ગુજરાત ભાજપમાં વિવાદ વચ્ચે મેનીફેસ્ટોની બેઠક માટે મુખ્યમંત્રી દિલ્હી જશે

દિલ્હીમાં રાજનાથ સિંહની અધ્યક્ષતામાં યોજાશે બેઠક CM ભૂપેન્દ્ર પટેલ પણ બીજેપી મેનીફેસ્ટો સમિતિના સભ્ય મેનીફેસ્ટો પ્રથમ ચરણના મતદાન પહેલા થશે જાહેર લોકસભાની ચૂંટણીના પ્રથમ ચરણના મતદાન માટે હવે ગણતરીના દિવસો બાકી છે. 19 એપ્રિલના દેશમાં પ્રથમ ચરણનું મતદાન થશે. આ પહેલાં ભાજપ પોતાનું ચૂંટણી મેનીફેસ્ટો રજુ કરવા જઈ રહ્યું છે. જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ સભ્ય છે અને તેના માટે તેઓ આવતીકાલે એટલે કે ગુરૂવારના દિલ્હી જશે. આ દરમિયાન મુખ્યમંત્રી દિલ્હીમાં ભાજપ મેનીફેસ્ટોની સમિતિની બીજી બેઠકમાં ભાગ લેશે. જેમાં દિલ્હીમાં રાજનાથ સિંહની અધ્યક્ષતામાં બેઠક યોજાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ભાજપ મેનીફેસ્ટો સમિતિના સભ્ય છે અને તેઓ તેમાં હાજર રહેશે. જ્યાં બીજી તરફ ભાજપ અને ક્ષત્રિય સમાજની બેઠક નિષ્ફળ ગઈ છે. જેના બાદ ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાની ઉમેદવારી રાજકોટ બેઠકથી રદ્દ થાય તેવી માંગણી કરી છે. બીજી તરફ રૂપાલા પણ હાલ દિલ્હીમાં છે. જેના કારણે ફરી એકવાર ચર્ચા ચાલી રહી છે.અગાઉ વડાપ્રધાન સાથે થઈ હતી ચર્ચાઆ અગાઉ પણ સોમવારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હી પહોંચ્યા હતા. જ્યાં ભાજપના મેનિફેસ્ટો- ચૂંટણી ઢંઢેરા કમિટીની બેઠક યોજાઈ, તેમા પણ મુખ્યમંત્રી સામેલ થયા હતા. કોંગ્રેસના ભરતી મેળાને કારણે પક્ષપલ્ટુઓને મહત્ત્વનું સ્થાન મળી રહ્યું છે, તેથી ભાજપમાં આંતરિક વિવાદ સામે આવી રહ્યો છે. જેના અંગે પણ વડાપ્રધાન મોદી સાથે ચર્ચા થઈ હતી.

ગુજરાત ભાજપમાં વિવાદ વચ્ચે મેનીફેસ્ટોની બેઠક માટે મુખ્યમંત્રી દિલ્હી જશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • દિલ્હીમાં રાજનાથ સિંહની અધ્યક્ષતામાં યોજાશે બેઠક
  • CM ભૂપેન્દ્ર પટેલ પણ બીજેપી મેનીફેસ્ટો સમિતિના સભ્ય
  • મેનીફેસ્ટો પ્રથમ ચરણના મતદાન પહેલા થશે જાહેર

લોકસભાની ચૂંટણીના પ્રથમ ચરણના મતદાન માટે હવે ગણતરીના દિવસો બાકી છે. 19 એપ્રિલના દેશમાં પ્રથમ ચરણનું મતદાન થશે. આ પહેલાં ભાજપ પોતાનું ચૂંટણી મેનીફેસ્ટો રજુ કરવા જઈ રહ્યું છે. જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ સભ્ય છે અને તેના માટે તેઓ આવતીકાલે એટલે કે ગુરૂવારના દિલ્હી જશે.

આ દરમિયાન મુખ્યમંત્રી દિલ્હીમાં ભાજપ મેનીફેસ્ટોની સમિતિની બીજી બેઠકમાં ભાગ લેશે. જેમાં દિલ્હીમાં રાજનાથ સિંહની અધ્યક્ષતામાં બેઠક યોજાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ભાજપ મેનીફેસ્ટો સમિતિના સભ્ય છે અને તેઓ તેમાં હાજર રહેશે.

જ્યાં બીજી તરફ ભાજપ અને ક્ષત્રિય સમાજની બેઠક નિષ્ફળ ગઈ છે. જેના બાદ ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાની ઉમેદવારી રાજકોટ બેઠકથી રદ્દ થાય તેવી માંગણી કરી છે. બીજી તરફ રૂપાલા પણ હાલ દિલ્હીમાં છે. જેના કારણે ફરી એકવાર ચર્ચા ચાલી રહી છે.


અગાઉ વડાપ્રધાન સાથે થઈ હતી ચર્ચા

આ અગાઉ પણ સોમવારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હી પહોંચ્યા હતા. જ્યાં ભાજપના મેનિફેસ્ટો- ચૂંટણી ઢંઢેરા કમિટીની બેઠક યોજાઈ, તેમા પણ મુખ્યમંત્રી સામેલ થયા હતા. કોંગ્રેસના ભરતી મેળાને કારણે પક્ષપલ્ટુઓને મહત્ત્વનું સ્થાન મળી રહ્યું છે, તેથી ભાજપમાં આંતરિક વિવાદ સામે આવી રહ્યો છે. જેના અંગે પણ વડાપ્રધાન મોદી સાથે ચર્ચા થઈ હતી.