ઘરનો ઘાતકી કોણ? ગુજરાતની 6થી 7 બેઠકો પર ભાજપના નેતાઓએ કોંગ્રેસને મદદ કર્યાનો દાવો

 Lok Sabha Elections 2024 | ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં ક્ષત્રિય આંદોલન તો ભાજપ માટે અવરોધરૂપ બન્યુ પણ સાથે સાથે ખુદ ભાજપના નેતા-કાર્યકરોએ પણ જેવચંદની ભૂમિકા અદા કરી હતી. કમલમ સુધી એવી ફરિયાદો પહોંચી છેકે, ચૂંટણીમાં પૂર્વ મંત્રી ધારાસભ્ય, સાંસદથી માંડીને પંચાયતના ડેલિગેટે પક્ષવિરોધી પ્રવૃતિ આચરી છે. આ જાણીને પ્રદેશ નેતાગીરી પણ ચોંકી ઉંઠી છે. ચૂંટણી પૂર્ણ થઈ છે ત્યારે ભાજપ શિસ્ત સમિતીએ શહેર-જીલ્લા પ્રમુખો પાસે રિપોર્ટ મંગાવ્યો છે જેમાં કોણે કોણે પક્ષવિરોધી પ્રવૃતિ કરી છે તેની વિગતો માંગવામાં આવી છે.આ વખતે લોકસભાની ચૂંટણીમાં ભાજપનો આંતરિક અસંતોષ ચરમસિમાએ રહ્યો હતો. ટીકીટ મુદ્દે અસંતોષ, પત્રિકાકાંડ, અટકકાંડ, સીડીકાંડ, ઉમેદવાર બદલવા મુદ્દેનારાજગી સહિતના કારણોસર ઘણી બેઠકો પર પક્ષવિરોધી પ્રવૃતિ થઈ હોવાનું બહાર આવ્યુ છે. કેટલીક બેઠકો પર  ભાજપના નેતાઓ નિષ્ક્રિય રહ્યા હતાં.  ઘણાંએ પાછલા બારણે કોંગ્રેસના ઉમેદવારને જીતાડવા મદદ કરી હતી.સૂત્રોના મતે, બનાસકાંઠા, વડોદરા, પોરબંદર, પાટણ, અમરેલી, આણંદ સહિત અન્ય બેઠકો પર પૂર્વ મંત્રી, પૂર્વ સાંસદ, પૂર્વ ધારાસભ્ય ઉપરાંત જીલ્લા-તાલુકા પંચાયતના હોદ્દેદારો, સંગઠનના પદાધિકારીઓએ પણ જયચંદની ભૂમિકા અદા કરી છે આ જાણીને પ્રદેશ નેતાગીરી પણ ચોંકી ઉઠી છે. ગત ચૂંટણીની સરખામણીમાં આ વખતે પક્ષવિરોધી પ્રવૃતિ વધુ પ્રમાણમાં થઈ હોવાનું જાણવા મળ્યું છે. આ બધીય ફરિયાદો કમલમ સુધી પહોંચી છે. દરમિયાન, ભાજપ શિસ્ત સમિતીએ પણ શહેર-જીલ્લા પ્રમુખને કોણે કોણે પક્ષવિરોધી વિગતો માંગી છે. પક્ષવિરોધીઓએ ચૂંટણી દરમિયાન કેવી કેવી પ્રવૃતિ કરી છે તે જાણવા માટે સોશિયલ મિડીયાની મદદ લેવાઈ છે તેવી ચર્ચા છે.ઘરનો ઘાતકી કોણ છે તે જાણવા માટે ચૂંટણી પરિણામ બાદ ભાજપ શિસ્ત સમિતીની બેઠક મળનાર છે જેમાં પુરતા પુરાવા આધારે પક્ષવિરોધીઓને નોટિસ આપી ખુલાસો પૂછવામાં આવશે જ્યારે ઘણાંને તે તાકીદે જ પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવે તેવી પણ શક્યતા જોવાઈ રહી છે.

ઘરનો ઘાતકી કોણ? ગુજરાતની 6થી 7 બેઠકો પર  ભાજપના નેતાઓએ કોંગ્રેસને મદદ કર્યાનો દાવો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

 

Lok Sabha Elections 2024 | ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં ક્ષત્રિય આંદોલન તો ભાજપ માટે અવરોધરૂપ બન્યુ પણ સાથે સાથે ખુદ ભાજપના નેતા-કાર્યકરોએ પણ જેવચંદની ભૂમિકા અદા કરી હતી. કમલમ સુધી એવી ફરિયાદો પહોંચી છેકે, ચૂંટણીમાં પૂર્વ મંત્રી ધારાસભ્ય, સાંસદથી માંડીને પંચાયતના ડેલિગેટે પક્ષવિરોધી પ્રવૃતિ આચરી છે. આ જાણીને પ્રદેશ નેતાગીરી પણ ચોંકી ઉંઠી છે. ચૂંટણી પૂર્ણ થઈ છે ત્યારે ભાજપ શિસ્ત સમિતીએ શહેર-જીલ્લા પ્રમુખો પાસે રિપોર્ટ મંગાવ્યો છે જેમાં કોણે કોણે પક્ષવિરોધી પ્રવૃતિ કરી છે તેની વિગતો માંગવામાં આવી છે.

આ વખતે લોકસભાની ચૂંટણીમાં ભાજપનો આંતરિક અસંતોષ ચરમસિમાએ રહ્યો હતો. ટીકીટ મુદ્દે અસંતોષ, પત્રિકાકાંડ, અટકકાંડ, સીડીકાંડ, ઉમેદવાર બદલવા મુદ્દેનારાજગી સહિતના કારણોસર ઘણી બેઠકો પર પક્ષવિરોધી પ્રવૃતિ થઈ હોવાનું બહાર આવ્યુ છે. કેટલીક બેઠકો પર  ભાજપના નેતાઓ નિષ્ક્રિય રહ્યા હતાં.  ઘણાંએ પાછલા બારણે કોંગ્રેસના ઉમેદવારને જીતાડવા મદદ કરી હતી.

સૂત્રોના મતે, બનાસકાંઠા, વડોદરા, પોરબંદર, પાટણ, અમરેલી, આણંદ સહિત અન્ય બેઠકો પર પૂર્વ મંત્રી, પૂર્વ સાંસદ, પૂર્વ ધારાસભ્ય ઉપરાંત જીલ્લા-તાલુકા પંચાયતના હોદ્દેદારો, સંગઠનના પદાધિકારીઓએ પણ જયચંદની ભૂમિકા અદા કરી છે આ જાણીને પ્રદેશ નેતાગીરી પણ ચોંકી ઉઠી છે. ગત ચૂંટણીની સરખામણીમાં આ વખતે પક્ષવિરોધી પ્રવૃતિ વધુ પ્રમાણમાં થઈ હોવાનું જાણવા મળ્યું છે. આ બધીય ફરિયાદો કમલમ સુધી પહોંચી છે. દરમિયાન, ભાજપ શિસ્ત સમિતીએ પણ શહેર-જીલ્લા પ્રમુખને કોણે કોણે પક્ષવિરોધી વિગતો માંગી છે. પક્ષવિરોધીઓએ ચૂંટણી દરમિયાન કેવી કેવી પ્રવૃતિ કરી છે તે જાણવા માટે સોશિયલ મિડીયાની મદદ લેવાઈ છે તેવી ચર્ચા છે.

ઘરનો ઘાતકી કોણ છે તે જાણવા માટે ચૂંટણી પરિણામ બાદ ભાજપ શિસ્ત સમિતીની બેઠક મળનાર છે જેમાં પુરતા પુરાવા આધારે પક્ષવિરોધીઓને નોટિસ આપી ખુલાસો પૂછવામાં આવશે જ્યારે ઘણાંને તે તાકીદે જ પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવે તેવી પણ શક્યતા જોવાઈ રહી છે.