Ahmedabad: કાલુપુરથી સારંગપુર બ્રિજ સુધી ટ્રાફિક ઘટાડવા 6 લેનનો એલિવેટેડ બ્રીજ બનશે

અમદાવાદ રેલવે સ્ટેશનનાં રિડેવલોપમેન્ટનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. ગત 6 જુનથી શરૂ કરાયેલું રેલવે સ્ટેશનનું તમામ કામ તા.5 જૂન 2027 સુધીમાં પૂર્ણ કરી દેવાનો લક્ષ્ય રખાયો છે. 2,47,116 સ્ક્વેરમીટરમાં મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ રૂપિયા 2,383 કરોડના ખર્ચે વિકસાવવામાં આવનાર છે. જેમાં 3,316 વાહનોના પાર્કિંગની સુવિધા હશે.એરપોર્ટ જેવું આંતરરાષ્ટ્રીય કક્ષાનું સુખ-સુવિધાવાળું અમદાવાદ રેલવે સ્ટેશન બનાવવાનું આયોજન છે. કાલુપુરથી સારંગપુર સુધીનો વિસ્તાર ગીચ અને સાંકડો હોવાથી ટ્રાફિકની અવર-જવર માટે કાલુપુર બ્રિજથી સારંગપુર બ્રિજ સુધી એલિવેટેડ 6 લેનનો બ્રીજ બનાવવામાં આવશે. કે જેથી રેલવે સ્ટેશનને જોડતો તમામ વાહનવ્યવહાર ઉપરના રોડ પરથી કોઇપણ અસુવિધા વગર થઈ શકે અને નીચેના શહેરના રોડ પરનો વાહનવ્યવહાર પણ અસુવિધા વગર ચાલ્યા કરશે. શહેરની ટ્રાફિકજામની સમસ્યામાંથી રાહત મળશે. અહીં અંડરગ્રાઉન્ડ મેટ્રો, વચ્ચે ટ્રેન અને ઉપર બુલેટ ટ્રેનનું સ્ટેશન રહેશે. આમ ટ્રેનના પરિવહનના ત્રણેય ફોર્મેટ એક જ સ્થળે હોય તેવું દેશનું આ પ્રથમ રેલવે સ્ટેશન હશે. તેમ પશ્ચિમ રેલવેના અમદાવાદ વિભાગના ડીઆરએમના જણાવ્યું હતું. અમદાવાદ રેલવે સ્ટેશને કુલ 12 પ્લેટફોર્મ હશે જ્યાં દરેક પ્લેટફોર્મ પર ચાર લિફ્ટ અને ચાર એસ્કેલેટર હશે. કુલ 21 લિફ્ટ, પાંચ સીડીઓ, કાર લિફ્ટ ચાર હશે. મલ્ટી મોડલ હબને સંપૂર્ણપણે કોમર્શિયલ હબ તરીકે વિકસાવાશે જ્યાં ફોર સ્ટાર હોટલ પણ હશે. 1,09,428 સ્ક્વેરમીટર એરિયાનો કોમર્શિયલ ઉપયોગ કરાશે. જ્યારે સ્ટેશન બિલ્ડિંગ 90,460 સ્ક્વેરમીટર એરિયામાં બનાવાશે. જ્યાં 6 એસ્કેલેટર, 30 લિફ્ટ અને 25 સીડીઓ હશે. 54,900 સ્ક્વેરમીટર એરિયા એલિવેટેડ હશે. આ એલિવેટેડ રોડ પર કુલ ત્રણ પીક અપ અને ડ્રોપ ઓફની સુવિધા પણ હશે. પાર્સલની સુવિધા બિલ્ડિંગમાં રાખવામાં આવશે. સીસીટીવી કેમેરા, ઇલેક્ટ્રીક વાહનનું ચાર્જિંગ સ્ટેશન, દિવ્યાંગો માટેની વિશેષ સુવિધાઓ હશે. મેટ્રો, બુલેટ, AMTS, BRTS, ઓટો અને ટેક્સી તમામ પ્રકારની પરિવહનની સુવિધા એકસાથે એક જ સ્થળેથી મળી રહે તે રીતે કામગીરી હાલ ચાલી રહી છે. ઝૂલતા મિનારા દેશ-વિદેશના પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે કાલુપુર રેલવે સ્ટેશન પરિસરમાં આવેલા પ્રખ્યાત ઝૂલતા મિનારાની આજુબાજુ પર્યટકો માટે વિશેષ સુવિધાઓ પુરી પડાશે. દેશ-વિદેશના પ્રવાસીઓ આ અદભૂત મિનારાને નિહાળી શકે અને તેની ખાસિયતો જાણી શકે અને ત્યાં થોડો સમય રોકાઇ શકે તે માટે બાગ-બગીચા સહિતની સુવિધા પુરી પડાશે. અમદાવાદ વિભાગમાં કુલ 16 સ્ટેશનોને અપગ્રેડ કરાશે ગુજરાતમાં કુલ ત્રણ રેલવે સ્ટેશનોને આંતરરાષ્ટ્રીય ધારાધોરણવાળા રેલવે સ્ટેશને બનાવાશે, જેમાં ભુજ, અમદાવાદ અને સાબરમતી રેલવે સ્ટેશનનો સમાવેશ કરાયો છે. ભુજનું રેલવે સ્ટેશન 300 કરોડના ખર્ચે તેમજ સાબરમતી રેલવે સ્ટેશન 334 કરોડના ખર્ચે રિડેવલોપ કરવામાં આવી રહ્યું છે. સાબમરતી સ્ટેશને મોટાભાગનું કામ પૂર્ણ થઇ ગયું છે. આ ઉપરાંત અમદાવાદ વિભાગમાં 16 રેલવે સ્ટેશનોને પણ એપગ્રેડ કરાશે. મણિનગર, વટવા, ચાંદલોડિયા, ગાંધીગ્રામ, ઊંઝા, ભિલડી, સામખ્યાલી, વિરમગામ, ધ્રાંગધ્રા, અસારવા સહિતના રેલવે સ્ટેશનોનો સમાવેશ થાય છે. સાબરમતી રેલ્વે સ્ટેશને પાંચને બદલે સાત પ્લેટફોર્મ બનાવાશે.

Ahmedabad: કાલુપુરથી સારંગપુર બ્રિજ સુધી ટ્રાફિક ઘટાડવા 6 લેનનો એલિવેટેડ બ્રીજ બનશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ રેલવે સ્ટેશનનાં રિડેવલોપમેન્ટનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. ગત 6 જુનથી શરૂ કરાયેલું રેલવે સ્ટેશનનું તમામ કામ તા.5 જૂન 2027 સુધીમાં પૂર્ણ કરી દેવાનો લક્ષ્ય રખાયો છે. 2,47,116 સ્ક્વેરમીટરમાં મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ રૂપિયા 2,383 કરોડના ખર્ચે વિકસાવવામાં આવનાર છે. જેમાં 3,316 વાહનોના પાર્કિંગની સુવિધા હશે.

એરપોર્ટ જેવું આંતરરાષ્ટ્રીય કક્ષાનું સુખ-સુવિધાવાળું અમદાવાદ રેલવે સ્ટેશન બનાવવાનું આયોજન છે. કાલુપુરથી સારંગપુર સુધીનો વિસ્તાર ગીચ અને સાંકડો હોવાથી ટ્રાફિકની અવર-જવર માટે કાલુપુર બ્રિજથી સારંગપુર બ્રિજ સુધી એલિવેટેડ 6 લેનનો બ્રીજ બનાવવામાં આવશે. કે જેથી રેલવે સ્ટેશનને જોડતો તમામ વાહનવ્યવહાર ઉપરના રોડ પરથી કોઇપણ અસુવિધા વગર થઈ શકે અને નીચેના શહેરના રોડ પરનો વાહનવ્યવહાર પણ અસુવિધા વગર ચાલ્યા કરશે. શહેરની ટ્રાફિકજામની સમસ્યામાંથી રાહત મળશે. અહીં અંડરગ્રાઉન્ડ મેટ્રો, વચ્ચે ટ્રેન અને ઉપર બુલેટ ટ્રેનનું સ્ટેશન રહેશે. આમ ટ્રેનના પરિવહનના ત્રણેય ફોર્મેટ એક જ સ્થળે હોય તેવું દેશનું આ પ્રથમ રેલવે સ્ટેશન હશે. તેમ પશ્ચિમ રેલવેના અમદાવાદ વિભાગના ડીઆરએમના જણાવ્યું હતું.

અમદાવાદ રેલવે સ્ટેશને કુલ 12 પ્લેટફોર્મ હશે જ્યાં દરેક પ્લેટફોર્મ પર ચાર લિફ્ટ અને ચાર એસ્કેલેટર હશે. કુલ 21 લિફ્ટ, પાંચ સીડીઓ, કાર લિફ્ટ ચાર હશે. મલ્ટી મોડલ હબને સંપૂર્ણપણે કોમર્શિયલ હબ તરીકે વિકસાવાશે જ્યાં ફોર સ્ટાર હોટલ પણ હશે. 1,09,428 સ્ક્વેરમીટર એરિયાનો કોમર્શિયલ ઉપયોગ કરાશે. જ્યારે સ્ટેશન બિલ્ડિંગ 90,460 સ્ક્વેરમીટર એરિયામાં બનાવાશે. જ્યાં 6 એસ્કેલેટર, 30 લિફ્ટ અને 25 સીડીઓ હશે. 54,900 સ્ક્વેરમીટર એરિયા એલિવેટેડ હશે. આ એલિવેટેડ રોડ પર કુલ ત્રણ પીક અપ અને ડ્રોપ ઓફની સુવિધા પણ હશે. પાર્સલની સુવિધા બિલ્ડિંગમાં રાખવામાં આવશે. સીસીટીવી કેમેરા, ઇલેક્ટ્રીક વાહનનું ચાર્જિંગ સ્ટેશન, દિવ્યાંગો માટેની વિશેષ સુવિધાઓ હશે. મેટ્રો, બુલેટ, AMTS, BRTS, ઓટો અને ટેક્સી તમામ પ્રકારની પરિવહનની સુવિધા એકસાથે એક જ સ્થળેથી મળી રહે તે રીતે કામગીરી હાલ ચાલી રહી છે.

ઝૂલતા મિનારા દેશ-વિદેશના પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે

કાલુપુર રેલવે સ્ટેશન પરિસરમાં આવેલા પ્રખ્યાત ઝૂલતા મિનારાની આજુબાજુ પર્યટકો માટે વિશેષ સુવિધાઓ પુરી પડાશે. દેશ-વિદેશના પ્રવાસીઓ આ અદભૂત મિનારાને નિહાળી શકે અને તેની ખાસિયતો જાણી શકે અને ત્યાં થોડો સમય રોકાઇ શકે તે માટે બાગ-બગીચા સહિતની સુવિધા પુરી પડાશે.

અમદાવાદ વિભાગમાં કુલ 16 સ્ટેશનોને અપગ્રેડ કરાશે

ગુજરાતમાં કુલ ત્રણ રેલવે સ્ટેશનોને આંતરરાષ્ટ્રીય ધારાધોરણવાળા રેલવે સ્ટેશને બનાવાશે, જેમાં ભુજ, અમદાવાદ અને સાબરમતી રેલવે સ્ટેશનનો સમાવેશ કરાયો છે. ભુજનું રેલવે સ્ટેશન 300 કરોડના ખર્ચે તેમજ સાબરમતી રેલવે સ્ટેશન 334 કરોડના ખર્ચે રિડેવલોપ કરવામાં આવી રહ્યું છે. સાબમરતી સ્ટેશને મોટાભાગનું કામ પૂર્ણ થઇ ગયું છે. આ ઉપરાંત અમદાવાદ વિભાગમાં 16 રેલવે સ્ટેશનોને પણ એપગ્રેડ કરાશે. મણિનગર, વટવા, ચાંદલોડિયા, ગાંધીગ્રામ, ઊંઝા, ભિલડી, સામખ્યાલી, વિરમગામ, ધ્રાંગધ્રા, અસારવા સહિતના રેલવે સ્ટેશનોનો સમાવેશ થાય છે. સાબરમતી રેલ્વે સ્ટેશને પાંચને બદલે સાત પ્લેટફોર્મ બનાવાશે.