Vadodaraમાં SSG હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ કર્મીઓની બેદરકારી

પહેલા માળેથી બોક્સો નીચે નાખતા બોક્સ તૂટ્યા દવા, ગ્લુકોઝની બોટલના બોક્સો નીચે નાખ્યા રાજસ એન્ટરપ્રાઇઝને આપવામાં આવ્યો છે કોન્ટ્રાક્ટ વડોદરામાં SSG હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ કર્મીઓની બેદરકારી સામે આવી છે. જેમાં પહેલા માળેથી બોક્સો નીચે નાખતા બોક્સ તૂટ્યા છે. તેમાં દવા, ગ્લુકોઝની બોટલના બોક્સો નીચે નાખતા કેમેરામાં કેદ થયા છે. રાજસ એન્ટરપ્રાઇઝને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. જેમાં કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે પગલા ભરવા માગ ઉઠી રહી છે. કોન્ટ્રાક્ટર કર્મચારીઓની ગંભીર બેદરકારી એસએસજી હોસ્પિટલના કોન્ટ્રાક્ટર કર્મચારીઓની ગંભીર બેદરકારી સામે આવી છે. જેમાં પહેલા માળે આવેલ મેડિકલ સ્ટોરમાંથી દવા અને ગ્લુકોઝના બોટલોના બોક્સો નીચે નાખતા જોવા મળ્યા છે. તેમાં પ્રાઇવેટ એજન્સી રાજસ એન્ટરપ્રાઇઝને હોસ્પિટલની દવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. તેમાં પહેલે માળેથી બોક્સો નીચે નાખતા કેટલાક બોક્ષો તૂટ્યા હતા. તેમજ બોક્સ ફાટી જતા ગ્લુકોઝના બોટલો બોક્સમાંથી નીચે પડ્યા હતા. જેમાં કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે પગલા ભરવા જોઇએ તેવું લોકોનું કહેવુ છે.  મોટી સંખ્યામાં દર્દીઓ માટે જમ્બો કુલર મુકવામાં આવ્યા તાજેતરમાં જ વડોદરાની સૌથી મોટી સરકારી હોસ્પિટલ એસએસજી હોસ્પિટલમાં ઉનાળાની ગરમીમાં દર્દીઓને રાહત આપવા માટે જમ્બો કુલર મુકવામાં આવ્યા છે. હોસ્પિટલમાં ગરમીથી બચવા માટે અપુરતી સુવિધા હોવાની બુમો ઉઠતા તંત્ર એક્શનમાં આવ્યું છે. અને દોઢ ડઝનથી વધુ જમ્બો કુલર મંગાવીને વિવિધ વોર્ડમાં મુકવામાં આવી રહ્યા હોવાનું હાલ સપાટી પર આવ્યું છે. જેને લઇને દર્દીઓ તથા તેમના સગાઓએ રાહતનો શ્વાસ લીધો છે. સંભવત: આ પ્રકારે એસએસજી હોસ્પિટલમાં પ્રથમ વખત આટલી મોટી સંખ્યામાં દર્દીઓ માટે જમ્બો કુલર મુકવામાં આવ્યા છે.

Vadodaraમાં SSG હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ કર્મીઓની બેદરકારી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • પહેલા માળેથી બોક્સો નીચે નાખતા બોક્સ તૂટ્યા
  • દવા, ગ્લુકોઝની બોટલના બોક્સો નીચે નાખ્યા
  • રાજસ એન્ટરપ્રાઇઝને આપવામાં આવ્યો છે કોન્ટ્રાક્ટ

વડોદરામાં SSG હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ કર્મીઓની બેદરકારી સામે આવી છે. જેમાં પહેલા માળેથી બોક્સો નીચે નાખતા બોક્સ તૂટ્યા છે. તેમાં દવા, ગ્લુકોઝની બોટલના બોક્સો નીચે નાખતા કેમેરામાં કેદ થયા છે. રાજસ એન્ટરપ્રાઇઝને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. જેમાં કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે પગલા ભરવા માગ ઉઠી રહી છે.

કોન્ટ્રાક્ટર કર્મચારીઓની ગંભીર બેદરકારી

એસએસજી હોસ્પિટલના કોન્ટ્રાક્ટર કર્મચારીઓની ગંભીર બેદરકારી સામે આવી છે. જેમાં પહેલા માળે આવેલ મેડિકલ સ્ટોરમાંથી દવા અને ગ્લુકોઝના બોટલોના બોક્સો નીચે નાખતા જોવા મળ્યા છે. તેમાં પ્રાઇવેટ એજન્સી રાજસ એન્ટરપ્રાઇઝને હોસ્પિટલની દવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. તેમાં પહેલે માળેથી બોક્સો નીચે નાખતા કેટલાક બોક્ષો તૂટ્યા હતા. તેમજ બોક્સ ફાટી જતા ગ્લુકોઝના બોટલો બોક્સમાંથી નીચે પડ્યા હતા. જેમાં કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે પગલા ભરવા જોઇએ તેવું લોકોનું કહેવુ છે.

 મોટી સંખ્યામાં દર્દીઓ માટે જમ્બો કુલર મુકવામાં આવ્યા

તાજેતરમાં જ વડોદરાની સૌથી મોટી સરકારી હોસ્પિટલ એસએસજી હોસ્પિટલમાં ઉનાળાની ગરમીમાં દર્દીઓને રાહત આપવા માટે જમ્બો કુલર મુકવામાં આવ્યા છે. હોસ્પિટલમાં ગરમીથી બચવા માટે અપુરતી સુવિધા હોવાની બુમો ઉઠતા તંત્ર એક્શનમાં આવ્યું છે. અને દોઢ ડઝનથી વધુ જમ્બો કુલર મંગાવીને વિવિધ વોર્ડમાં મુકવામાં આવી રહ્યા હોવાનું હાલ સપાટી પર આવ્યું છે. જેને લઇને દર્દીઓ તથા તેમના સગાઓએ રાહતનો શ્વાસ લીધો છે. સંભવત: આ પ્રકારે એસએસજી હોસ્પિટલમાં પ્રથમ વખત આટલી મોટી સંખ્યામાં દર્દીઓ માટે જમ્બો કુલર મુકવામાં આવ્યા છે.