Botadમા ગરીબ કલ્યાણ મેળામાં યુવતીને મામેરૂં યોજના અન્વયે 12 હજારની મળી સહાય
વિકાસ સર્વસમાવેશક, સર્વપોષક અને સર્વ વ્યાપક હોવો જોઈએ.આવા સ્પષ્ટ અભિગમથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર જનકલ્યાણના દરેક ક્ષેત્રને પ્રગતિના શિખરે પહોંચાડવા પ્રયત્નશીલ છે. મનુષ્ય જીવનના જન્મથી મૃત્યુ સુધીના વિવિધ તબક્કાઓ માટે ઉપયોગી બને તેવી રાજ્ય સરકારની કલ્યાણલક્ષી વિવિધ યોજનાઓ અમલી છે. આખરે પ્રત્યેક યોજનાનો મૂળ હેતુ છેવાડાના માનવીના કલ્યાણનો છે. લોક કલ્યાણકારી યોજના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા લોક કલ્યાણકારી અનેક યોજનાઓ સુઅમલી છે. ત્યારે બોટાદ ખાતે યોજાયેલા ગરીબ કલ્યાણ મેળામાં અનેક લાભાર્થીઓને લાભાન્વિત કરવામાં આવ્યા હતા. જે અંતર્ગત કુંવરબાઈનું મામેરૂં યોજનામાં બોટાદ લાભાર્થી નીલમ ભરતભાઈ ઉપાધ્યાયને લાભ અર્પણ કરાયો હતો.નીલમબેનને રૂ. ૧૨,૦૦૦ની સહાય આપવામાં આવી હતી. સહાય પ્રાપ્ત થયા બાદ નીલમબેને જણાવ્યું હતું કે,આ સહાયથી હું મારા લગ્નનો નાનો મોટો ખર્ચ કરી શકવા સક્ષમ બનીશ. આ સહાય બદલ હું સરકારશ્રીની આભારી છું. ઉંમર 21 વર્ષ હોવી જોઈએ અનુસૂચિત જાતિની કન્યાઓને તેમના લગ્નપ્રસંગે આર્થિક મદદ કરવાના હેતુથી કુંવરબાઈનું મામેરું યોજના કાર્યરત છે. શહેરી અને ગ્રામ્ય માટે આવક મર્યાદા રૂા.૬,૦૦,૦૦૦ સુધીની છે. આ યોજનાનો લાભ અનુસૂચિત જાતિઓને (ગુજરાત રાજ્યના મૂળ વતનીઓને) જ મળવાપાત્ર છે. કુંટુંબની બે(૨) પુખ્તવયની કન્યાના લગ્ન પ્રસંગ સુધી લાભ મળવાપાત્ર છે. કન્યાની વયમર્યાદા લગ્ન સમયે ૧૮ વર્ષ અને યુવકની વય ૨૧ વર્ષ હોવી જોઈએ. પાત્રતાના ધોરણો 1-લગ્નના બે વર્ષની અંદર સહાય માટે અરજી કરવાની રહેશે. 2-સાત ફેરા સમૂહલગ્ન આયોજીત જિલ્લામાંથી કુંવરબાઇનું મામેરૂ યોજનાની સહાય મળવાપાત્ર થશે. 3-સમૂહલગ્નમાં ભાગ ભાગ લેનાર લાભાર્થી કન્યા સાત ફેરા સમૂહલગ્ન યોજના તેમજ કુંવરબાઈનું મામેરૂ યોજનાની તમામ શરતો પરિપૂર્ણ કરતી હોય તો આ બન્ને યોજનાઓ હેઠળ લાભ મેળવવા પાત્ર રહેશે. યોજના અંતર્ગત મળતી સહાય અનુસૂચિત જાતિની પુખ્ત વયની બે કન્યાના લગ્ન પ્રસંગે કુંવરબાઇના મામેરાની યોજના હેઠળ (તા. ૧/૪/૨૦૨૧ પછી લગ્ન કરનાર કન્યાને) સુધારેલા દર મુજબ રૂ.૧૨,૦૦૦ની સહાય ચૂકવવામાં આવશે જ્યારે આ તારીખ પહેલા લગ્ન કરનાર કન્યાને જૂના દર મુજબ રૂ.૧૦,૦૦૦ની સહાય ચૂકવવામાં આવશે. અરજીની પ્રક્રિયા https://esamajkalyan.gujarat.gov.in વેબસાઈટ મારફત ઓનલાઈન અરજી કરવાની હોય છે. અમલીકરણ કરતી કચેરી/ સંપર્ક અધિકારી જિલ્લા નાયબ નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરી જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી, સમાજ કલ્યાણ શાખા - જિલ્લા પંચાયતની કચેરી. અરજી સમયે રજૂ કરવાના થતાં પુરાવા 1- કન્યાનું આધાર કાર્ડ 2-કન્યાના પિતા/વાલીનું આધાર કાર્ડ 3-સક્ષમ અધિકારી પાસેથી મેળવેલ કન્યાની જાતિનો દાખલો 4-સક્ષમ અધિકારી પાસેથી મેળવેલ યુવકની જાતિનો દાખલો (જો હોય તો) સહિતના દસ્તાવેજો રજૂ કરવાના રહે છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વિકાસ સર્વસમાવેશક, સર્વપોષક અને સર્વ વ્યાપક હોવો જોઈએ.આવા સ્પષ્ટ અભિગમથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર જનકલ્યાણના દરેક ક્ષેત્રને પ્રગતિના શિખરે પહોંચાડવા પ્રયત્નશીલ છે. મનુષ્ય જીવનના જન્મથી મૃત્યુ સુધીના વિવિધ તબક્કાઓ માટે ઉપયોગી બને તેવી રાજ્ય સરકારની કલ્યાણલક્ષી વિવિધ યોજનાઓ અમલી છે. આખરે પ્રત્યેક યોજનાનો મૂળ હેતુ છેવાડાના માનવીના કલ્યાણનો છે.
લોક કલ્યાણકારી યોજના
સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા લોક કલ્યાણકારી અનેક યોજનાઓ સુઅમલી છે. ત્યારે બોટાદ ખાતે યોજાયેલા ગરીબ કલ્યાણ મેળામાં અનેક લાભાર્થીઓને લાભાન્વિત કરવામાં આવ્યા હતા. જે અંતર્ગત કુંવરબાઈનું મામેરૂં યોજનામાં બોટાદ લાભાર્થી નીલમ ભરતભાઈ ઉપાધ્યાયને લાભ અર્પણ કરાયો હતો.નીલમબેનને રૂ. ૧૨,૦૦૦ની સહાય આપવામાં આવી હતી. સહાય પ્રાપ્ત થયા બાદ નીલમબેને જણાવ્યું હતું કે,આ સહાયથી હું મારા લગ્નનો નાનો મોટો ખર્ચ કરી શકવા સક્ષમ બનીશ. આ સહાય બદલ હું સરકારશ્રીની આભારી છું.
ઉંમર 21 વર્ષ હોવી જોઈએ
અનુસૂચિત જાતિની કન્યાઓને તેમના લગ્નપ્રસંગે આર્થિક મદદ કરવાના હેતુથી કુંવરબાઈનું મામેરું યોજના કાર્યરત છે. શહેરી અને ગ્રામ્ય માટે આવક મર્યાદા રૂા.૬,૦૦,૦૦૦ સુધીની છે. આ યોજનાનો લાભ અનુસૂચિત જાતિઓને (ગુજરાત રાજ્યના મૂળ વતનીઓને) જ મળવાપાત્ર છે. કુંટુંબની બે(૨) પુખ્તવયની કન્યાના લગ્ન પ્રસંગ સુધી લાભ મળવાપાત્ર છે. કન્યાની વયમર્યાદા લગ્ન સમયે ૧૮ વર્ષ અને યુવકની વય ૨૧ વર્ષ હોવી જોઈએ.
પાત્રતાના ધોરણો
1-લગ્નના બે વર્ષની અંદર સહાય માટે અરજી કરવાની રહેશે.
2-સાત ફેરા સમૂહલગ્ન આયોજીત જિલ્લામાંથી કુંવરબાઇનું મામેરૂ યોજનાની સહાય મળવાપાત્ર થશે.
3-સમૂહલગ્નમાં ભાગ ભાગ લેનાર લાભાર્થી કન્યા સાત ફેરા સમૂહલગ્ન યોજના તેમજ કુંવરબાઈનું મામેરૂ યોજનાની તમામ શરતો પરિપૂર્ણ કરતી હોય તો આ બન્ને યોજનાઓ હેઠળ લાભ મેળવવા પાત્ર રહેશે.
યોજના અંતર્ગત મળતી સહાય
અનુસૂચિત જાતિની પુખ્ત વયની બે કન્યાના લગ્ન પ્રસંગે કુંવરબાઇના મામેરાની યોજના હેઠળ (તા. ૧/૪/૨૦૨૧ પછી લગ્ન કરનાર કન્યાને) સુધારેલા દર મુજબ રૂ.૧૨,૦૦૦ની સહાય ચૂકવવામાં આવશે જ્યારે આ તારીખ પહેલા લગ્ન કરનાર કન્યાને જૂના દર મુજબ રૂ.૧૦,૦૦૦ની સહાય ચૂકવવામાં આવશે.
અરજીની પ્રક્રિયા
https://esamajkalyan.gujarat.gov.in વેબસાઈટ મારફત ઓનલાઈન અરજી કરવાની હોય છે.
અમલીકરણ કરતી કચેરી/ સંપર્ક અધિકારી
જિલ્લા નાયબ નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરી જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી, સમાજ કલ્યાણ શાખા - જિલ્લા પંચાયતની કચેરી.
અરજી સમયે રજૂ કરવાના થતાં પુરાવા
1- કન્યાનું આધાર કાર્ડ
2-કન્યાના પિતા/વાલીનું આધાર કાર્ડ
3-સક્ષમ અધિકારી પાસેથી મેળવેલ કન્યાની જાતિનો દાખલો
4-સક્ષમ અધિકારી પાસેથી મેળવેલ યુવકની જાતિનો દાખલો (જો હોય તો) સહિતના દસ્તાવેજો રજૂ કરવાના રહે છે.