ન્યુ રાણીપમાં સામાન્ય બાબતે લુખ્ખાઓએ યુવકની હત્યા કરી

- રથયાત્રા બંદોબસ્ત વચ્ચે પોલીસે આરોપીને ઝડપ્યાં- ચારમાંથી ત્રણ આરોપી સામે મારામારી, લુખ્ખાગીરીના અસંખ્ય ગુના નોંધાયેલાં છેઅમદાવાદ : ન્યુ રાણીપમાં વાહનની ચાવી લેવા જેવી સામાન્ય બાબતે ચાલતા મનદુઃખમાં સ્થાનિક લુખ્ખા તત્વોએ યુવકની હત્યા કરી હતી. તા. ૬ના રાત્રે બનેલી હત્યાની ઘટનામાં રથયાત્રા બંદોબસ્ત છતાં સાબરમતી પોલીસે ત્રણ આરોપીને ઝડપી લીધાં હતાં. ત્રણ આરોપીઓ સામે અસંખ્ય ગુના નોંધાયેલાં છે.ન્યુ રાણીપના સરસ્વતીનગરમાં તા. ૬ના વહેલી સવારે સાડા ચાર વાગ્યાના અરસામાં ઓટલા ઉપર ઊંઘેલા અમરજીત ચૌહાણ ઉપર છરી અને લાકડીઓથી હુમલો કરવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન અમરજીતનું મૃત્યુ નિપજ્યું હતું. સ્થાનિક લુખ્ખાઓ સાથે બાઈકની ચાવી માગવા બાબતે ઝઘડો થયો હોવાથી અવારનવાર ધમકીઓ અપાયા બાદ હુમલો કરવામાં આવ્યો હતો. સાબરમતી પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો હતો.રથયાત્રા બંદોબસ્ત વચ્ચે સાબરમતી પી.આઈ. એચ.એન. પટેલ અને ટીમે આરોપી અજય ઉર્ફે ચકો દિલીપજી ઠાકોર, રાહુલ ઉર્ફે ખિસકોલી શિવાજી ચૌહાણ અને કાર્તિક પ્રમોદસિંહ રાજપૂતને રણુજા, રામાપીર મંદિર ખાતે છૂપાયા હોવાની બાતમીથી ત્યાં જઈને ઝડપી લીધાં હતાં. અજય ઉર્ફે ચકા સામે વાડજમાં હત્યાની કોશિષ, મારામારી, રાયોટિંગ ઉપરાંત રાહુલ ઉર્ફે ખિસકોલી સામે સોલામાં ધાકધમકી, મારામારી અને દારૂના ગુના સાથે પાસા કાર્યવાહી ઉપરાંત કાર્તિક રાજપુત સામે સાબરમતી, નારણપુરા અને સોલામાં ગુનો નોંધાયેલાં છે.

ન્યુ રાણીપમાં સામાન્ય બાબતે લુખ્ખાઓએ યુવકની હત્યા કરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- રથયાત્રા બંદોબસ્ત વચ્ચે પોલીસે આરોપીને ઝડપ્યાં

- ચારમાંથી ત્રણ આરોપી સામે મારામારી, લુખ્ખાગીરીના અસંખ્ય ગુના નોંધાયેલાં છે

અમદાવાદ : ન્યુ રાણીપમાં વાહનની ચાવી લેવા જેવી સામાન્ય બાબતે ચાલતા મનદુઃખમાં સ્થાનિક લુખ્ખા તત્વોએ યુવકની હત્યા કરી હતી. તા. ૬ના રાત્રે બનેલી હત્યાની ઘટનામાં રથયાત્રા બંદોબસ્ત છતાં સાબરમતી પોલીસે ત્રણ આરોપીને ઝડપી લીધાં હતાં. ત્રણ આરોપીઓ સામે અસંખ્ય ગુના નોંધાયેલાં છે.

ન્યુ રાણીપના સરસ્વતીનગરમાં તા. ૬ના વહેલી સવારે સાડા ચાર વાગ્યાના અરસામાં ઓટલા ઉપર ઊંઘેલા અમરજીત ચૌહાણ ઉપર છરી અને લાકડીઓથી હુમલો કરવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન અમરજીતનું મૃત્યુ નિપજ્યું હતું. સ્થાનિક લુખ્ખાઓ સાથે બાઈકની ચાવી માગવા બાબતે ઝઘડો થયો હોવાથી અવારનવાર ધમકીઓ અપાયા બાદ હુમલો કરવામાં આવ્યો હતો. સાબરમતી પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો હતો.

રથયાત્રા બંદોબસ્ત વચ્ચે સાબરમતી પી.આઈ. એચ.એન. પટેલ અને ટીમે આરોપી અજય ઉર્ફે ચકો દિલીપજી ઠાકોર, રાહુલ ઉર્ફે ખિસકોલી શિવાજી ચૌહાણ અને કાર્તિક પ્રમોદસિંહ રાજપૂતને રણુજા, રામાપીર મંદિર ખાતે છૂપાયા હોવાની બાતમીથી ત્યાં જઈને ઝડપી લીધાં હતાં. અજય ઉર્ફે ચકા સામે વાડજમાં હત્યાની કોશિષ, મારામારી, રાયોટિંગ ઉપરાંત રાહુલ ઉર્ફે ખિસકોલી સામે સોલામાં ધાકધમકી, મારામારી અને દારૂના ગુના સાથે પાસા કાર્યવાહી ઉપરાંત કાર્તિક રાજપુત સામે સાબરમતી, નારણપુરા અને સોલામાં ગુનો નોંધાયેલાં છે.