ગુજરાતમાં રાજકીય ઈલુ-ઈલુ! કોંગ્રેસ નેતાના કહેવાથી ભાજપ MLAના પુત્રનું નામ FIRમાં ન સામેલ કર્યું!

BJP-Congress Stone Pelted In Ahmedabad:  રાહુલ ગાંધી દ્વારા હિન્દુ અંગે કરાયેલા નિવેદન બાદ અમદાવાદના કોંગ્રેસ ભવનમાં થયેલી તોડફોડના કારણે ભાજપ- કોંગ્રેસના કાર્યકરોએ સામસામે પથ્થરમાર્યો કર્યો હતો. આ આખીય ઘટના જાણે પોલિટિકલ ગેમ બની રહી છે. રાજકીય વર્તુળોમાં થતી ચર્ચા મુજબ ભાજપ અને કોંગ્રેસના શહેર પ્રમુખ વચ્ચે રાજકીય ઈલુ-ઈલુના આધારે પોલીસ ફરિયાદમાં નામ નોંધાયા છે. જો કે કોંગ્રેસ ધારાસભ્ય શૈલેશ પરમારના ઇશારે ભાજપના ધારાસભ્ય અને શહેર ભાજપ પ્રમુખ અમિત શાહના પુત્રનું નામ પોલીસ ફરિયાદમાં નોંધાયું નથી તેવો દાવો કરાઈ રહ્યો છે. ભાજપના નેતા સાથે નજીકનો ઘરોબોબીજી તરફ, ઉશ્કેરણી કરનાર કોંગ્રેસના ધારાસભ્યનું નામ ફરિયાદમાં નથી. ટૂંકમાં ભાજપ-કોંગ્રેસના કસૂરવાર નેતાઓએ નિર્દોષ કાર્યકરોને આગળ ધરી કામ તમામ કર્યું છે, જેને લઈને બંને પક્ષોમાં આંતરિક વિરોધની જવાળા ભભૂકી છે. કોંગ્રેસ ભવન પાસે ભાજપ-કોંગ્રેસ કાર્યકરો વચ્ચે પથ્થરમારાની ઘટના બની હતી. આ ઘટનામાં સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, પથ્થરમારામાં ભાજ૫-કોંગ્રેસના નેતા-કાર્યકરો સામેલ છે. આ દરમિયાન લોકસભા ચૂંટણી પછી કોંગ્રેસ કાર્યકરોનો જુસ્સો વધારવા રાહુલ ગાંધી અમદાવાદની મુલાકાતે આવ્યાં હતાં.  એ વખતે કાનાફૂસી થઈ રહી હતી કે, કોંગ્રેસના નેતાઓનો જ ભાજપ સાથેના ઘરોબો છે અને એટલે જ રાહુલ ગાંધીની શીખામણ જાણે ઝાંપા સુધી હોય છે. દોષનો ટોપલો નિર્દોષ કાર્યકરોના માથેસ્પેશિયલ એનઆઇએ કોર્ટની ચાર્જશીટ પછી ચર્ચા થઈ રહી છે કે, કોંગ્રેસના નેતા શૈલેશ પરમારે ભાજપના શહેર પ્રમુખ-ધારાસભ્ય અમિત શાહને પથ્થરમારાની ઘટનાનો એક વીડિયો મોકલ્યો હતો. તે વીડિયોમાં અમિત શાહના પુત્ર પથ્થરમારો કરતાં સ્પષ્ટ દેખાતા હતાં. કોંગ્રેસના નેતાઓનો આ વીડિયો મોકલવાનો ઇરાદો એ હતો કે, ભાજપ ફરિયાદ નોંધાવે તેમાં તેમનું નામ ન આવે. આમ, ભાજપ અને કોંગ્રેસના શહેર પ્રમુખ વચ્ચેના રાજકીય ગોઠવણ પાડવામાં આવી હતી. આખરે બંને પક્ષે નિર્દોષ કાર્યકરોને ધરી દેવાયા છે અને કસૂરવાર કાર્યકરોને બચાવી લેવાયા. આ દોસ્તીથી બંને પક્ષ નારાજ મીડિયામાં આ ઘટનાને લઈને ભાજપ-કોંગ્રેસના નેતાઓ સામે કાર્યકરોએ કોમેન્ટ્સ કરી ટીકા કરાવી રહ્યા છે. ખુદ ભાજપના એક નેતાએ ટ્વિટ કર્યું કે, કોંગ્રેસના ધારાસભ્યે શાંતિપૂર્ણ વિરોધ કરતાં ભાજપના કાર્યકરો પર પથ્થરમારો કર્યો હતો. આ કૃત્ય કોંગ્રેસની ક્રૂર માનસિકતા છતી કરે છે. ઉલ્લેખનીય છે કે, પથ્થરમારામાં ઘાયલ ભાજપના એક કાર્યકરની એસવીપીમાં સ્થિતિ નાજુક છે અને તેમને ફરીથી ઓપરેશન કરાવવું પડે તેમ છે. આ કારણસર ભાજપના કાર્યકરો અમિત શાહની કોંગ્રેસ સાથેની રાજકીય દોસ્તીને લઈને નારાજ છે. ધારાસભ્ય શૈલેશ પરમારની ભાગી છૂટવાની નીતિથી કોંગ્રેસના કાર્યકરો પણ નાખુશ છે. જો કે આ સમગ્ર મામલો રાહુલ ગાંધી સુધી પહોંચ્યો હોવાનું કહેવાય છે.  

ગુજરાતમાં રાજકીય ઈલુ-ઈલુ! કોંગ્રેસ નેતાના કહેવાથી ભાજપ MLAના પુત્રનું નામ FIRમાં ન સામેલ કર્યું!

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


BJP-Congress Stone Pelted In Ahmedabad:  રાહુલ ગાંધી દ્વારા હિન્દુ અંગે કરાયેલા નિવેદન બાદ અમદાવાદના કોંગ્રેસ ભવનમાં થયેલી તોડફોડના કારણે ભાજપ- કોંગ્રેસના કાર્યકરોએ સામસામે પથ્થરમાર્યો કર્યો હતો. આ આખીય ઘટના જાણે પોલિટિકલ ગેમ બની રહી છે. રાજકીય વર્તુળોમાં થતી ચર્ચા મુજબ ભાજપ અને કોંગ્રેસના શહેર પ્રમુખ વચ્ચે રાજકીય ઈલુ-ઈલુના આધારે પોલીસ ફરિયાદમાં નામ નોંધાયા છે. જો કે કોંગ્રેસ ધારાસભ્ય શૈલેશ પરમારના ઇશારે ભાજપના ધારાસભ્ય અને શહેર ભાજપ પ્રમુખ અમિત શાહના પુત્રનું નામ પોલીસ ફરિયાદમાં નોંધાયું નથી તેવો દાવો કરાઈ રહ્યો છે. 

ભાજપના નેતા સાથે નજીકનો ઘરોબો

બીજી તરફ, ઉશ્કેરણી કરનાર કોંગ્રેસના ધારાસભ્યનું નામ ફરિયાદમાં નથી. ટૂંકમાં ભાજપ-કોંગ્રેસના કસૂરવાર નેતાઓએ નિર્દોષ કાર્યકરોને આગળ ધરી કામ તમામ કર્યું છે, જેને લઈને બંને પક્ષોમાં આંતરિક વિરોધની જવાળા ભભૂકી છે. કોંગ્રેસ ભવન પાસે ભાજપ-કોંગ્રેસ કાર્યકરો વચ્ચે પથ્થરમારાની ઘટના બની હતી. આ ઘટનામાં સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, પથ્થરમારામાં ભાજ૫-કોંગ્રેસના નેતા-કાર્યકરો સામેલ છે. આ દરમિયાન લોકસભા ચૂંટણી પછી કોંગ્રેસ કાર્યકરોનો જુસ્સો વધારવા રાહુલ ગાંધી અમદાવાદની મુલાકાતે આવ્યાં હતાં.  એ વખતે કાનાફૂસી થઈ રહી હતી કે, કોંગ્રેસના નેતાઓનો જ ભાજપ સાથેના ઘરોબો છે અને એટલે જ રાહુલ ગાંધીની શીખામણ જાણે ઝાંપા સુધી હોય છે. 

દોષનો ટોપલો નિર્દોષ કાર્યકરોના માથે

સ્પેશિયલ એનઆઇએ કોર્ટની ચાર્જશીટ પછી ચર્ચા થઈ રહી છે કે, કોંગ્રેસના નેતા શૈલેશ પરમારે ભાજપના શહેર પ્રમુખ-ધારાસભ્ય અમિત શાહને પથ્થરમારાની ઘટનાનો એક વીડિયો મોકલ્યો હતો. તે વીડિયોમાં અમિત શાહના પુત્ર પથ્થરમારો કરતાં સ્પષ્ટ દેખાતા હતાં. કોંગ્રેસના નેતાઓનો આ વીડિયો મોકલવાનો ઇરાદો એ હતો કે, ભાજપ ફરિયાદ નોંધાવે તેમાં તેમનું નામ ન આવે. આમ, ભાજપ અને કોંગ્રેસના શહેર પ્રમુખ વચ્ચેના રાજકીય ગોઠવણ પાડવામાં આવી હતી. આખરે બંને પક્ષે નિર્દોષ કાર્યકરોને ધરી દેવાયા છે અને કસૂરવાર કાર્યકરોને બચાવી લેવાયા. 

આ દોસ્તીથી બંને પક્ષ નારાજ

મીડિયામાં આ ઘટનાને લઈને ભાજપ-કોંગ્રેસના નેતાઓ સામે કાર્યકરોએ કોમેન્ટ્સ કરી ટીકા કરાવી રહ્યા છે. ખુદ ભાજપના એક નેતાએ ટ્વિટ કર્યું કે, કોંગ્રેસના ધારાસભ્યે શાંતિપૂર્ણ વિરોધ કરતાં ભાજપના કાર્યકરો પર પથ્થરમારો કર્યો હતો. આ કૃત્ય કોંગ્રેસની ક્રૂર માનસિકતા છતી કરે છે. ઉલ્લેખનીય છે કે, પથ્થરમારામાં ઘાયલ ભાજપના એક કાર્યકરની એસવીપીમાં સ્થિતિ નાજુક છે અને તેમને ફરીથી ઓપરેશન કરાવવું પડે તેમ છે. આ કારણસર ભાજપના કાર્યકરો અમિત શાહની કોંગ્રેસ સાથેની રાજકીય દોસ્તીને લઈને નારાજ છે. ધારાસભ્ય શૈલેશ પરમારની ભાગી છૂટવાની નીતિથી કોંગ્રેસના કાર્યકરો પણ નાખુશ છે. જો કે આ સમગ્ર મામલો રાહુલ ગાંધી સુધી પહોંચ્યો હોવાનું કહેવાય છે.