Vadodaraમાં વગર વરસાદ પડયો ભુવો, ટ્રક ફસાઈને નમી જતા મચી દોડધામ
વડોદરામા સંતોક ચેમ્બર્સ પાસે ભુવો પડતા ટ્રક ફસાઈ જવાની ઘટના બની છે જેમાં શહેરમાં ચોમાસાની વિદાય બાદ પણ ભુવા પડવાનો સિલસિલો યથાવત છે.ત્રણ દિવસ પહેલા બીપીસી રોડ પર મોટો ભુવો પડ્યા બાદ આજે સંતોક ચેમ્બર્સ પાસે ભુવો પડતા ટ્રક ફસાઈ ગઈ હતી. અહીં નજીકમાં સેન્ટ જોસેફ સ્કૂલ પણ આવેલી છે. જેથી સ્કૂલના વાહનો અને વિદ્યાર્થીઓની અવરજવર રહેતી હોય છે, ત્યારે ભુવાના કારણે વાલીઓમાં પણ ચિંતા ફેલાય છે. વડોદરામાં ભુવા પડવાનું ચાલુ વડોદરા કોર્પોરેશન દ્વારા પાણી ડ્રેનેજ ગેસ લાઇન કે પછી ખાનગી કંપનીઓ દ્વારા નાખવામાં આવતા કેબલની કામગીરી બાદ યોગ્ય રીતે માટી પુરાણ થતું નહીં હોવાને કારણે અનેક જગ્યાએ ભુવા પડ્યા છે. તો કેટલીક જગ્યાએ પાણી ડ્રેનેજની લાઈનો જૂની થઈ જતા કેટલીક જગ્યાએ મોટા ભુવા પડ્યા હતા.વડોદરા શહેરમાં ચોમાસા દરમિયાન 125 થી વધુ ભુવા પડ્યા હતા. તેના સમારકામ પાછળ કોર્પોરેશનને અંદાજે પાંચ કરોડનો ખર્ચ કરવાનો વારો આવ્યો હતો. ચોમાસુ ગયું તેમ છતાં પણ હજી ભુવા પડવના ચાલુ છે. શહેરીજનો મૂકાયા ચિંતા વરસાદમાં તો ભુવા પડે જ છે પણ આ તો વગર વરસાદે ભુવો પડયો જેને લઈ શહેરીજનો પણ ચિંતામાં મૂકાઈ ગયા હતા.શહેરીજનોનું કહેવું છે કે,ઘરની બહાર નીકળીએ તો પણ બીક લાગે છે કે કયાંક રોડ પર ભુવામાં તો નહી પડી જઈએ ને,કેમકે વડોદરામાં સૌથી વધારે ભુવા વરસાદના સમયે પડયા છે,અને વરસાદ બાદ પણ ભુવા પડવાનું યતાવત છે,આતો સારૂ છે કે ટ્રક નમી ગઈ છે,જો કોઈ મોટી જાનહાની થાત અને કોઈનું મોત થાત તો કોણ જવાબદાર રહેત એ તમે વિચારી લો. કોર્પોરેશન શરમ કરો શહેરમાં રોડ-રસ્તાને લઈ કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે પરંતુ આ રોડ રસ્તાને લઈ કામગીરી ના થતી હોય તેવું લાગી રહ્યું છે,સ્માર્ટ સિટી બની ગયુ પણ અધિકારીઓ સ્માર્ટ ના થયા અને શહેરમાં ભુવા પડવાનું ચાલુ રહ્યું,વડોદરા મ્યુ.કોર્પોરેશન જરા આંખ ખોલીને જુઓ શહેરની શું હાલત છે,લોકો પાસેથી ટેકસના નામે રૂપિયા ખંખેરો છો પણ તેની સામે સગવડ આપવાનું રાખો,આ વડોદારા ભુવા નગરી નથી સંસ્કારી નગરી છે માટે ભુવા પડશે તે તો નહી જ ચલાવી લેવાય.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડોદરામા સંતોક ચેમ્બર્સ પાસે ભુવો પડતા ટ્રક ફસાઈ જવાની ઘટના બની છે જેમાં શહેરમાં ચોમાસાની વિદાય બાદ પણ ભુવા પડવાનો સિલસિલો યથાવત છે.ત્રણ દિવસ પહેલા બીપીસી રોડ પર મોટો ભુવો પડ્યા બાદ આજે સંતોક ચેમ્બર્સ પાસે ભુવો પડતા ટ્રક ફસાઈ ગઈ હતી. અહીં નજીકમાં સેન્ટ જોસેફ સ્કૂલ પણ આવેલી છે. જેથી સ્કૂલના વાહનો અને વિદ્યાર્થીઓની અવરજવર રહેતી હોય છે, ત્યારે ભુવાના કારણે વાલીઓમાં પણ ચિંતા ફેલાય છે.
વડોદરામાં ભુવા પડવાનું ચાલુ
વડોદરા કોર્પોરેશન દ્વારા પાણી ડ્રેનેજ ગેસ લાઇન કે પછી ખાનગી કંપનીઓ દ્વારા નાખવામાં આવતા કેબલની કામગીરી બાદ યોગ્ય રીતે માટી પુરાણ થતું નહીં હોવાને કારણે અનેક જગ્યાએ ભુવા પડ્યા છે. તો કેટલીક જગ્યાએ પાણી ડ્રેનેજની લાઈનો જૂની થઈ જતા કેટલીક જગ્યાએ મોટા ભુવા પડ્યા હતા.વડોદરા શહેરમાં ચોમાસા દરમિયાન 125 થી વધુ ભુવા પડ્યા હતા. તેના સમારકામ પાછળ કોર્પોરેશનને અંદાજે પાંચ કરોડનો ખર્ચ કરવાનો વારો આવ્યો હતો. ચોમાસુ ગયું તેમ છતાં પણ હજી ભુવા પડવના ચાલુ છે.
શહેરીજનો મૂકાયા ચિંતા
વરસાદમાં તો ભુવા પડે જ છે પણ આ તો વગર વરસાદે ભુવો પડયો જેને લઈ શહેરીજનો પણ ચિંતામાં મૂકાઈ ગયા હતા.શહેરીજનોનું કહેવું છે કે,ઘરની બહાર નીકળીએ તો પણ બીક લાગે છે કે કયાંક રોડ પર ભુવામાં તો નહી પડી જઈએ ને,કેમકે વડોદરામાં સૌથી વધારે ભુવા વરસાદના સમયે પડયા છે,અને વરસાદ બાદ પણ ભુવા પડવાનું યતાવત છે,આતો સારૂ છે કે ટ્રક નમી ગઈ છે,જો કોઈ મોટી જાનહાની થાત અને કોઈનું મોત થાત તો કોણ જવાબદાર રહેત એ તમે વિચારી લો.
કોર્પોરેશન શરમ કરો
શહેરમાં રોડ-રસ્તાને લઈ કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે પરંતુ આ રોડ રસ્તાને લઈ કામગીરી ના થતી હોય તેવું લાગી રહ્યું છે,સ્માર્ટ સિટી બની ગયુ પણ અધિકારીઓ સ્માર્ટ ના થયા અને શહેરમાં ભુવા પડવાનું ચાલુ રહ્યું,વડોદરા મ્યુ.કોર્પોરેશન જરા આંખ ખોલીને જુઓ શહેરની શું હાલત છે,લોકો પાસેથી ટેકસના નામે રૂપિયા ખંખેરો છો પણ તેની સામે સગવડ આપવાનું રાખો,આ વડોદારા ભુવા નગરી નથી સંસ્કારી નગરી છે માટે ભુવા પડશે તે તો નહી જ ચલાવી લેવાય.