Vadtal: સ્વામિનારાયણ સંપ્રદાયના નવનિર્મિત મંદિરમાં ભક્તોએ દર્શન માટે રૂપિયા આપવા પડશે
વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાય જાણે વિવાદનો પર્યાય બની ગયો હોય તેમ એક બાદ એક કિસ્સા પ્રકાશમાં આવી રહ્યા છે. ત્યારે નવસારી સ્થિત નવનિર્મિત સ્વામિનારાયણ મંદિરમાં હદ થઈ ગઈ છે. નવનિર્મિત મંદિરમાં જો ભકતોએ ભગવાનના દર્શન કરવા હશે તો પણ કિંમત ચૂકવવી પડશે. નવસારી શહેર નજીક નવાગામ ખાતે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા સુંદર મંદિરનું નિર્માણ કરાયું છે. જેનું લોકાર્પણ થોડા દિવસો અગાઉ જ સંપ્રદાયના વડા રાકેશ પ્રસાદ અને મોટા નેતાઓ મંત્રીઓની ઉપસ્થિતિ વચ્ચે કરાયું હતું. આ ભવ્ય મંદિરનું સંચાલન સંપ્રદાયના સ્થાનિક સંતો દ્વારા કરવામાં આવી રહ્યું છે. જોકે મંદિરના વહીવટકર્તાઓ દ્વારા હવે ધર્મનો ધંધો બનાવી દેવાયો હોય તેવું લાગી રહ્યું છે. અહીં જુદા જુદા વિભાગો સહિત મંદિરમાં પ્રવેશ માટે વીસ રૂપિયાથી સો રૂપિયા જેટલું શુલ્ક વસૂલવામાં આવી રહ્યું છે. જે બાબતની પુષ્ટિ માટે સંદેશ ન્યુઝની ટીમ મંદિર પરિસરમાં પહોચી તો સંપ્રદાયના સ્વયંસેવકો સંદેશની ટીમનો વીડિયો ઉતારવા લાગ્યા અને સીધી શાબ્દિક ટપાટપી ઉપર ઉતરી આવ્યા. ભગવાનના દર્શન મફતમાં કરવા હોય તો બીજા મંદિરે જાઓ: વ્યવસ્થાપક સંદેશ ન્યૂઝ દ્વારા જ્યારે પ્રવેશ શુલ્ક માટે પૂછવામાં આવ્યું ત્યારે જાણવા મળ્યું કે પરિસરના નિભાવ માટે શુલ્ક વસૂલવામાં આવે છે. ત્યારે ભગવાનના દર્શન માટે શુલ્ક કેમ તેવો પ્રશ્ન પણ કર્યો. તો સ્થળ ઉપર હાજર સ્વયં સેવકો ઉડાઉ જવાબ આપવા લાગ્યા. અને કેહવામાં આવ્યું કે જો તમારે નિઃશુલ્ક ભગવાનના દર્શન કરવા હોય તો તમે આ પરિસરની બહાર જૂના મંદિરમાં દર્શન કરી શકો છો. જોકે અહીં ધર્મના નામે ધંધો માંડી દેવાયો તેવું સ્પષ્ટ પણે લાગી રહ્યું છે. સ્વામિનારાયણ ગુરકુલ સાંસ્કૃતિ ગૌધામના નામે મંડાયેલી આ ધર્મની હાટડીમાં ભગવાનના દર્શન માટે પણ તમારે મૂલ્ય ચૂકવવું પડશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાય જાણે વિવાદનો પર્યાય બની ગયો હોય તેમ એક બાદ એક કિસ્સા પ્રકાશમાં આવી રહ્યા છે. ત્યારે નવસારી સ્થિત નવનિર્મિત સ્વામિનારાયણ મંદિરમાં હદ થઈ ગઈ છે. નવનિર્મિત મંદિરમાં જો ભકતોએ ભગવાનના દર્શન કરવા હશે તો પણ કિંમત ચૂકવવી પડશે.
નવસારી શહેર નજીક નવાગામ ખાતે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા સુંદર મંદિરનું નિર્માણ કરાયું છે. જેનું લોકાર્પણ થોડા દિવસો અગાઉ જ સંપ્રદાયના વડા રાકેશ પ્રસાદ અને મોટા નેતાઓ મંત્રીઓની ઉપસ્થિતિ વચ્ચે કરાયું હતું. આ ભવ્ય મંદિરનું સંચાલન સંપ્રદાયના સ્થાનિક સંતો દ્વારા કરવામાં આવી રહ્યું છે. જોકે મંદિરના વહીવટકર્તાઓ દ્વારા હવે ધર્મનો ધંધો બનાવી દેવાયો હોય તેવું લાગી રહ્યું છે. અહીં જુદા જુદા વિભાગો સહિત મંદિરમાં પ્રવેશ માટે વીસ રૂપિયાથી સો રૂપિયા જેટલું શુલ્ક વસૂલવામાં આવી રહ્યું છે. જે બાબતની પુષ્ટિ માટે સંદેશ ન્યુઝની ટીમ મંદિર પરિસરમાં પહોચી તો સંપ્રદાયના સ્વયંસેવકો સંદેશની ટીમનો વીડિયો ઉતારવા લાગ્યા અને સીધી શાબ્દિક ટપાટપી ઉપર ઉતરી આવ્યા.
ભગવાનના દર્શન મફતમાં કરવા હોય તો બીજા મંદિરે જાઓ: વ્યવસ્થાપક
સંદેશ ન્યૂઝ દ્વારા જ્યારે પ્રવેશ શુલ્ક માટે પૂછવામાં આવ્યું ત્યારે જાણવા મળ્યું કે પરિસરના નિભાવ માટે શુલ્ક વસૂલવામાં આવે છે. ત્યારે ભગવાનના દર્શન માટે શુલ્ક કેમ તેવો પ્રશ્ન પણ કર્યો. તો સ્થળ ઉપર હાજર સ્વયં સેવકો ઉડાઉ જવાબ આપવા લાગ્યા. અને કેહવામાં આવ્યું કે જો તમારે નિઃશુલ્ક ભગવાનના દર્શન કરવા હોય તો તમે આ પરિસરની બહાર જૂના મંદિરમાં દર્શન કરી શકો છો. જોકે અહીં ધર્મના નામે ધંધો માંડી દેવાયો તેવું સ્પષ્ટ પણે લાગી રહ્યું છે.
સ્વામિનારાયણ ગુરકુલ સાંસ્કૃતિ ગૌધામના નામે મંડાયેલી આ ધર્મની હાટડીમાં ભગવાનના દર્શન માટે પણ તમારે મૂલ્ય ચૂકવવું પડશે.