Happy Birthday Amit Shah: અમિત શાહ ગુજરાતની મુલાકાતે, વિવિધ કાર્યક્રમમાં આપશે હાજરી
રાજકારણની દુનિયામાં પોતાની વ્યૂહરચનાઓને કારણે ચાણક્ય તરીકે ઓળખાતા એવા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો આજે 60મો જન્મદિવસ છે. અમિત શાહનો જન્મ 22 ઓક્ટોબર 1964ના રોજ મુંબઈમાં થયો હતો. ત્યારે આવો જાણીએ તેઓને કેમ "ચાણક્ય" કહેવામાં આવે છે અને આજે ગુજરાત પ્રવાસમાં ક્યા કાર્યક્રમોમાં હાજરી આપશે.આજે કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગર લોકસભા બેઠકના સાંસદ અમિત શાહનો જન્મદિવસ છે, ત્યારે તેઓ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આ દરમિયાન કેન્દ્રીય મંત્રી અલગ-અલગ કાર્યક્રમોમાં હાજરી આપશે. પોતાના પ્રવાસની શરૂઆત અમિત શાહ આણંદથી કરશે. જ્યાં તેઓ ટી.કે. પટેલ ઓડીટોરિયમમાં નેશનલ ડેરી ડેવલોપમેન્ટ બોર્ડ (NDDB)ના કાર્યક્રમમાં હાજરી આપશે. જે બાદ બપોરે 2 વાગ્યે તેઓ ગુજરાતની વિધાનસભાના કાર્યક્રમમાં હાજરી આપવાના છે.આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતેઆણંદ-ગાંધીનગરમાં વિવિધ કાર્યક્રમમાં આપશે હાજરી NDDBનો ડાયમંડ જ્યુબિલી ઉજવણીમાં આપશે હાજરી વિધાનસભામાં બિલના ડ્રાફ્ટિંગ સંદર્ભે વર્કશોપમાં રહેશે હાજર અમિત શાહ ગાંધીનગર ભાજપ કાર્યાલયનું ખાતમુહૂર્ત કરશે નાગરિક સંરક્ષણ અને હોમગાર્ડ કોફરન્સને ખુલ્લી મુકશે અમિત શાહ કડી સર્વ વિદ્યાલયમાં શિક્ષાવૃતિ વિતરણ કરશેજ્યાંથી બપોરે સવા 3 વાગ્યે ગાંધનગરના સેક્ટર 8માં પાર્ટી કાર્યાલય 'શ્રી કમલમ'નો શિલાન્યાસ કરશે. જે બાદ સાંજે સવા 4 કલાકે મહાત્મા મંદિર ખાતે નાગરિક સંરક્ષણ અને હોમગાર્ડ દળની 14મી નેશનલ કોન્ફરન્સમાં હાજરી આપશે. ખાત વાત એ છે કે, 19 વર્ષ બાદ ગાંધીનગરમાં આ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. કેન્દ્રીય મંત્રીનો છેલ્લો કાર્યક્રમ ગાંધીનગરના કડી સર્વે વિદ્યાલયના કેમ્પસમાં આયોજિત છે. જ્યાં અમિત શાહના હત્યો નમો લક્ષ્મી અને નમો સરસ્વતી શૈક્ષણિક શિષ્યવૃતિ વિતરણ કરવામાં આવશે.ગાંધીનગર શહેર ભાજપનું નવું કાર્યાલય બનશેગાંધીનગર શહેર સેક્ટર 8માં ભાજપનું નવું કાર્યાલયનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ખાતમુહૂર્ત કરશે. આ કાર્યક્રમમાં CM ભૂપેન્દ્ર પટેલ, સી.આર.પાટીલ હાજર રહેશે. સેક્ટર 8માં ભાજપનું નવું જે આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે નવું કાર્યાલય તૈયાર કરાશે.જાણો અમિત શાહની રાજકીય સફરઅમિત શાહ આજે 60 વર્ષનાં થઈ ગયા છે. આજે એટલે કે 22 ઓક્ટોબ 1964 નાં રોજ તેઓનો જન્મ મુંબઈમાં થયો હતો. અમિત શાહે અમદાવાદથી પોતાનો શરૂઆતી અભ્યાસ કર્યા બાદ ગુજરાત યુનિવર્સિટીમાંથી બાયોકેમેસ્ટ્રીમાં ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું હતું. સાથે જ અમિત શાહ બહુ જ ઓછા સમયમાં રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘમાં જોડાઈ સ્વયંસેવકની પણ ભૂમિકા ભજવી હતી. અમિત શાહનાં નેતૃત્વમાં ભાજપે 2014 માં લોકસભા ચૂંટણીમાં ભારે બહુમત સાથે જીત મેળવી હતી. તેમણે રાજનીતિમાં તેઓની કારકિર્દીની શરૂઆત 1980 માં કરી હતી. ત્યારથી લઈને અત્યાર સુધી તેઓ સતત સત્તાની સીડી ચઢી રહ્યા છે અને આજે તેઓ દેશના ગૃહમંત્રી તરીકે સેવા આપી રહ્યા છે.ભારતની રાજનીતિની રજેરજની જાણકારી રાખનાર વ્યક્તિ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિશે તમે જરૂર જાણતા હશે. અમિત શાહની ગણના ભારતની રાજનીતિનાં દિગ્ગજ નેતાઓમાં થાય છે. પરંતું તેઓએ આ મુકામ પર પહોંચવા માટે તનતોડ મહેનત કરી છે. રાજનીતિની ઝીણવટ ભરી સમજ અને સરકાર બનાવવામાં કુશળતા રાખવાવાળા અમિત શાહને ભાજપનાં "ચાણક્ય" કહેવામાં આવે છે. તેઓએ કુશળતાથી ઘણા રાજ્યોમાં ભાજપની સરકાર બનાવી છે.અમિત શાહ સરકારમાં સામેલ થયા અને ગૃહ મંત્રાલય પોતાની પાસે રાખ્યું2019માં જ્યારે બીજેપીને 303 સીટો મળી ત્યારે અમિત શાહ સરકારમાં સામેલ થયા અને ગૃહ મંત્રાલય પોતાની પાસે રાખ્યું. જ્યારે તેઓ ગૃહ પ્રધાન હતા, ત્યારે જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરવામાં આવી હતી અને જમ્મુ અને કાશ્મીર રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વહેંચવામાં આવ્યું હતું. આ સિવાય જ્યારે અમિત શાહ સિટીઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટ (CAA) અને નેશનલ રજિસ્ટર ઑફ સિટિઝનશિપ (NRC) લાવ્યા ત્યારે દેશભરમાં વિરોધ થયો હતો. જો કે, હવે દેશમાં CAA લાગુ કરવામાં આવ્યું છે અને આ કાયદા દ્વારા ઘણા લોકોને ભારતીય નાગરિકતા આપવામાં આવી છે. મોદી સરકાર 2.0માં અમિત શાહના આ બે મોટા નિર્ણયો હંમેશા યાદ રહેશે. તેમના નિર્ણયોને કારણે અમિત શાહને ખૂબ જ કડક ગૃહમંત્રી માનવામાં આવે છે. 2013માં જ્યારે નરેન્દ્ર મોદીને ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા ત્યારે તેમની નજર યુપી પર હતી કારણ કે તેની પાસે સૌથી વધુ 80 લોકસભા બેઠકો હતી. તેથી જ અમિત શાહ યુપીના પ્રભારી બન્યા અને ભાજપે યુપીમાં શાનદાર પ્રદર્શન કર્યું અને 71 બેઠકો જીતી, જ્યારે તેના સહયોગી અપના દળ (એસ)એ બે બેઠકો જીતી. યુપીનો આભાર, ભાજપે કેન્દ્રમાં 282 બેઠકો જીતી હતી. જો કે, મોદીના પ્રથમ કાર્યકાળ દરમિયાન, અમિત શાહ સરકારમાં જોડાયા ન હતા અને પાર્ટીની કમાન સંભાળી હતી. આ સરકારમાં રાજનાથ સિંહ ગૃહમંત્રી બન્યા અને અરુણ જેટલી નાણામંત્રી બન્યા. અમિત શાહ ગુજરાતના ગૃહમંત્રી હતા જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે અમિત શાહ ગૃહમંત્રી હતા. તેઓ પ્રથમ વખત સરખેજ વિધાનસભાની પેટાચૂંટણી લડ્યા હતા અને લગભગ 25 હજાર મતોથી જીત્યા હતા. તે પછી 2012 સુધી નારણપુરાથી જીતવાનું ચાલુ રાખ્યું. શાહ ત્યારે ચર્ચામાં આવ્યા જ્યારે ગેંગસ્ટર સોહરાબુદ્દીન, તેની પત્ની કૌસર બી અને સહયોગી તુલસી પ્રજાપતિનું એન્કાઉન્ટર થયું. સીબીઆઈએ આ કેસમાં અમિત શાહની પણ ધરપકડ કરી હતી. જો કે બાદમાં આ કેસના તમામ આરોપીઓને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા હતા.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજકારણની દુનિયામાં પોતાની વ્યૂહરચનાઓને કારણે ચાણક્ય તરીકે ઓળખાતા એવા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો આજે 60મો જન્મદિવસ છે. અમિત શાહનો જન્મ 22 ઓક્ટોબર 1964ના રોજ મુંબઈમાં થયો હતો. ત્યારે આવો જાણીએ તેઓને કેમ "ચાણક્ય" કહેવામાં આવે છે અને આજે ગુજરાત પ્રવાસમાં ક્યા કાર્યક્રમોમાં હાજરી આપશે.
આજે કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગર લોકસભા બેઠકના સાંસદ અમિત શાહનો જન્મદિવસ છે, ત્યારે તેઓ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આ દરમિયાન કેન્દ્રીય મંત્રી અલગ-અલગ કાર્યક્રમોમાં હાજરી આપશે. પોતાના પ્રવાસની શરૂઆત અમિત શાહ આણંદથી કરશે. જ્યાં તેઓ ટી.કે. પટેલ ઓડીટોરિયમમાં નેશનલ ડેરી ડેવલોપમેન્ટ બોર્ડ (NDDB)ના કાર્યક્રમમાં હાજરી આપશે. જે બાદ બપોરે 2 વાગ્યે તેઓ ગુજરાતની વિધાનસભાના કાર્યક્રમમાં હાજરી આપવાના છે.
આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે
- આણંદ-ગાંધીનગરમાં વિવિધ કાર્યક્રમમાં આપશે હાજરી
- NDDBનો ડાયમંડ જ્યુબિલી ઉજવણીમાં આપશે હાજરી
- વિધાનસભામાં બિલના ડ્રાફ્ટિંગ સંદર્ભે વર્કશોપમાં રહેશે હાજર
- અમિત શાહ ગાંધીનગર ભાજપ કાર્યાલયનું ખાતમુહૂર્ત કરશે
- નાગરિક સંરક્ષણ અને હોમગાર્ડ કોફરન્સને ખુલ્લી મુકશે
- અમિત શાહ કડી સર્વ વિદ્યાલયમાં શિક્ષાવૃતિ વિતરણ કરશે
જ્યાંથી બપોરે સવા 3 વાગ્યે ગાંધનગરના સેક્ટર 8માં પાર્ટી કાર્યાલય 'શ્રી કમલમ'નો શિલાન્યાસ કરશે. જે બાદ સાંજે સવા 4 કલાકે મહાત્મા મંદિર ખાતે નાગરિક સંરક્ષણ અને હોમગાર્ડ દળની 14મી નેશનલ કોન્ફરન્સમાં હાજરી આપશે. ખાત વાત એ છે કે, 19 વર્ષ બાદ ગાંધીનગરમાં આ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. કેન્દ્રીય મંત્રીનો છેલ્લો કાર્યક્રમ ગાંધીનગરના કડી સર્વે વિદ્યાલયના કેમ્પસમાં આયોજિત છે. જ્યાં અમિત શાહના હત્યો નમો લક્ષ્મી અને નમો સરસ્વતી શૈક્ષણિક શિષ્યવૃતિ વિતરણ કરવામાં આવશે.
ગાંધીનગર શહેર ભાજપનું નવું કાર્યાલય બનશે
ગાંધીનગર શહેર સેક્ટર 8માં ભાજપનું નવું કાર્યાલયનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ખાતમુહૂર્ત કરશે. આ કાર્યક્રમમાં CM ભૂપેન્દ્ર પટેલ, સી.આર.પાટીલ હાજર રહેશે. સેક્ટર 8માં ભાજપનું નવું જે આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે નવું કાર્યાલય તૈયાર કરાશે.
જાણો અમિત શાહની રાજકીય સફર
અમિત શાહ આજે 60 વર્ષનાં થઈ ગયા છે. આજે એટલે કે 22 ઓક્ટોબ 1964 નાં રોજ તેઓનો જન્મ મુંબઈમાં થયો હતો. અમિત શાહે અમદાવાદથી પોતાનો શરૂઆતી અભ્યાસ કર્યા બાદ ગુજરાત યુનિવર્સિટીમાંથી બાયોકેમેસ્ટ્રીમાં ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું હતું. સાથે જ અમિત શાહ બહુ જ ઓછા સમયમાં રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘમાં જોડાઈ સ્વયંસેવકની પણ ભૂમિકા ભજવી હતી. અમિત શાહનાં નેતૃત્વમાં ભાજપે 2014 માં લોકસભા ચૂંટણીમાં ભારે બહુમત સાથે જીત મેળવી હતી. તેમણે રાજનીતિમાં તેઓની કારકિર્દીની શરૂઆત 1980 માં કરી હતી. ત્યારથી લઈને અત્યાર સુધી તેઓ સતત સત્તાની સીડી ચઢી રહ્યા છે અને આજે તેઓ દેશના ગૃહમંત્રી તરીકે સેવા આપી રહ્યા છે.
ભારતની રાજનીતિની રજેરજની જાણકારી રાખનાર વ્યક્તિ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિશે તમે જરૂર જાણતા હશે. અમિત શાહની ગણના ભારતની રાજનીતિનાં દિગ્ગજ નેતાઓમાં થાય છે. પરંતું તેઓએ આ મુકામ પર પહોંચવા માટે તનતોડ મહેનત કરી છે. રાજનીતિની ઝીણવટ ભરી સમજ અને સરકાર બનાવવામાં કુશળતા રાખવાવાળા અમિત શાહને ભાજપનાં "ચાણક્ય" કહેવામાં આવે છે. તેઓએ કુશળતાથી ઘણા રાજ્યોમાં ભાજપની સરકાર બનાવી છે.
અમિત શાહ સરકારમાં સામેલ થયા અને ગૃહ મંત્રાલય પોતાની પાસે રાખ્યું
2019માં જ્યારે બીજેપીને 303 સીટો મળી ત્યારે અમિત શાહ સરકારમાં સામેલ થયા અને ગૃહ મંત્રાલય પોતાની પાસે રાખ્યું. જ્યારે તેઓ ગૃહ પ્રધાન હતા, ત્યારે જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરવામાં આવી હતી અને જમ્મુ અને કાશ્મીર રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વહેંચવામાં આવ્યું હતું. આ સિવાય જ્યારે અમિત શાહ સિટીઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટ (CAA) અને નેશનલ રજિસ્ટર ઑફ સિટિઝનશિપ (NRC) લાવ્યા ત્યારે દેશભરમાં વિરોધ થયો હતો. જો કે, હવે દેશમાં CAA લાગુ કરવામાં આવ્યું છે અને આ કાયદા દ્વારા ઘણા લોકોને ભારતીય નાગરિકતા આપવામાં આવી છે. મોદી સરકાર 2.0માં અમિત શાહના આ બે મોટા નિર્ણયો હંમેશા યાદ રહેશે. તેમના નિર્ણયોને કારણે અમિત શાહને ખૂબ જ કડક ગૃહમંત્રી માનવામાં આવે છે.
2013માં જ્યારે નરેન્દ્ર મોદીને ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા ત્યારે તેમની નજર યુપી પર હતી કારણ કે તેની પાસે સૌથી વધુ 80 લોકસભા બેઠકો હતી. તેથી જ અમિત શાહ યુપીના પ્રભારી બન્યા અને ભાજપે યુપીમાં શાનદાર પ્રદર્શન કર્યું અને 71 બેઠકો જીતી, જ્યારે તેના સહયોગી અપના દળ (એસ)એ બે બેઠકો જીતી. યુપીનો આભાર, ભાજપે કેન્દ્રમાં 282 બેઠકો જીતી હતી. જો કે, મોદીના પ્રથમ કાર્યકાળ દરમિયાન, અમિત શાહ સરકારમાં જોડાયા ન હતા અને પાર્ટીની કમાન સંભાળી હતી. આ સરકારમાં રાજનાથ સિંહ ગૃહમંત્રી બન્યા અને અરુણ જેટલી નાણામંત્રી બન્યા.
અમિત શાહ ગુજરાતના ગૃહમંત્રી હતા
જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે અમિત શાહ ગૃહમંત્રી હતા. તેઓ પ્રથમ વખત સરખેજ વિધાનસભાની પેટાચૂંટણી લડ્યા હતા અને લગભગ 25 હજાર મતોથી જીત્યા હતા. તે પછી 2012 સુધી નારણપુરાથી જીતવાનું ચાલુ રાખ્યું. શાહ ત્યારે ચર્ચામાં આવ્યા જ્યારે ગેંગસ્ટર સોહરાબુદ્દીન, તેની પત્ની કૌસર બી અને સહયોગી તુલસી પ્રજાપતિનું એન્કાઉન્ટર થયું. સીબીઆઈએ આ કેસમાં અમિત શાહની પણ ધરપકડ કરી હતી. જો કે બાદમાં આ કેસના તમામ આરોપીઓને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા હતા.