Vapi: શાંતિ કોમ્પલેક્ષમાં બેથી ત્રણ રાઉન્ડ ફાયરિંગ, આસપાસમાં ભાગદોડ મચી

જમીન મુદ્દે ચાલતી બબાલમાં ફાયરિંગ થયાનું અનુમાનફાયરિંગના અવાજથી કોમ્પલેક્ષમાં અફરાતફરી બેથી ત્રણ રાઉન્ડ ફાયરિંગ થયાની ચર્ચા વલસાડ જિલ્લાના વાપી ખાતે ફાયરિંગની ઘટના બની છે. વાપીમાં આવેલા શાંતિ કોમ્પલેક્ષમાં આવેલી એક ઓફિસમાં ફાયરિંગ થયુ છે. ત્યારે આ ફાયરિંગની ઘટના જમીન મુદ્દે ચાલતી બબાલના કારણે થયું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ફાયરિંગના અવાજથી કોમ્પલેક્ષમાં અફરાતફરી, વાપી પોલીસનો કાફલો ઘટના સ્થળે તમને જણાવી દઈએ કે વાપીના શાંતિ કોમ્પલેક્ષમાં જમીન મુદ્દે બબાલના કારણે બેથી ત્રણ રાઉન્ડ ફાયરિંગ થયું હોવાની ચર્ચા છે. ત્યારે અચાનક થયેલા ફાયરિંગના અવાજથઈ સમગ્ર કોમ્પલેક્ષમાં અફરાતરફી મચી ગઈ હતી અને ઘટના અંગેની જાણકારી પોલીસને થતાં જ વાપી પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને હાલમાં ફાયરિંગની ઘટનાને લઈને તપાસ હાથ ધરી છે. ત્યારે આવા તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગ સ્થાનિક લોકો કરી રહ્યા છે. ગઈકાલે સાબરકાંઠાના તલોદમાં જાહેરમાં મારામારીની ઘટના બની હતી ગઈકાલે સાંજે સાબરકાંઠાના તલોદમાં જાહેરમાં મારામારી કરવાની ઘટના સામે આવી હતી. તલોદમાં ધોળા દિવસે વાહન લે-વેચ કરવાના મામલે મારામારીની ઘટના બની હતી. ટ્રક ખરીદીને લોનના હપ્તા કે વીમો નહીં લઈ એક ઈસમ પર 15થી વધુ લોકોનું ટોળુ ગુંડાગર્દી ઉપર ઉતરી આવ્યું હતું અને તલોદ બજારમાં જાહેરમાં ગાડી પર હુમલો કરી મારામારી કરી હતી. ત્યારે આ સમગ્ર ઘટના મામલે પ્રાંતિજ તાલુકાના સીતવાડા ગામના અજય જીતેન્દ્ર સિંહ રાઠોડ સહિત 15 લોકોના ટોળા સામે તલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી અને હુમલાખોર અજય રાઠોડની પોલીસે અટકાયત કરી હતી. બાવળાના અમિપુર ગામમાં બે જૂથ વચ્ચે અથડામણમાં ફાયરિંગની ઘટના બની તમને જણાવી દઈએ કે અમદાવાદના બાવળા નજીક આવેલા અમિપુર ગામમાં 10 દિવસ અગાઉ જ બે જૂથ વચ્ચે અથડામણ થઈ અને આ દરમિયાન બે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યુ હતુ. જેમાં રસ્તો ઓળંગવાને લઈ અને સરપંચની ચૂંટણીની જૂની અદાવતમાં ઘર્ષણ થયું હોવાની ચર્ચાઓ થઈ રહી હતી. ત્યારે આ સમગ્ર મામલે અમદાવાદ ગ્રામ્ય પોલીસે ક્રોસ ફરિયાદ કરી અને ડેપ્યુટી સરપંચ સહિત 18 આરોપી ધરપકડ કરી વધુ કાર્યવાહી શરૂ કરી હતી.

Vapi: શાંતિ કોમ્પલેક્ષમાં બેથી ત્રણ રાઉન્ડ ફાયરિંગ, આસપાસમાં ભાગદોડ મચી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • જમીન મુદ્દે ચાલતી બબાલમાં ફાયરિંગ થયાનું અનુમાન
  • ફાયરિંગના અવાજથી કોમ્પલેક્ષમાં અફરાતફરી
  • બેથી ત્રણ રાઉન્ડ ફાયરિંગ થયાની ચર્ચા

વલસાડ જિલ્લાના વાપી ખાતે ફાયરિંગની ઘટના બની છે. વાપીમાં આવેલા શાંતિ કોમ્પલેક્ષમાં આવેલી એક ઓફિસમાં ફાયરિંગ થયુ છે. ત્યારે આ ફાયરિંગની ઘટના જમીન મુદ્દે ચાલતી બબાલના કારણે થયું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

ફાયરિંગના અવાજથી કોમ્પલેક્ષમાં અફરાતફરી, વાપી પોલીસનો કાફલો ઘટના સ્થળે

તમને જણાવી દઈએ કે વાપીના શાંતિ કોમ્પલેક્ષમાં જમીન મુદ્દે બબાલના કારણે બેથી ત્રણ રાઉન્ડ ફાયરિંગ થયું હોવાની ચર્ચા છે. ત્યારે અચાનક થયેલા ફાયરિંગના અવાજથઈ સમગ્ર કોમ્પલેક્ષમાં અફરાતરફી મચી ગઈ હતી અને ઘટના અંગેની જાણકારી પોલીસને થતાં જ વાપી પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને હાલમાં ફાયરિંગની ઘટનાને લઈને તપાસ હાથ ધરી છે. ત્યારે આવા તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગ સ્થાનિક લોકો કરી રહ્યા છે.

ગઈકાલે સાબરકાંઠાના તલોદમાં જાહેરમાં મારામારીની ઘટના બની હતી

ગઈકાલે સાંજે સાબરકાંઠાના તલોદમાં જાહેરમાં મારામારી કરવાની ઘટના સામે આવી હતી. તલોદમાં ધોળા દિવસે વાહન લે-વેચ કરવાના મામલે મારામારીની ઘટના બની હતી. ટ્રક ખરીદીને લોનના હપ્તા કે વીમો નહીં લઈ એક ઈસમ પર 15થી વધુ લોકોનું ટોળુ ગુંડાગર્દી ઉપર ઉતરી આવ્યું હતું અને તલોદ બજારમાં જાહેરમાં ગાડી પર હુમલો કરી મારામારી કરી હતી. ત્યારે આ સમગ્ર ઘટના મામલે પ્રાંતિજ તાલુકાના સીતવાડા ગામના અજય જીતેન્દ્ર સિંહ રાઠોડ સહિત 15 લોકોના ટોળા સામે તલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી અને હુમલાખોર અજય રાઠોડની પોલીસે અટકાયત કરી હતી.

બાવળાના અમિપુર ગામમાં બે જૂથ વચ્ચે અથડામણમાં ફાયરિંગની ઘટના બની

તમને જણાવી દઈએ કે અમદાવાદના બાવળા નજીક આવેલા અમિપુર ગામમાં 10 દિવસ અગાઉ જ બે જૂથ વચ્ચે અથડામણ થઈ અને આ દરમિયાન બે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યુ હતુ. જેમાં રસ્તો ઓળંગવાને લઈ અને સરપંચની ચૂંટણીની જૂની અદાવતમાં ઘર્ષણ થયું હોવાની ચર્ચાઓ થઈ રહી હતી. ત્યારે આ સમગ્ર મામલે અમદાવાદ ગ્રામ્ય પોલીસે ક્રોસ ફરિયાદ કરી અને ડેપ્યુટી સરપંચ સહિત 18 આરોપી ધરપકડ કરી વધુ કાર્યવાહી શરૂ કરી હતી.