Ahmedabadના SG હાઈવે પર વધુ 2 ઓવરબ્રિજ બનશે, શહેરીજનોને ટ્રાફિકમાંથી મળશે મુક્તિ

અમદાવાદના નાગરિકો માટે રાહતના સમાચારગોતાથી નિરમા વચ્ચે નવો ફ્લાય ઓવરબ્રિજ બનશે ચોમાસા બાદ ઓવરબ્રિજની કામગીરી શરૂ કરાશે અમદાવાદના નાગરિકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદવાસીઓને હવે શહેરમાં અન્ય બે નવા બ્રિજની ભેટ મળશે. શહેરના એસ.જી.હાઈવે પર 2 નવા ઓવરબ્રિજ બનાવવામાં આવશે. જેમાં ગોતાથી નિરમા વચ્ચે એક નવો ફ્લાય ઓવરબ્રિજ બનાવવામાં આવશે. ત્યારે બીજો એક નવો ઓવરબ્રિજ YMCA ક્લબથી કર્ણાવતી વચ્ચે બનશે. ચોમાસા બાદ ઓવરબ્રિજની કામગીરી શરૂ કરવામાં આવશે અને અમદાવાદીઓને ટ્રાફિકમાંથી રાહત મળશે. ચોમાસા બાદ બ્રિજના નિર્માણની કામગીરી શરૂ કરાશે ઉલ્લેખનીય છે કે આ રોડ પર ઓફિસ ટાઈમ દરમિયાન મોટા પ્રમાણમાં ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોય છે અને લોકો એકથી બે કલાક સુધી રોડ પર ટ્રાફિકમાં ફસાયેલા રહે છે. ત્યારે શહેરીજનોની સમસ્યાને ધ્યાનમાં રાખીને એસ.જી.રોડ પર અન્ય બે બ્રિજ બનાવવામાં આવશે અને ચોમાસા બાદ બ્રિજના નિર્માણની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવશે. આ બંને બ્રિજના નિર્માણ માટે તંત્ર કરોડો રૂપિયાનો ખર્ચ કરશે. એક દિવસમાં આશરે એક લાખથી વધુ વાહનો અવરજવર કરે છે તમને જણાવી દઈએ કે શહેરના આ રોડ પર એક દિવસમાં આશરે એક લાખથી વધુ વાહનો અવરજવર કરે છે, ત્યારે બ્રિજ બન્યા બાદ હજારો વાહનચાલકોનો સમય બચશે અને વાહનમાં વપરાતા ઈંધણની પણ બચત થશે. હાલમાં આ રોડ પર ગાંધીનગરથી લઈને સરખેજ સુધી 10 જેટલા બ્રિજ બનેલા છે અને જેને કારણે લાખો શહેરીજનોને લાભ થઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે આ રોડ પર થોડા સમય પહેલા જ ગોતાથી લઈને થલતેજ સુધીનો ઓવરબ્રિજ કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યો છે અને ગૃહપ્રધાન અમિત શાહ દ્વારા આ બ્રિજનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતુ. શહેરના એલિસબ્રિજનું પણ થશે પુનઃસ્થાપન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદના હેરિટેજ બ્રિજ એવા એલિસ બ્રિજના મજબૂતીકરણ અને પુનઃસ્થાપન માટે 32 કરોડ 40 લાખ 50 હજાર રૂપિયા ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાના ફ્લાયઓવર બ્રિજ ઘટકમાંથી આ રકમ ફાળવીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મહાનગરને મહત્વપૂર્ણ ભેટ આપી છે. સાબરમતી નદી ઉપર અમદાવાદ શહેરમાં આ સૌપ્રથમ બ્રિજ અંગ્રેજ શાસનકાળ દરમિયાન 1892માં બનાવવામાં આવેલો છે. 433.41 મીટર લંબાઈ અને 6.25 મીટરની પહોળાઈનો આ એલિસ બ્રિજ 30.96 મીટરના 14 સ્પાન બો-સ્ટ્રીંગ ટાઈપના સ્ટીલ સ્ટ્રક્ચરમાં નિર્માણ થયેલો છે. આ ઐતિહાસિક બ્રિજનું સ્ટીલ સ્ટ્રક્ચર વેધરિંગ ઈફેક્ટના કારણે જર્જરીત અને ભયજનક થઈ જવાને કારણે આ બ્રિજ છેલ્લા દસ વર્ષથી વપરાશ માટે સંપૂર્ણ બંધ કરવામાં આવ્યો છે.

Ahmedabadના SG હાઈવે પર વધુ 2 ઓવરબ્રિજ બનશે, શહેરીજનોને ટ્રાફિકમાંથી મળશે મુક્તિ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અમદાવાદના નાગરિકો માટે રાહતના સમાચાર
  • ગોતાથી નિરમા વચ્ચે નવો ફ્લાય ઓવરબ્રિજ બનશે
  • ચોમાસા બાદ ઓવરબ્રિજની કામગીરી શરૂ કરાશે

અમદાવાદના નાગરિકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદવાસીઓને હવે શહેરમાં અન્ય બે નવા બ્રિજની ભેટ મળશે. શહેરના એસ.જી.હાઈવે પર 2 નવા ઓવરબ્રિજ બનાવવામાં આવશે. જેમાં ગોતાથી નિરમા વચ્ચે એક નવો ફ્લાય ઓવરબ્રિજ બનાવવામાં આવશે. ત્યારે બીજો એક નવો ઓવરબ્રિજ YMCA ક્લબથી કર્ણાવતી વચ્ચે બનશે. ચોમાસા બાદ ઓવરબ્રિજની કામગીરી શરૂ કરવામાં આવશે અને અમદાવાદીઓને ટ્રાફિકમાંથી રાહત મળશે.

ચોમાસા બાદ બ્રિજના નિર્માણની કામગીરી શરૂ કરાશે

ઉલ્લેખનીય છે કે આ રોડ પર ઓફિસ ટાઈમ દરમિયાન મોટા પ્રમાણમાં ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોય છે અને લોકો એકથી બે કલાક સુધી રોડ પર ટ્રાફિકમાં ફસાયેલા રહે છે. ત્યારે શહેરીજનોની સમસ્યાને ધ્યાનમાં રાખીને એસ.જી.રોડ પર અન્ય બે બ્રિજ બનાવવામાં આવશે અને ચોમાસા બાદ બ્રિજના નિર્માણની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવશે. આ બંને બ્રિજના નિર્માણ માટે તંત્ર કરોડો રૂપિયાનો ખર્ચ કરશે.

એક દિવસમાં આશરે એક લાખથી વધુ વાહનો અવરજવર કરે છે

તમને જણાવી દઈએ કે શહેરના આ રોડ પર એક દિવસમાં આશરે એક લાખથી વધુ વાહનો અવરજવર કરે છે, ત્યારે બ્રિજ બન્યા બાદ હજારો વાહનચાલકોનો સમય બચશે અને વાહનમાં વપરાતા ઈંધણની પણ બચત થશે. હાલમાં આ રોડ પર ગાંધીનગરથી લઈને સરખેજ સુધી 10 જેટલા બ્રિજ બનેલા છે અને જેને કારણે લાખો શહેરીજનોને લાભ થઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે આ રોડ પર થોડા સમય પહેલા જ ગોતાથી લઈને થલતેજ સુધીનો ઓવરબ્રિજ કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યો છે અને ગૃહપ્રધાન અમિત શાહ દ્વારા આ બ્રિજનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતુ.

શહેરના એલિસબ્રિજનું પણ થશે પુનઃસ્થાપન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદના હેરિટેજ બ્રિજ એવા એલિસ બ્રિજના મજબૂતીકરણ અને પુનઃસ્થાપન માટે 32 કરોડ 40 લાખ 50 હજાર રૂપિયા ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાના ફ્લાયઓવર બ્રિજ ઘટકમાંથી આ રકમ ફાળવીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મહાનગરને મહત્વપૂર્ણ ભેટ આપી છે.

સાબરમતી નદી ઉપર અમદાવાદ શહેરમાં આ સૌપ્રથમ બ્રિજ અંગ્રેજ શાસનકાળ દરમિયાન 1892માં બનાવવામાં આવેલો છે. 433.41 મીટર લંબાઈ અને 6.25 મીટરની પહોળાઈનો આ એલિસ બ્રિજ 30.96 મીટરના 14 સ્પાન બો-સ્ટ્રીંગ ટાઈપના સ્ટીલ સ્ટ્રક્ચરમાં નિર્માણ થયેલો છે. આ ઐતિહાસિક બ્રિજનું સ્ટીલ સ્ટ્રક્ચર વેધરિંગ ઈફેક્ટના કારણે જર્જરીત અને ભયજનક થઈ જવાને કારણે આ બ્રિજ છેલ્લા દસ વર્ષથી વપરાશ માટે સંપૂર્ણ બંધ કરવામાં આવ્યો છે.