Bhuj નગરપાલિકામાં કરાર આધારિત ચાર કર્મચારીઓને સસ્પેન્ડ કરાતા અધિકારીઓ ઝઘડવા લાગ્યા

કરાર આધારિત કર્મચારીઓને સસ્પેન્ડ કરાતા વિવાદ વધ્યો સત્તાપક્ષના અને પાલિકાના અધિકારીઓએ નાના છોકરા જેવુ વર્તન કર્યુ સસ્પેન્ડ અધિકારીઓને પાછા લેવામાં માટે વિવાદ ઘટવાને બદલે વધ્યો ભુજ નગરપાલિકાના કરાર આધારિત ચાર કર્મચારીને સસ્પેન્ડ કરવાને મામલે વિવાદ વધુ વકર્યો છે.સસ્પેન્ડ કરાયેલા કર્મચારીને ફરજ પર પરત લેવામાં આવતા સત્તાપક્ષ અને પાલિકાના મુખ્ય અધિકારી વચ્ચે ખેંચતાણ જોવા મળી રહી છે.કર્મચારી મામલે સતાપક્ષ અને પાલિકાના મુખ્ય અધિકારી સામ સામા આવી ગયા છે. અધિકારીના પેટમા તેલ રેડાયું ! ભુજ નગરપાલિકામાં સસ્પેન્ડ કરવામાં આવેલા કરાર આધારિત ચારેય કર્મચારીને ફરીવાર ફરજ પર લેવામાં આવતા ભારે વિવાદ સર્જાયો છે. આપણે જણાવી દઈએ કે,આજથી છ માસ પહેલા પાલિકાની સામાન્ય સભા યોજાઈ હતી જેમાં પાલિકાના પાંચ કરાર આધારિત કર્મચારીની અનેક ફરિયાદોના આધારે સત્તાપક્ષ દ્વારા વિવાદિત કર્મચારીને બરતરફ કરવાનો નિર્ણય સાથેજ પાલિકામાં ફરીવાર આ કર્મચારી ફરજ પર નહિ રાખવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો.ત્યારબાદ લોકસભા ચૂંટણી હોવાથી આચારસહિતા લાગુ થતાં આ દરમિયાન પાલિકાના મુખ્ય અધિકારી જિગર પટેલએ સસ્પેન્ડ કરવામાં આવેલા ચાર કર્મચારીને પાલિકામાં ફરજ પર પરત લેવામાં આવતા સત્તાપક્ષના પેટમાં તેલ રેડાયું હતું. આજે મળી હતી સામન્ય સભા આ દરમિયાન ગઈકાલે પાલિકાની સામાન્ય સભામાં મળી હતી જેમાં ફરીવાર એક વાર સત્તાપક્ષએ ચારેય કર્મચારી મામલે વધુ એક ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો.જેમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે અધિકારી દ્વારા પરત ફરજ પર લેવામાં આવેલા તમામ કર્મચારીઓના પગારની જવાબદારી પાલિકાના ચીફ ઓફિસરની અંગત રીતે રહેશે બીજી તરફ પાલિકાના પ્રમુખ કહેલા મુજબ આ કર્મચારી સામે જેતે સમયે અનેક ફરિયાદ હોવાના કારણે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. અધિકારીઓમાં ખેંચતાણ બાદમાં અધિકારીએ તમામ કર્મચારીને ફરજ પર પરત લેવામાં આવતા સત્તાપક્ષ અને પાલિકાના મુખ્ય અધિકારી વચ્ચે ખેંચતાણ જોવા મળી રહી છે આ વિવાદ મામલે પાલિકાના ચીફ ઓફિસરે ઠરાવને કાયદાના વિરૂધ્ધમાં ગણાવી આરસીએમ દ્વાર ખટખટાવ્યા છે.હાલ પાલિકાના કર્મચારી મામલે સત્તાપક્ષ અને અધિકારી વચ્ચે માહોલ ગરમાયો ત્યારે આ મામલે હવે શું ? નવો વળાંક આવે છે તેના પર સૌકોઈની નજર છે.  

Bhuj નગરપાલિકામાં કરાર આધારિત ચાર કર્મચારીઓને સસ્પેન્ડ કરાતા અધિકારીઓ ઝઘડવા લાગ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • કરાર આધારિત કર્મચારીઓને સસ્પેન્ડ કરાતા વિવાદ વધ્યો
  • સત્તાપક્ષના અને પાલિકાના અધિકારીઓએ નાના છોકરા જેવુ વર્તન કર્યુ
  • સસ્પેન્ડ અધિકારીઓને પાછા લેવામાં માટે વિવાદ ઘટવાને બદલે વધ્યો

ભુજ નગરપાલિકાના કરાર આધારિત ચાર કર્મચારીને સસ્પેન્ડ કરવાને મામલે વિવાદ વધુ વકર્યો છે.સસ્પેન્ડ કરાયેલા કર્મચારીને ફરજ પર પરત લેવામાં આવતા સત્તાપક્ષ અને પાલિકાના મુખ્ય અધિકારી વચ્ચે ખેંચતાણ જોવા મળી રહી છે.કર્મચારી મામલે સતાપક્ષ અને પાલિકાના મુખ્ય અધિકારી સામ સામા આવી ગયા છે.

અધિકારીના પેટમા તેલ રેડાયું !

ભુજ નગરપાલિકામાં સસ્પેન્ડ કરવામાં આવેલા કરાર આધારિત ચારેય કર્મચારીને ફરીવાર ફરજ પર લેવામાં આવતા ભારે વિવાદ સર્જાયો છે. આપણે જણાવી દઈએ કે,આજથી છ માસ પહેલા પાલિકાની સામાન્ય સભા યોજાઈ હતી જેમાં પાલિકાના પાંચ કરાર આધારિત કર્મચારીની અનેક ફરિયાદોના આધારે સત્તાપક્ષ દ્વારા વિવાદિત કર્મચારીને બરતરફ કરવાનો નિર્ણય સાથેજ પાલિકામાં ફરીવાર આ કર્મચારી ફરજ પર નહિ રાખવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો.ત્યારબાદ લોકસભા ચૂંટણી હોવાથી આચારસહિતા લાગુ થતાં આ દરમિયાન પાલિકાના મુખ્ય અધિકારી જિગર પટેલએ સસ્પેન્ડ કરવામાં આવેલા ચાર કર્મચારીને પાલિકામાં ફરજ પર પરત લેવામાં આવતા સત્તાપક્ષના પેટમાં તેલ રેડાયું હતું.


આજે મળી હતી સામન્ય સભા

આ દરમિયાન ગઈકાલે પાલિકાની સામાન્ય સભામાં મળી હતી જેમાં ફરીવાર એક વાર સત્તાપક્ષએ ચારેય કર્મચારી મામલે વધુ એક ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો.જેમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે અધિકારી દ્વારા પરત ફરજ પર લેવામાં આવેલા તમામ કર્મચારીઓના પગારની જવાબદારી પાલિકાના ચીફ ઓફિસરની અંગત રીતે રહેશે બીજી તરફ પાલિકાના પ્રમુખ કહેલા મુજબ આ કર્મચારી સામે જેતે સમયે અનેક ફરિયાદ હોવાના કારણે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

અધિકારીઓમાં ખેંચતાણ

બાદમાં અધિકારીએ તમામ કર્મચારીને ફરજ પર પરત લેવામાં આવતા સત્તાપક્ષ અને પાલિકાના મુખ્ય અધિકારી વચ્ચે ખેંચતાણ જોવા મળી રહી છે આ વિવાદ મામલે પાલિકાના ચીફ ઓફિસરે ઠરાવને કાયદાના વિરૂધ્ધમાં ગણાવી આરસીએમ દ્વાર ખટખટાવ્યા છે.હાલ પાલિકાના કર્મચારી મામલે સત્તાપક્ષ અને અધિકારી વચ્ચે માહોલ ગરમાયો ત્યારે આ મામલે હવે શું ? નવો વળાંક આવે છે તેના પર સૌકોઈની નજર છે.