જંબુસરના સારોદ ગામના યુવાનની દક્ષિણ આફ્રિકામાં ગોળી મારીને હત્યા

સમગ્ર સારોદ ગામમાં શોકનો માહોલ છવાયોલૂંટના ઈરાદે નીગ્રો જાતિના લોકોએ સાહિલ મુન્શીને નિશાન બનાવ્યા સારોદ ગામમા શોકનો માહોલ છવાઈ ગયો હોવાના સમાચાર પ્રાપ્ત થયા દક્ષિણ આફ્રિકામાં નીગ્રો જાતિના લોકોએ જંબુસર તાલુકાના સારોદ ગામના એક વ્યક્તિની ગોળી મારી હત્યા કરી હોવાના તથા બનાવના પગલે સારોદ ગામમા શોકનો માહોલ છવાઈ ગયો હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે. જંબુસર તાલુકાનાં સારોદ ગામના સાહિલ અબ્દુલ અઝીઝ મુન્શી દક્ષિણ આફ્રિકામાં રોજગારી મેળવવા માટે સ્થાયી થયા હતા. સારોદ ગામનાં સાહિલ અબ્દુલ અજીજ મુન્શી નોકરીએથી છૂટીને પરત પોતાના નિવાસ્થાને ગાડીમાં જઈ રહ્યા હતા ત્યારે નીગ્રો જાતિના લોકોએ લૂંટવા માટે તેમને રોકવાનો પ્રયાસ કર્યો અને તેમને ગોળી મારી શરીરના ભાગે ઇજાઓ પહોંચાડી તેમ છતાં તેમણે હિંમત રાખીને ગાડી ચલાવી પરંતુ તેમનો પીછો કરી દૂર જઈને તેમની ગાડી ઉપર છ થી સાત ગોળીઓ મારી દેતા સાહિલ ભાઈને ગોળી વાગતા તેનું કરુણ મોત થયું હતું. બનાવની જાણ જંબુસર તાલુકામાં અને સારોદ ગામે વાયુવેગે ફેલાતા લોકોમાં શોકની લાગણી જન્મી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે યુવાનોને નીગ્રો જાતિના લોકો લૂંટના ઇરાદે નિશાન બનાવી મૃત્યુના શરણે લઈ જાય છે મરનાર સાહિલભાઈ મુન્શીએ રોજા રાખ્યા હતા. તેમને પરિવારમાં પત્ની તેમજ સાત વર્ષની દીકરી અને ત્રણ વર્ષનો દીકરો છે.

જંબુસરના સારોદ ગામના યુવાનની દક્ષિણ આફ્રિકામાં ગોળી મારીને હત્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સમગ્ર સારોદ ગામમાં શોકનો માહોલ છવાયો
  • લૂંટના ઈરાદે નીગ્રો જાતિના લોકોએ સાહિલ મુન્શીને નિશાન બનાવ્યા
  • સારોદ ગામમા શોકનો માહોલ છવાઈ ગયો હોવાના સમાચાર પ્રાપ્ત થયા

દક્ષિણ આફ્રિકામાં નીગ્રો જાતિના લોકોએ જંબુસર તાલુકાના સારોદ ગામના એક વ્યક્તિની ગોળી મારી હત્યા કરી હોવાના તથા બનાવના પગલે સારોદ ગામમા શોકનો માહોલ છવાઈ ગયો હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે. જંબુસર તાલુકાનાં સારોદ ગામના સાહિલ અબ્દુલ અઝીઝ મુન્શી દક્ષિણ આફ્રિકામાં રોજગારી મેળવવા માટે સ્થાયી થયા હતા. સારોદ ગામનાં સાહિલ અબ્દુલ અજીજ મુન્શી નોકરીએથી છૂટીને પરત પોતાના નિવાસ્થાને ગાડીમાં જઈ રહ્યા હતા ત્યારે નીગ્રો જાતિના લોકોએ લૂંટવા માટે તેમને રોકવાનો પ્રયાસ કર્યો અને તેમને ગોળી મારી શરીરના ભાગે ઇજાઓ પહોંચાડી તેમ છતાં તેમણે હિંમત રાખીને ગાડી ચલાવી પરંતુ તેમનો પીછો કરી દૂર જઈને તેમની ગાડી ઉપર છ થી સાત ગોળીઓ મારી દેતા સાહિલ ભાઈને ગોળી વાગતા તેનું કરુણ મોત થયું હતું. બનાવની જાણ જંબુસર તાલુકામાં અને સારોદ ગામે વાયુવેગે ફેલાતા લોકોમાં શોકની લાગણી જન્મી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે યુવાનોને નીગ્રો જાતિના લોકો લૂંટના ઇરાદે નિશાન બનાવી મૃત્યુના શરણે લઈ જાય છે મરનાર સાહિલભાઈ મુન્શીએ રોજા રાખ્યા હતા. તેમને પરિવારમાં પત્ની તેમજ સાત વર્ષની દીકરી અને ત્રણ વર્ષનો દીકરો છે.