અમદાવાદ: કરીમે આદિત્ય બની 20 નહીં 100 જેટલી મહિલાઓને ફસાવી, આપત્તિજનક વીડિયો વેચ્યા હોવાની શંકા

Jun 16, 2026 - 03:00
અમદાવાદ: કરીમે આદિત્ય બની 20 નહીં 100 જેટલી મહિલાઓને ફસાવી, આપત્તિજનક વીડિયો વેચ્યા હોવાની શંકા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Karim Sipai Matrimonial fraud Case: કડીમાં રહેતા કરીમ સિપાઇએ મેટ્રિમોનિયલ સાઇટ પર 'આદિત્ય પટેલ' નામે નકલી પ્રોફાઇલ બનાવી હતી. તેણે વિધવા અને છૂટાછેડા લીધેલી મહિલાઓને પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાની ખાતરી આપી હતી. ત્યારબાદ વાંધાજનક સ્થિતિમાં વીડિયો કોલ કરીને સ્ક્રીન રેકોર્ડિંગ કરવાના મામલે મહિલા ક્રાઇમ બ્રાન્ચે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. પોલીસને આશંકા છે કે આરોપી કરીમ આ વીડિયો એડલ્ટ વેબસાઇટોને ઊંચી કિંમતે વેચતો હતો. પ્રાથમિક તપાસમાં તેણે 100થી વધુ મહિલાઓ અને યુવતીઓને ફસાવી હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. પોલીસે આ કેસમાં તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ હાથ ધરી છે, જેમાં આગામી દિવસોમાં મોટા ખુલાસા થવાની શક્યતા છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0