Porbandarનો કુતિયાણાના ઘેડ વિસ્તાર પાણીથી થયો તરબોળ,જુઓ Drone Videos

ઘેડ વિસ્તારના તરખાઈ ગામ બેટમાં ફેરવાયું તરખાઈ ગામના ડ્રોન વીડિયો સામે આવ્યા મહિયરી, કડેઘી સહિતના 15 ગામ પાણીમાં તરબોળ પોરબંદરમાં છેલ્લા 24 કલાકમાં ભારેથી અતિભારે વરસાદ વરસતા કુતિયાણાનો ઘેડ વિસ્તાર પાણીથી તરબોળ થયો છે.ચોતરફ જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે ઘેડ વિસ્તારનુ તરખાઈ ગામ પાણીમાં ડૂબી ગયુ છે.સાથે અન્ય 15 ગામોમાં પણ એવી જ સ્થિતિ સર્જાઈ છે,સ્થાનિકોના જનજીવન પર તેની માઠી અસર જોવા મળી છે. ખેતરો બેટમાં ફેરવાયા પોરબંદરમાં ભારે વરસાદ વરસતા ખેતરો બેટમાં ફેરવાયા છે,તમને જોઈને એમ જ લાગે કે આ સમુદ્ર છે પણ આ સમુદ્ર નથી વરસાદનુ પાણી ખેતરમાં ભરાયેલું છે,પોરબંદરમાં સ્થિતિ એ હદે વણસી છે કે,તંત્રને પણ લોકો સુધી પહોંચવામાં તકલીફ પડી રહી છે,ત્યારે જેમ જેમ પાણીનો નિકાલ થશે તેમ તેમ પાણી ઓસરતા રહેશે.રસાદી માહોલ વચ્ચે વાહન વ્યવહાર માટે રસ્તાઓ બંધ થયા રાજયમાં કુલ 193 રસ્તાઓ વરસાદને કારણે બંધ થયા છે.પંચાયત હસ્તકના 168 રસ્તાઓ બંધ થયા છે.રાજ્યના 7 સ્ટેટ હાઇવે બંધ થયા છે,રાજ્યમાં અન્ય 18 માર્ગો બંધ થયા છે.રાજ્યમાં સૌથી વધારે જૂનાગઢમાં 83 રસ્તાઓ બંધ થયા છે.પોરબંદરમાં 76 રસ્તાઓ બંધ થયા છે.દેવભૂમિ દ્વારકામાં 11 રસ્તાઓ બંધ થયા છે.ભારે વરસાદની આગાહીને પગલે એન.ડી.આર.એફની 10 ટીમો રવાના કરાઈ 01 નર્મદા,1 ટીમ કચ્છ,1 ટીમ વલસાડ.1 ટીમ દેવભૂમિ દ્વારકા,1 ટીમ જૂનાગઢ,1 ટીમ ભાવનગર,1 ટીમ અમરેલી,1 ટિમ સુરત,1 ટીમ ગીર સોમનાથ,1 ટીમ રાજકોટથી દેવભૂમિ દ્વારકા જવા રવાના થઈ છે. શું કહે છે હવામાન વિભાગની આગાહી હવામાન વિભાગ દ્વારા આજે વરસાદને લઈને વલસાડ, નવસારી, સુરત, દમણ અને દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, દીવ, અમરેલી, રાજકોટમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે કચ્છ, જામનગર, ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લી, ભરુચ, નર્મદા, તાપી અને ડાંગમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંતના તમામ જિલ્લાઓમાં કોઇ ચેતવણી આપવામાં આવી નથી.

Porbandarનો કુતિયાણાના ઘેડ વિસ્તાર પાણીથી થયો તરબોળ,જુઓ Drone Videos

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ઘેડ વિસ્તારના તરખાઈ ગામ બેટમાં ફેરવાયું
  • તરખાઈ ગામના ડ્રોન વીડિયો સામે આવ્યા
  • મહિયરી, કડેઘી સહિતના 15 ગામ પાણીમાં તરબોળ

પોરબંદરમાં છેલ્લા 24 કલાકમાં ભારેથી અતિભારે વરસાદ વરસતા કુતિયાણાનો ઘેડ વિસ્તાર પાણીથી તરબોળ થયો છે.ચોતરફ જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે ઘેડ વિસ્તારનુ તરખાઈ ગામ પાણીમાં ડૂબી ગયુ છે.સાથે અન્ય 15 ગામોમાં પણ એવી જ સ્થિતિ સર્જાઈ છે,સ્થાનિકોના જનજીવન પર તેની માઠી અસર જોવા મળી છે.

ખેતરો બેટમાં ફેરવાયા

પોરબંદરમાં ભારે વરસાદ વરસતા ખેતરો બેટમાં ફેરવાયા છે,તમને જોઈને એમ જ લાગે કે આ સમુદ્ર છે પણ આ સમુદ્ર નથી વરસાદનુ પાણી ખેતરમાં ભરાયેલું છે,પોરબંદરમાં સ્થિતિ એ હદે વણસી છે કે,તંત્રને પણ લોકો સુધી પહોંચવામાં તકલીફ પડી રહી છે,ત્યારે જેમ જેમ પાણીનો નિકાલ થશે તેમ તેમ પાણી ઓસરતા રહેશે.


રસાદી માહોલ વચ્ચે વાહન વ્યવહાર માટે રસ્તાઓ બંધ થયા

રાજયમાં કુલ 193 રસ્તાઓ વરસાદને કારણે બંધ થયા છે.પંચાયત હસ્તકના 168 રસ્તાઓ બંધ થયા છે.રાજ્યના 7 સ્ટેટ હાઇવે બંધ થયા છે,રાજ્યમાં અન્ય 18 માર્ગો બંધ થયા છે.રાજ્યમાં સૌથી વધારે જૂનાગઢમાં 83 રસ્તાઓ બંધ થયા છે.પોરબંદરમાં 76 રસ્તાઓ બંધ થયા છે.દેવભૂમિ દ્વારકામાં 11 રસ્તાઓ બંધ થયા છે.

ભારે વરસાદની આગાહીને પગલે એન.ડી.આર.એફની 10 ટીમો રવાના કરાઈ

01 નર્મદા,1 ટીમ કચ્છ,1 ટીમ વલસાડ.1 ટીમ દેવભૂમિ દ્વારકા,1 ટીમ જૂનાગઢ,1 ટીમ ભાવનગર,1 ટીમ અમરેલી,1 ટિમ સુરત,1 ટીમ ગીર સોમનાથ,1 ટીમ રાજકોટથી દેવભૂમિ દ્વારકા જવા રવાના થઈ છે.

શું કહે છે હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગ દ્વારા આજે વરસાદને લઈને વલસાડ, નવસારી, સુરત, દમણ અને દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, દીવ, અમરેલી, રાજકોટમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે કચ્છ, જામનગર, ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લી, ભરુચ, નર્મદા, તાપી અને ડાંગમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંતના તમામ જિલ્લાઓમાં કોઇ ચેતવણી આપવામાં આવી નથી.