કાતર મારી વેપારીની હત્યા કરનાર આરોપી વેપારીને આજીવન કેદ, રૃા.2.50 લાખ દંડ

સુરતરઘુકુળ માર્કેટમાં સુપર ટેક્સ વોવેન ઈન્ડસ્ટ્રીઝના સંચાલક સચ્ચીદાનંદ પ્રસાદની અનુપમ માર્કેટના વેપારી સંજીતકુમાર કેશરીયાએ હત્યા કરી હતી      બાર વર્ષ પહેલાં ઉધાર કાપડની ખરીદીના બાકી 3.50 લેણાંની ઉઘરાણી દરમિયાન થયેલી  તકરારમાં રઘુકુળ માર્કેટના વેપારીની છાતીમાં કાતર મારીને હત્યા કરવાના ગુનામાં સંડોવાયેલ આરોપી વેપારીને આજે એડીશ્નલ સેશન્સ જજ એમ.એફ.ખત્રીએ દોષી ઠેરવી જીવનના છેલ્લાં શ્વાસ સુધી આજીવન કેદની સખ્તકેદ,2.50 લાખ દંડ ન ભરે તો વધુ 6 માસની કેદની સજા ફટકારતો હુકમ કર્યો છે.રઘુકુળ માર્કેટમાં આવેલી સુપર ટેક્ષ વોવેન ઈન્ડસ્ટ્રીઝના સંચાલક સચ્ચીદાનંદ પ્રસાદ ઉર્ફે કુકુજી કિશોરી પ્રસાદે અનુપમ માર્કેટ સ્થિત આરોપી સંજીતકુમાર ઉર્ફે કાશી લખનલાલ કેશરીયા પાસેથી ઉધાર સાડીની ખરીદી કરી હતી.જેના 3.50 લાખના બાકી પેેમેન્ટની ઉઘરાણી કરવા આરોપી સંજીતકુમારના મુનિમ ઓમપ્રકાશ તા.9-8-2012ના રોજ મરનાર સચ્ચીદાનંદ પ્રસાદ પાસે ગયા હતા.જે દરમિયાન આરોપી વેપારી સંજીતકુમાર ઉર્ફે કાશી લખનલાલ કેશરીયા પણ ગયા હતા.જ્યાં બાકી લેણાંના ઉઘરાણીના મુદ્દે આરોપી તથા મરનાર સચ્ચીદાનંદ પ્રસાદ વચ્ચે બોલાચાલી બાદ મારામારી થતાં મરનાર તથા આરોપી વચ્ચે સાક્ષી ઓમપ્રકાશ પડીને ઝઘડો ન કરવા જણાવ્યું હતુ.જે દરમિયાન આરોપી સંજીતકુમારે સાડી કાપવાની કાતર મરનાર સચ્ચીદાનંદની છાતીમાં મારી દેતાં ગંભીર ઈજાથી તેનું મોત નિપજ્યું હતુ.જે અંગે ફરિયાદી પ્રદિપકુમાર રામસુંદરલાલ ખત્રીએ પોતાના શેઠ સચ્ચીદાનંદની નાણાંકીય ઉઘરાણી દરમિયાન હત્યા કરવા બદલ આરોપી સંજીતકુમાર કેશરીયા વિરુધ્ધ સલાબતપુરા પોલીસમાં ઈપીકો-302,504,114 તથા જીપીએક્ટ-135ની ફરિયાદ નોંધાવી હતી.આ કેસમાં સલાબતપુરા પોલીસે જેલભેગા કરેલા આરોપી વેપારી વિરુધ્ધનો કેસ આજે અંતિમ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સરકારપક્ષે એપીપી દિગંત તેવારે આરોપી વિરુધ્ધના કેસમાં ૩૬ સાક્ષી તથા દસ્તાવેજી પુરાવા રજુ કર્યા હતા. જેથી કોર્ટે રેકર્ડ પરના પુરાવા તથા ફરિયાદપક્ષની રજુઆતોને માન્ય રાખી આરોપી વેપારીને ઈપીકો-302 તથા 504ના ગુનામાં દોષી ઠેરવી આજીવન કેદની સખ્તકેદ,2.50 લાખ દંડ ન ભરે તો વધુ છ માસની કેદની સજા ફટકારી છે.

કાતર મારી વેપારીની હત્યા કરનાર આરોપી વેપારીને આજીવન કેદ, રૃા.2.50 લાખ દંડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -




સુરત

રઘુકુળ માર્કેટમાં સુપર ટેક્સ વોવેન ઈન્ડસ્ટ્રીઝના સંચાલક સચ્ચીદાનંદ પ્રસાદની અનુપમ માર્કેટના વેપારી સંજીતકુમાર કેશરીયાએ હત્યા કરી હતી     


બાર વર્ષ પહેલાં ઉધાર કાપડની ખરીદીના બાકી 3.50 લેણાંની ઉઘરાણી દરમિયાન થયેલી  તકરારમાં રઘુકુળ માર્કેટના વેપારીની છાતીમાં કાતર મારીને હત્યા કરવાના ગુનામાં સંડોવાયેલ આરોપી વેપારીને આજે એડીશ્નલ સેશન્સ જજ એમ.એફ.ખત્રીએ દોષી ઠેરવી જીવનના છેલ્લાં શ્વાસ સુધી આજીવન કેદની સખ્તકેદ,2.50 લાખ દંડ ન ભરે તો વધુ 6 માસની કેદની સજા ફટકારતો હુકમ કર્યો છે.

રઘુકુળ માર્કેટમાં આવેલી સુપર ટેક્ષ વોવેન ઈન્ડસ્ટ્રીઝના સંચાલક સચ્ચીદાનંદ પ્રસાદ ઉર્ફે કુકુજી કિશોરી પ્રસાદે અનુપમ માર્કેટ સ્થિત આરોપી સંજીતકુમાર ઉર્ફે કાશી લખનલાલ કેશરીયા પાસેથી ઉધાર સાડીની ખરીદી કરી હતી.જેના 3.50 લાખના બાકી પેેમેન્ટની ઉઘરાણી કરવા આરોપી સંજીતકુમારના મુનિમ ઓમપ્રકાશ તા.9-8-2012ના રોજ મરનાર સચ્ચીદાનંદ પ્રસાદ પાસે ગયા હતા.જે દરમિયાન આરોપી વેપારી સંજીતકુમાર ઉર્ફે કાશી લખનલાલ કેશરીયા પણ ગયા હતા.જ્યાં બાકી લેણાંના ઉઘરાણીના મુદ્દે આરોપી તથા મરનાર સચ્ચીદાનંદ પ્રસાદ વચ્ચે બોલાચાલી બાદ મારામારી થતાં મરનાર તથા આરોપી વચ્ચે સાક્ષી ઓમપ્રકાશ પડીને ઝઘડો ન કરવા જણાવ્યું હતુ.જે દરમિયાન આરોપી સંજીતકુમારે સાડી કાપવાની કાતર મરનાર સચ્ચીદાનંદની છાતીમાં મારી દેતાં ગંભીર ઈજાથી તેનું મોત નિપજ્યું હતુ.

જે અંગે ફરિયાદી પ્રદિપકુમાર રામસુંદરલાલ ખત્રીએ પોતાના શેઠ સચ્ચીદાનંદની નાણાંકીય ઉઘરાણી દરમિયાન હત્યા કરવા બદલ આરોપી સંજીતકુમાર કેશરીયા વિરુધ્ધ સલાબતપુરા પોલીસમાં ઈપીકો-302,504,114 તથા જીપીએક્ટ-135ની ફરિયાદ નોંધાવી હતી.આ કેસમાં સલાબતપુરા પોલીસે જેલભેગા કરેલા આરોપી વેપારી વિરુધ્ધનો કેસ આજે અંતિમ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સરકારપક્ષે એપીપી દિગંત તેવારે આરોપી વિરુધ્ધના કેસમાં ૩૬ સાક્ષી તથા દસ્તાવેજી પુરાવા રજુ કર્યા હતા. જેથી કોર્ટે રેકર્ડ પરના પુરાવા તથા ફરિયાદપક્ષની રજુઆતોને માન્ય રાખી આરોપી વેપારીને ઈપીકો-302 તથા 504ના ગુનામાં દોષી ઠેરવી આજીવન કેદની સખ્તકેદ,2.50 લાખ દંડ ન ભરે તો વધુ છ માસની કેદની સજા ફટકારી છે.