Ahmedabad: સ્કૂલના ટ્રસ્ટી સર્તકતાના કારણે ડિજિટલ અરેસ્ટનો શિકાર થતાં બચ્યા

પોલીસ પહોંચી ઘટનાસ્થળેઅમદાવાદ ગ્રામ્ય પોલીસે તાજેતરમાં એક સ્કૂલમાં ટ્રાફિક, સાયબર ફ્રોડ અને મહિલા સુરક્ષાને લગતા જાગૃતિ કાર્યક્રમ કર્યા હતા. તે જ સ્કૂલના ટ્રસ્ટીને ડિજિટલ એરેસ્ટના નામે સાયબર ગઠિયાઓએ ફોન કર્યો હતો. ગઠિયાઓએ બે કલાક ડિજિટલ એરેસ્ટ કર્યા હતા, ત્યારે જ ટ્રસ્ટીએ સૂઝબૂઝ દાખવી પોલીસે જાગૃતિ કાર્યક્રમમાં આપેલી ટીપ્સ યાદ કરી હતી.ડિજિટલ એરેસ્ટ થયાની જાણ થતાં જ પોલીસે ઈશારો કરીને ટ્રસ્ટીને વીડિયો કોલમાં વાત ન કરવા કહ્યું બાદમાં વોશરૂમ જવાના બહાને તેમણે પ્રિન્સિપાલને એક ચિઠ્ઠી આપીને તાત્કાલિક પોલીસ બોલાવવા માટે જાણ કરી હતી. પ્રિન્સિપાલના એક ફોન પર ગ્રામ્યના સાણંદ જીઆઈડીસી પોલીસ સ્ટેશનના પી.આઈ જે.આર. ઝાલા સહિતના લોકો સ્કૂલ પર પહોંચ્યા હતા. પોલીસે પહોંચતાની સાથે જ જોયુ તો બે કલાકથી ટ્રસ્ટી કોઈ સાથે વીડિયો કોલ પર વાત કરતા હતા. ડિજિટલ એરેસ્ટ થયાની જાણ થતાં જ પોલીસે ઈશારો કરીને ટ્રસ્ટીને વીડિયો કોલમાં વાત ન કરવા અને કોઈપણ માહિતી ન આપવા સમજાવ્યા હતા. તેવામાં ટ્રસ્ટીએ પણ સરળતાથી પોલીસની વાત માની લેતા તે ડિજિટલ એરેસ્ટથી બચી ગયા હતા. આખરે પોલીસે કરેલા જાગૃતિ કાર્યક્રમના કારણે એક વ્યક્તિના લાખો રૂપિયા ઠગ ટોળકીના હાથમાં જતા બચી ગયા હતા. આધારકાર્ડ અને સીમકાર્ડ રદ થઈ જશે તેવું કહી ડિજિટલ એરેસ્ટ કર્યા સ્કૂલના ટ્રસ્ટીના ખાતામાં 50 લાખ જેટલી રકમ હતી. ગઠિયાઓએ ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયાના નામે ફોન કર્યો હતો. ગઠિયાઓએ આધારકાર્ડ પરથી સીમકાર્ડ નીકળ્યુ છે અને તે બ્લેક મેઈલિંગ તથા ફાઈનાન્સિયલ ફ્રોડમાં ઉપયોગ થયો છે તેમ કહ્યું હતું. બે કલાકમાં ક્લીયરન્સ સર્ટિફિકેટ જમા નહીં કરાવો તો આધારકાર્ડ અને સીમકાર્ડ બંને કાયમ માટે રદ થઈ જશે તેમ કહીને ડિજિટલ એરેસ્ટ કર્યા હતા. બાદમાં મની લોન્ડરીંગનો કેસ થયો હોવાથી અધિકારી પ્રદીપ સાવંત સાથે વાત કરવાનું કહેતા જ ટ્રસ્ટી ગઠિયાઓની જાળથી વાકેફ થઈ ગયા હતા. બાદમાં તેમણે પોલીસે આપેલી ટ્રેનિંગ અને માહિતી યાદ કરીને વોશરૂમ જવાનું બહાનું કરીને ચાલુ ફોન ઉપરના ખિસ્સામાં મૂકીને રૂમની બહાર આવ્યા હતા. ટ્રસ્ટીએ પ્રિન્સિપાલને એક ચિઠ્ઠી આપીને પોલીસ બોલાવવાનું કહીને પોતાને બચાવી લીધા હતા. પોલીસે આપી આ સલાહ ડિજિટલ અરેસ્ટના કિસ્સાને અટકાવવા માટે પોલીસ એક્ટિવ છે. પહેલા તો લોકોએ આ પ્રકારના અજાણ્યા નંબર ઉપાડવા ન જોઈએ. કોઈ કિસ્સામાં ફોન ઉપડી જાય તો ફોન કટ કરી દેવો જોઈએ. જો કોઈ વ્યક્તિ ગઠિયાઓની જાળમાં આવી જાય તો અંગત માહિતી શેર ન કરવી જોઈએ. પોલીસ ફોન પર એરેસ્ટ નથી કરતી કે કોઈને ધમકાવતી નથી. જો ગઠિયાઓ તમને કહે કે તમે 'ડિજિટલ એરેસ્ટ' થઈ ગયા છો તો જવાબ આપશો નહીં અને ફોન કટ કરીને પોલીસને જાણ કરો તો પોલીસ તાત્કાલિક તમને બચાવી લેશે. 

Ahmedabad: સ્કૂલના ટ્રસ્ટી સર્તકતાના કારણે ડિજિટલ અરેસ્ટનો શિકાર થતાં બચ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

પોલીસ પહોંચી ઘટનાસ્થળે

અમદાવાદ ગ્રામ્ય પોલીસે તાજેતરમાં એક સ્કૂલમાં ટ્રાફિક, સાયબર ફ્રોડ અને મહિલા સુરક્ષાને લગતા જાગૃતિ કાર્યક્રમ કર્યા હતા. તે જ સ્કૂલના ટ્રસ્ટીને ડિજિટલ એરેસ્ટના નામે સાયબર ગઠિયાઓએ ફોન કર્યો હતો. ગઠિયાઓએ બે કલાક ડિજિટલ એરેસ્ટ કર્યા હતા, ત્યારે જ ટ્રસ્ટીએ સૂઝબૂઝ દાખવી પોલીસે જાગૃતિ કાર્યક્રમમાં આપેલી ટીપ્સ યાદ કરી હતી.

ડિજિટલ એરેસ્ટ થયાની જાણ થતાં જ પોલીસે ઈશારો કરીને ટ્રસ્ટીને વીડિયો કોલમાં વાત ન કરવા કહ્યું

બાદમાં વોશરૂમ જવાના બહાને તેમણે પ્રિન્સિપાલને એક ચિઠ્ઠી આપીને તાત્કાલિક પોલીસ બોલાવવા માટે જાણ કરી હતી. પ્રિન્સિપાલના એક ફોન પર ગ્રામ્યના સાણંદ જીઆઈડીસી પોલીસ સ્ટેશનના પી.આઈ જે.આર. ઝાલા સહિતના લોકો સ્કૂલ પર પહોંચ્યા હતા. પોલીસે પહોંચતાની સાથે જ જોયુ તો બે કલાકથી ટ્રસ્ટી કોઈ સાથે વીડિયો કોલ પર વાત કરતા હતા. ડિજિટલ એરેસ્ટ થયાની જાણ થતાં જ પોલીસે ઈશારો કરીને ટ્રસ્ટીને વીડિયો કોલમાં વાત ન કરવા અને કોઈપણ માહિતી ન આપવા સમજાવ્યા હતા. તેવામાં ટ્રસ્ટીએ પણ સરળતાથી પોલીસની વાત માની લેતા તે ડિજિટલ એરેસ્ટથી બચી ગયા હતા. આખરે પોલીસે કરેલા જાગૃતિ કાર્યક્રમના કારણે એક વ્યક્તિના લાખો રૂપિયા ઠગ ટોળકીના હાથમાં જતા બચી ગયા હતા.

આધારકાર્ડ અને સીમકાર્ડ રદ થઈ જશે તેવું કહી ડિજિટલ એરેસ્ટ કર્યા

સ્કૂલના ટ્રસ્ટીના ખાતામાં 50 લાખ જેટલી રકમ હતી. ગઠિયાઓએ ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયાના નામે ફોન કર્યો હતો. ગઠિયાઓએ આધારકાર્ડ પરથી સીમકાર્ડ નીકળ્યુ છે અને તે બ્લેક મેઈલિંગ તથા ફાઈનાન્સિયલ ફ્રોડમાં ઉપયોગ થયો છે તેમ કહ્યું હતું. બે કલાકમાં ક્લીયરન્સ સર્ટિફિકેટ જમા નહીં કરાવો તો આધારકાર્ડ અને સીમકાર્ડ બંને કાયમ માટે રદ થઈ જશે તેમ કહીને ડિજિટલ એરેસ્ટ કર્યા હતા. બાદમાં મની લોન્ડરીંગનો કેસ થયો હોવાથી અધિકારી પ્રદીપ સાવંત સાથે વાત કરવાનું કહેતા જ ટ્રસ્ટી ગઠિયાઓની જાળથી વાકેફ થઈ ગયા હતા. બાદમાં તેમણે પોલીસે આપેલી ટ્રેનિંગ અને માહિતી યાદ કરીને વોશરૂમ જવાનું બહાનું કરીને ચાલુ ફોન ઉપરના ખિસ્સામાં મૂકીને રૂમની બહાર આવ્યા હતા. ટ્રસ્ટીએ પ્રિન્સિપાલને એક ચિઠ્ઠી આપીને પોલીસ બોલાવવાનું કહીને પોતાને બચાવી લીધા હતા.

પોલીસે આપી આ સલાહ

ડિજિટલ અરેસ્ટના કિસ્સાને અટકાવવા માટે પોલીસ એક્ટિવ છે. પહેલા તો લોકોએ આ પ્રકારના અજાણ્યા નંબર ઉપાડવા ન જોઈએ. કોઈ કિસ્સામાં ફોન ઉપડી જાય તો ફોન કટ કરી દેવો જોઈએ. જો કોઈ વ્યક્તિ ગઠિયાઓની જાળમાં આવી જાય તો અંગત માહિતી શેર ન કરવી જોઈએ. પોલીસ ફોન પર એરેસ્ટ નથી કરતી કે કોઈને ધમકાવતી નથી. જો ગઠિયાઓ તમને કહે કે તમે 'ડિજિટલ એરેસ્ટ' થઈ ગયા છો તો જવાબ આપશો નહીં અને ફોન કટ કરીને પોલીસને જાણ કરો તો પોલીસ તાત્કાલિક તમને બચાવી લેશે.