ જ જગ્યા સ્વીકાર કેન્દ્ર બની જાય છે. સ્વીકાર કેન્દ્ર એવી જગ્યા છે જ્યાંથી મતદાન મથકના મતદાન યંત્રોની મત ગણતરી કેન્દ્ર સુધીની સફર શરૂ થાય છે.મતદાન યંત્રોની હેરાફેરી વખતે સજ્જડ પોલીસ બંદોબસ્ત અને ફાયરના વાહનોને સાથે રખાય છે. પોલ્ડ વોટસ ધરાવતા મતદાન યંત્રોની જાણે કે રીસીવિંગ સેન્ટરથી મત ગણતરી કેન્દ્ર સુધી શોભાયાત્રા કાઢવામાં આવે છે. આગળ પાછળ પોલીસના વાહનોની સુરક્ષા વચ્ચે કાફલો આગળ વધે છે. કાફલામાં છેલ્લું વાહન અગ્નિશમનનું રાખવામાં આવે છે. શહેરમાં એસીપી અને ગ્રામ્ય વિસ્તારમાં ડી.વાય.એસ.પી.કક્ષાના ઉચ્ચ અધિકારી કાફલાનું નેતૃત્વ કરે છે અને તેને સહી સલામત મત ગણતરી કેન્દ્રમાં પહોંચાડે છે. ઉમેદવારોના અને પક્ષોના પ્રતિનિધિઓ ઈચ્છે તો આ વાહનોની સાથે એમના પ્રવાસ પર નજર રાખવા જોડાઈ શકે છે. ચૂંટણી પંચ તમામ તબક્કે પારદર્શકતા જાળવીને કામગીરી કરે છે. મતદાર મતદાન કરે ત્યારે જ તંત્રની જહેમત લેખે લાગે છે. એટલે સૌ એ અવશ્ય મતદાન કરવું જોઈએ. મતદાનને ટાળવા માટે કોઈ બહાનું યોગ્ય ના ગણાય...EVMને A, B, C અને D એમ ચાર શ્રેણીમાં વિભાજીત કરવામાં આવે છેએક અનુભવી ચૂંટણી અધિકારી સાથેની ચર્ચામાં જાણવા મળ્યું કે, મતદાન યંત્રો એટલે કે ઈ.વી.એમ.ને A, B, C અને D એમ ચાર શ્રેણીમાં વિભાજીત કરવામાં આવે છે. આ પૈકી A અને B શ્રેણીના ઇ.વી.એમ. એવા હોય જેમનો મતદાન મથકે મતદાન કરાવવા માટે ઉપયોગ થયો હોય. ઘણીવાર એવું બને છે કે, કોઈ મતદાન મથકે કેટલુંક મતદાન થાય પછી યંત્રમાં ખરાબીને લીધે તેને બદલવું પડે. એટલે ક્યારેક આવા મતદાન મથકના બે યંત્રોને ગણતરીમાં લેવા પડે. જ્યારે C અને D શ્રેણીમાં એવા મતદાન યંત્રો છે જેમનો ઉપયોગ મતદાનની તાલીમ આપવા અને અનામત તરીકે થયો હોય. આ શ્રેણીના યંત્રોમાં મત પડ્યા હોતા નથી એટલે મત ગણતરી કેન્દ્રમાં મોકલવાની જરૂર નથી. અહીંથી જાણે કે ચાર ભાઈ પૈકી બે-બેનો રસ્તો જુદો પડે છે. C અને D શ્રેણીના મતદાન યંત્રોને રિસીવિંગ સેન્ટરથી સીધા જ પૂરતી હિફાજત સાથે એ જ દિવસે અથવા તે પછીના દિવસે ઈ.વી.એમ. સંગ્રહ કેન્દ્રો ખાતે જમા કરાવવામાં આવે છે. અહીં તેમની વર્તમાન ચૂંટણીઓની સફર પૂરી થાય છે. જો કે A અને B શ્રેણીના મતદાન યંત્રોની ચૂંટણી સફર લાંબી ચાલે છે. છેક મત ગણતરી સુધી અને તે પછી પણ નિર્ધારિત મુદત સુધી તેમને તેમાં થયેલા મતદાન સાથે જાળવી રાખવામાં આવે છે.

જાણો, આ વખતે લોકસભા EVM સ્ટ્રોંગ રૂમમાં કેવી ચોકસાઈથી સાચવવામાં આવશે...

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

image : Twitter

Lok Sabha Election 2024 : વડોદરામાં તા.7 મીના રોજ લોકસભા ચૂંટણીઓ માટે સમગ્ર ગુજરાતમાં અને વડોદરામાં મતદાન થવાનું છે. તેના આગલા દિવસે 7 નિર્ધારિત વિતરણ કેન્દ્રો ખાતે મતદાન ટુકડીના તમામ સદસ્યોને એકઠા કરી અને તેમની ટીમ બનાવીને ઉપલબ્ધ કરવાયેલા વાહનોમાં રૂટ પ્રમાણે મતદાન યંત્રો અને મતદાન મથક રચનાની સાધન સામગ્રી તેમજ જરૂરી દસ્તાવેજી પત્રકો સાથે ટીમોને તેમના મતદાન મથકે પહોંચાડવામાં આવશે. ત્યાં પહોંચીને તેમણે મતદાન મથક તૈયાર કરવાની કામગીરી તે સમયે જ પૂરી કરી દેવાની રહેશે. લોકસભા બેઠકમાં જેટલી વિધાનસભા બેઠકો સમાવિષ્ઠ હોય એટલા વિતરણ કેન્દ્રો રાખવામાં આવે છે. એટલે કે લોકસભાની વડોદરા બેઠકમાં 7 વિધાનસભા આવે છે એટલે તા.6 મેના રોજ શહેરમાં 5 અને જિલ્લામાં 2 મળીને કુલ 7 વિતરણ કેન્દ્રો રખાશે. જે તે વિધાનસભા બેઠકના નાયબ કલેકટર કક્ષાના ચૂંટણી અધિકારી લોકસભાની ચૂંટણીમાં મદદનીશ ચૂંટણી અધિકારીની ભૂમિકા અદા કરે છે. અગાઉથી જ મતદાન મથકોની સંખ્યા પ્રમાણે મતદાન ટુકડીઓને આપવાની સામગ્રી ખૂબ તકેદારી સાથે એકત્ર કરવામાં આવે છે. મતદાન ટુકડીઓને સાથે બેસાડી જરૂરી તાલીમ વધુ એકવાર આપવામાં આવે છે. ચૂંટણી પંચ પારદર્શક, તટસ્થ અને ન્યાયી મતદાન વ્યવસ્થાની ખાત્રી માટે કોઈ ત્રુટિ રાખતું નથી. ખૂબ ચોકસાઈથી નિયમબધ્ધ કામગીરી કરવામાં આવે છે.

મતદાન શરૂ થાય તેની સાથે જ રૂટના નક્કી થયેલા લાયેઝન અધિકારી એક વાહનમાં વધારાના ઈ.વી.એમ. અને અન્ય જરૂરી મતદાન સામગ્રી સાથે સતત તેમને સોંપવામાં આવેલા મતદાન મથકોની મુલાકાત લેતા રહે છે અને કોઈ આવશ્યકતાના સંજોગોમાં મતદાન અધિકારીને માર્ગદર્શન અને મદદ પૂરી પાડે છે. ઉપરના અધિકારીઓને તેઓ સતત અહેવાલ આપતાં રહે છે. મતદાન પૂરું થવાનો સમય ઋતુ અને સૂર્યાસ્તના સમય અનુસાર પંચ નિર્ધારિત કરે છે. એટલે આ નિર્ધારિત સમયે મતદાન મથકના મતદાન અધિકારી મતદાન પૂરું થવાની જાહેરાત કરીને, ઈ.વી.એમ.ને મતદાન માટે નિષ્ક્રિય કરે છે. રાજકીય પક્ષોના ઉમેદવારોના પ્રતિનિધિઓની હાજરીમાં આ કામગીરી થાય છે. દાખલા તરીકે સાંજના 6 વાગ્યે મતદાન પૂરું કરવાનું હોય અને તે સમયે મતદાન મથકમાં મતદારો વારાની રાહ જોતા હોય તો કતારના છેલ્લા મતદાર પછી કોઈ નવા મતદારોને કતારમાં ઉભા રહેવા દેવામાં આવતા નથી અને કતારમાં જે લોકો અગાઉથી ઉભા હોય એમનું મતદાન પૂરું કરાવવામાં આવે છે. તે પછી એક કલાક સુધી મતદાન મથક ખાતે મતદાન ટુકડી સાધનો અને દસ્તાવેજી પત્રકોના પંચના દિશાનિર્દેશો પ્રમાણે સિલીંગની કામગીરી કરે છે. તે પછી રૂટના નિર્ધારિત વાહનમાં પ્રત્યેક મતદાન મથકેથી ટુકડીઓને સાધન સામગ્રી સાથે વાહનમાં બેસાડીને રીસિવિંગ સેન્ટર એટલે કે પુનઃ સ્વીકાર કેન્દ્ર ખાતે લાવવામાં આવે છે. યાદ રહે કે સવારે જે જગ્યા વિતરણ કેન્દ્ર હતી. સાંજે એ જ જગ્યા સ્વીકાર કેન્દ્ર બની જાય છે. સ્વીકાર કેન્દ્ર એવી જગ્યા છે જ્યાંથી મતદાન મથકના મતદાન યંત્રોની મત ગણતરી કેન્દ્ર સુધીની સફર શરૂ થાય છે.

મતદાન યંત્રોની હેરાફેરી વખતે સજ્જડ પોલીસ બંદોબસ્ત અને ફાયરના વાહનોને સાથે રખાય છે. પોલ્ડ વોટસ ધરાવતા મતદાન યંત્રોની જાણે કે રીસીવિંગ સેન્ટરથી મત ગણતરી કેન્દ્ર સુધી શોભાયાત્રા કાઢવામાં આવે છે. આગળ પાછળ પોલીસના વાહનોની સુરક્ષા વચ્ચે કાફલો આગળ વધે છે. કાફલામાં છેલ્લું વાહન અગ્નિશમનનું રાખવામાં આવે છે. શહેરમાં એસીપી અને ગ્રામ્ય વિસ્તારમાં ડી.વાય.એસ.પી.કક્ષાના ઉચ્ચ અધિકારી કાફલાનું નેતૃત્વ કરે છે અને તેને સહી સલામત મત ગણતરી કેન્દ્રમાં પહોંચાડે છે. ઉમેદવારોના અને પક્ષોના પ્રતિનિધિઓ ઈચ્છે તો આ વાહનોની સાથે એમના પ્રવાસ પર નજર રાખવા જોડાઈ શકે છે. ચૂંટણી પંચ તમામ તબક્કે પારદર્શકતા જાળવીને કામગીરી કરે છે. મતદાર મતદાન કરે ત્યારે જ તંત્રની જહેમત લેખે લાગે છે. એટલે સૌ એ અવશ્ય મતદાન કરવું જોઈએ. મતદાનને ટાળવા માટે કોઈ બહાનું યોગ્ય ના ગણાય...

EVMને A, B, C અને D એમ ચાર શ્રેણીમાં વિભાજીત કરવામાં આવે છે

એક અનુભવી ચૂંટણી અધિકારી સાથેની ચર્ચામાં જાણવા મળ્યું કે, મતદાન યંત્રો એટલે કે ઈ.વી.એમ.ને A, B, C અને D એમ ચાર શ્રેણીમાં વિભાજીત કરવામાં આવે છે. આ પૈકી A અને B શ્રેણીના ઇ.વી.એમ. એવા હોય જેમનો મતદાન મથકે મતદાન કરાવવા માટે ઉપયોગ થયો હોય. ઘણીવાર એવું બને છે કે, કોઈ મતદાન મથકે કેટલુંક મતદાન થાય પછી યંત્રમાં ખરાબીને લીધે તેને બદલવું પડે. એટલે ક્યારેક આવા મતદાન મથકના બે યંત્રોને ગણતરીમાં લેવા પડે. જ્યારે C અને D શ્રેણીમાં એવા મતદાન યંત્રો છે જેમનો ઉપયોગ મતદાનની તાલીમ આપવા અને અનામત તરીકે થયો હોય. આ શ્રેણીના યંત્રોમાં મત પડ્યા હોતા નથી એટલે મત ગણતરી કેન્દ્રમાં મોકલવાની જરૂર નથી. અહીંથી જાણે કે ચાર ભાઈ પૈકી બે-બેનો રસ્તો જુદો પડે છે. C અને D શ્રેણીના મતદાન યંત્રોને રિસીવિંગ સેન્ટરથી સીધા જ પૂરતી હિફાજત સાથે એ જ દિવસે અથવા તે પછીના દિવસે ઈ.વી.એમ. સંગ્રહ કેન્દ્રો ખાતે જમા કરાવવામાં આવે છે. અહીં તેમની વર્તમાન ચૂંટણીઓની સફર પૂરી થાય છે. જો કે A અને B શ્રેણીના મતદાન યંત્રોની ચૂંટણી સફર લાંબી ચાલે છે. છેક મત ગણતરી સુધી અને તે પછી પણ નિર્ધારિત મુદત સુધી તેમને તેમાં થયેલા મતદાન સાથે જાળવી રાખવામાં આવે છે.