Becharaji પાસે ટ્રેલર અને રિક્ષા વચ્ચે મોટો અકસ્માત, બાળકનું ઘટનાસ્થળે જ મોત

રિક્ષામાં બેઠેલા બાળકનું ઘટનાસ્થળે જ મોતઅકસ્માતમાં બે લોકોની હાલત ગંભીર રિક્ષામાં કુલ 4 લોકો સવાર હતા રાજ્યમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. બહુચરાજી પાસે અકસ્માતની મોટી ઘટના બની છે, જેમાં એક બાળકનું ઘટનાસ્થળે જ મોત થયુ છે અને અકસ્માતમાં અન્ય બે લોકોની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે. રિક્ષામાં બેઠેલા એક બાળકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યુ બહુચરાજી પાસે કાલરી અને ચડાસના ગામ વચ્ચે ટ્રેલર અને રિક્ષા વચ્ચે મોટો અકસ્માત સર્જાયો હતો, જેમાં રિક્ષામાં બેઠેલા એક બાળકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યુ હતું અને આ સિવાય અન્ય બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા અને તેમની હાલત પણ હાલમાં ગંભીર હોવાની જાણકારી મળી રહી છે. અકસ્માત સમયે રિક્ષામાં કૂલ 4 મુસાફર સવાર હતા. અકસ્માતની ઘટના બાદ 108ની ઈમરજન્સી ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી મળતી પ્રાથમિક માહિતી મુજબ રિક્ષામાં સવાર તમામ મુસાફરો રૂપપુરા ગામના હતા. ત્યારે અકસ્માતની ઘટના બાદ 108ની ટીમને જાણ કરવામાં આવતા 108ની ઈમરજન્સી ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને ઈજાગ્રસ્તોની પ્રાથમિક સારવાર શરૂ કરી હતી. થરાદમાં મૃતદેહ લઈને જતી એમ્બ્યુલન્સનો અકસ્માત થતા એકનું મોત આજે સવારે જ થરાદમાં મૃતદેહ લઈને જઈ રહેલી એમ્બ્યુલન્સનો અકસ્માત સર્જાયો હતો, જેમાં થરાદ-સાંચોર હાઈવે પર એકનું મોત થયુ હતું. એમ્બ્યુલન્સ મૃતદેહ લઈને જઈ રહી હતી તે સમયે એમ્બ્યુલન્સ ટ્રક પાછળ ઘૂસી ગઈ હતી. ગાંધીધામથી રાજસ્થાન જતી વખતે આ અકસ્માત સર્જાયો હતો. તેમાં મૃતદેહ પાસે બેઠેલા યુવકનું આ અકસ્માતમાં મોત નીપજ્યુ હતું. ત્યારે ચાલક એમ્બ્યુલન્સ મૂકીને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. ત્યારે આ સમગ્ર મામલે અજાણ્યા એમ્બ્યુલન્સચાલક સામે પોલીસે ફરિયાદ નોંધી છે. દ્વારકામાં ભાટિયા હાઇવે પર કારનો અકસ્માત ગઈકાલે રાત્રે દ્વારકામાં ભાટિયા હાઈવે પર કારનો અકસ્માત સર્જાયો હતો, જેમાં પૂરપાટ આવી રહેલી કારે 5 પશુને અડફેટે લીધા હતા અને કારની ટક્કરથી 5 પશુઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા. ત્યારે કારમાં સવાર બે લોકોને ઈજા પહોંચી હતી.

Becharaji પાસે ટ્રેલર અને રિક્ષા વચ્ચે મોટો અકસ્માત, બાળકનું ઘટનાસ્થળે જ મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રિક્ષામાં બેઠેલા બાળકનું ઘટનાસ્થળે જ મોત
  • અકસ્માતમાં બે લોકોની હાલત ગંભીર
  • રિક્ષામાં કુલ 4 લોકો સવાર હતા

રાજ્યમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. બહુચરાજી પાસે અકસ્માતની મોટી ઘટના બની છે, જેમાં એક બાળકનું ઘટનાસ્થળે જ મોત થયુ છે અને અકસ્માતમાં અન્ય બે લોકોની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે.

રિક્ષામાં બેઠેલા એક બાળકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યુ

બહુચરાજી પાસે કાલરી અને ચડાસના ગામ વચ્ચે ટ્રેલર અને રિક્ષા વચ્ચે મોટો અકસ્માત સર્જાયો હતો, જેમાં રિક્ષામાં બેઠેલા એક બાળકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યુ હતું અને આ સિવાય અન્ય બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા અને તેમની હાલત પણ હાલમાં ગંભીર હોવાની જાણકારી મળી રહી છે. અકસ્માત સમયે રિક્ષામાં કૂલ 4 મુસાફર સવાર હતા.

અકસ્માતની ઘટના બાદ 108ની ઈમરજન્સી ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી

મળતી પ્રાથમિક માહિતી મુજબ રિક્ષામાં સવાર તમામ મુસાફરો રૂપપુરા ગામના હતા. ત્યારે અકસ્માતની ઘટના બાદ 108ની ટીમને જાણ કરવામાં આવતા 108ની ઈમરજન્સી ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને ઈજાગ્રસ્તોની પ્રાથમિક સારવાર શરૂ કરી હતી.

થરાદમાં મૃતદેહ લઈને જતી એમ્બ્યુલન્સનો અકસ્માત થતા એકનું મોત

આજે સવારે જ થરાદમાં મૃતદેહ લઈને જઈ રહેલી એમ્બ્યુલન્સનો અકસ્માત સર્જાયો હતો, જેમાં થરાદ-સાંચોર હાઈવે પર એકનું મોત થયુ હતું. એમ્બ્યુલન્સ મૃતદેહ લઈને જઈ રહી હતી તે સમયે એમ્બ્યુલન્સ ટ્રક પાછળ ઘૂસી ગઈ હતી. ગાંધીધામથી રાજસ્થાન જતી વખતે આ અકસ્માત સર્જાયો હતો. તેમાં મૃતદેહ પાસે બેઠેલા યુવકનું આ અકસ્માતમાં મોત નીપજ્યુ હતું. ત્યારે ચાલક એમ્બ્યુલન્સ મૂકીને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. ત્યારે આ સમગ્ર મામલે અજાણ્યા એમ્બ્યુલન્સચાલક સામે પોલીસે ફરિયાદ નોંધી છે.

દ્વારકામાં ભાટિયા હાઇવે પર કારનો અકસ્માત

ગઈકાલે રાત્રે દ્વારકામાં ભાટિયા હાઈવે પર કારનો અકસ્માત સર્જાયો હતો, જેમાં પૂરપાટ આવી રહેલી કારે 5 પશુને અડફેટે લીધા હતા અને કારની ટક્કરથી 5 પશુઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા. ત્યારે કારમાં સવાર બે લોકોને ઈજા પહોંચી હતી.